તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજીનામું:વોર્ડ નં. 18માં ભાજપના 90 કાર્યકરોનાં રાજીનામાં, ટિકિટ મુદે વોર્ડ 1,3,7,16 અને 15માં ભડકો

વડોદરા23 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • વોર્ડ 3માં મતદાન બહિષ્કારની પાટીદારોની ચીમકી

પાલિકાની ચૂંટણીમાં ઉમેદવારોના નામ જાહેર કરનાર ભાજપમાં વિરોધ વંટોળ બીજા દિવસે પણ શમ્યો નથી. વોર્ડ નંબર 18 વોર્ડ પ્રમુખ નું નામ ન આવતા ગુરુવારે મોડીરાત્રે 90 જેટલા કાર્યકરોએ ભાજપમાંથી રાજીનામા ધરી દીધા હતા અને બીજા રાજીનામાં ધરી દેવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. આ સિવાય વોર્ડ નંબર 1,3,7,16 અને 15માં પણ પાયાના કાર્યકરોને ટિકિટ આપવામાં ન આવતા મોટા પાયે વિરોધ શરૂ થયો હતો.

અને કાર્યકરોના રોષને શાંત પાડવા માટે ડેમેજ કન્ટ્રોલ શરૂ કરવામાં આવ્યુ હતું. વોર્ડ 3માં પાટીદાર જ્ઞાતિમાંથી ભાજપે ટિકિટ ન મળતા ઉપર ભારે વિરોધ વંટોળ શરૂ થયો હતો અને પટેલ મતદારો દ્વારા ચૂંટણીનો બહિષ્કાર શરૂ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. આ ઉપરાંત નિઝામપુરા પેંશનપુરામાં પણ ચોક્કસ જ્ઞાતિને ટિકિટ ન મળતાં તેનો ઉગ્ર વિરોધ શરૂ થયો છે. જે ઉગ્ર બનવાના એંધાણ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો