તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વોર્ડ નંબર 10 માં ભાજપમાંથી રિપીટ થયેલા ઉમેદવાર નિતીન દોંગાએ શહેર ભાજપના મહિલા ઉપાધ્યક્ષને ચૂંટણી કાર્યાલયમાં જ ચાપલ્ૃસીનો ટોણો મારી રડાવતા ભાજપ મોરચે ચર્ચાનો વિષય બન્યો છે. વોર્ડ નંબર 10 માં નિતીન ડોંગા સાથે પેનલમાં સુનીતા શુકલ પણ હતા.સુનીતા શુકલ ભૂતકાળમાં પાલિકામાં ડેપ્યુટી મેયર પણ રહી ચૂક્યા છે અને શહેરના નવા સંગઠનમાં ઉપાધ્યક્ષની ભૂમિકામાં આવ્યા છે.
તમામ 19 વોર્ડમાં યોજાનારી ભાજપની મુખ્ય ફેરણી માં શહેર અધ્યક્ષ ડો વિજય શાહ હાજર રહે તેવું આયોજન હાલના તબક્કે હાથ પર લેવામાં આવ્યું છે અને તેના ભાગરૂપે વૉર્ડ 10 માં તા.18 મી સુધીમાં મુખ્ય ફેરણી કરવાનું આયોજન કરવાનો શહેર કાર્યાલયથી સંદેશો લઈને પૂર્વ કોર્પોરેટર નિતલ ગાંધી મધર સ્કૂલ પાસેના ચૂંટણી કાર્યાલય પર આવ્યા હતા.જોકે,ઉમેદવાર નિતીન દોંગાએ હું તો મારી રેલી પ્રચારના છેલ્લા દિવસે જ કાઢવામાં આવે છે અને આ વખતે પણ તે રીતે જ કરી તેવો ઉડાઉ જવાબ આપ્યો હતો.
આ સમયે બાજુમાં શહેર ભાજપના ઉપાધ્યક્ષ સુનિતા શુકલ પણ બેઠા હતા અને તેમને જોઈને નીતિન દોંગા એ જો જો ભાજપ પ્રમુખને જઈને કહેતા નહીં તેવી ટિપ્પણી કરતાં મામલો બિચકયો હતો .અલબત ભાજપના આ ઉમેદવારના ટોણાંથી શહેર ભાજપ ઉપાધ્યક્ષ સુનીતા શુકલએ હતપ્રભ બની ગયા હતા અને એક તબક્કે ચૂંટણી કાર્યાલયમાં જ રડી પડયા હતા. આ મામલે નીતિને દોંગા સુનિતા શુક્લ અને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે હવે ચૂંટણી કાર્યાલયમાં આવવાની જરૂર નથી એટલે હવે આવતા નહીં.
મને જોઇને કહ્યું, શહેર અધ્યક્ષને ના કહી દેતાં
મિત્તલ ભાઈએ ફેરણીનો અધ્યક્ષનો મેસેજ નીતિન ભાઈને આપતા તેમણે હું તો મારી રીતે જ ફેરણી કાઢીશ તેવો જવાબ આપ્યો હતો અને મને જોઈને જો જો તમે શહેર અધ્યક્ષને ના કહી દેતા તેમ કહેતા હું રડી પડી હતી. - સુનિતા શુક્લ
બહેને સામેથી કહ્યું કે હું નહિ આવું, તો મેં કહ્યું સારું
કોઇ એમ કહે કે મને ફોન ના કરતા આપણે કહીયે કે સારું નહીં કરીએ, તેવી રીતે સુનીતાબેને મને કહ્યું કે મારી પાસે વૉર્ડ 11 ની જવાબદારી છે એટલે હું નહિ આવું એટલે મેં કહ્યું સારું બીજું તેમને શું જવાબ આપુ? - નીતિન દોંગા
વૉર્ડ કચેરીમાં લાકડી લઇને કાચ ફોડ્યા હતા
ગાંધીનગરથી એક મંત્રીના સીધા આશીર્વાદ ધરાવતા હોવાથી વોર્ડ 10ના ભાજપના ઉમેદવાર નીતિન દોંગાને ગત ચૂંટણીમાં ટિકિટ મળી હતી અને સ્થાયીમાં સભ્ય બન્યા હતા. ગત ટર્મમાં વૉર્ડ 11 ની કચેરી માં લાકડી લઈને અધિકારી પર રોફ જમાવવા ગયા હતા અને સરકારી કચેરીના કાચ ફોડીને ગુંડાશાહી બતાવી હતી.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.