તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નં-1માં આવેલા છાણી વિસ્તારમાં છેલ્લા 8 વર્ષથી રહેતા લોકોને રોડ, રસ્તા, સ્ટ્રીટલાઇટ અને પાણી સહિતની પાયાની સુવિધા ન મળતાં તેઓએ સ્થાનિક કોર્પોરેટર સતિષ પટેલની પેનલને મત નહીં આપવાનો નિર્ણય કર્યો હતો. જેને લઈને સતિષ પટેલ અને તેમની પેનલના કાર્યકરોએ સ્થાનિક રહીશોને 'અમારી પેનલ આવવાની છે, પછી જોઈ લઈશું' તેવી ધમકી આપતા મતદારોમાં નારાજગી વ્યાપી ગઈ છે.
વારંવાર રજૂઆતો છતાં પાણી, રસ્તા અને સ્ટ્રીટલાઈટની સુવિધાઓ મળી નથી
વડોદરા શહેરના વોર્ડ નં-1માં છાણી શાકમાર્કેટથી દુમાડ રોડ તરફ જતા તળાવની સામે આવેલી ઓમ રેસીડેન્સી, શિવ રેસીડેન્સી, શિવાલિક-5, શિવમ તથા યશ રેસિડેન્સીના રહીશો વર્ષ-2012થી રહે છે. તેઓએ રસ્તા, સ્ટ્રીટલાઈટ અને પાણી વગેરેની સુવિધા પ્રાથમિક સુવિધાઓ માટે પૂર્વ કોર્પોરેટર અને સ્થાયી સમિતિના પૂર્વ અધ્યક્ષ સતિષ પટેલ સમક્ષ વારંવાર રજૂઆતો કરી હતી, પરંતુ, તેમ છતાં અહીંના નાગરિકો પ્રાથમિક સુવિધાથી વંચિત રહ્યા છે. જેથી આ મામલે સ્થાનિક લોકોએ ચૂંટણી પ્રચાર અર્થે આવેલા ભાજપના ઉમેદવારો સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી અને બીજી તરફ કોંગ્રેસને આ મામલે રજૂઆત કરતા તેઓએ આગામી બોર્ડમાં તેમને મદદ કરવાની ખાતરી આપી છે.
સોસાયટીના રહીશોને આડકતરી રીતે ધમકાવ્યા
સમગ્ર ઘટનાની જાણ થતાં સતિષ પટેલની પેનલના કાર્યકરો દોડી આવ્યા હતા અને સોસાયટીના રહીશોને આડકતરી રીતે ધમકાવ્યા હતા અને 'આગામી બોર્ડ ભાજપનું જ બેસવાનું છે, પછી તમને જોઈ લઈશું' તેવી ધમકી પેનલના કેટલાક કાર્યકરો દ્વારા આપવામાં આવતા રહીશો વિફર્યા હતા. ચૂંટણી જીતવા હવે ભાજપના કેટલાક કોર્પોરેટરો દામ, શામ, દંડ, ભેદની નીતિ પર ઉતરી આવ્યા હોવાનું જોવા મળી રહ્યું છે.
સ્થાનિકો કહે છે કે, જે પાર્ટી અમારા કામ કરશે તેને મત આપીશું
સ્થાનિક નિરવ પટેલે જણાવ્યું હતું કે, હું સોસાયટીમાં ઉભો હતો અને ભાજપના સતિષભાઇની પેનલ આવી હતી અને તેઓ મારી સામે ઉગ્ર થઇ ગયા હતા અને કહ્યું હતું કે, તારો વોટ પણ અહીં નથી. તું અહીં નેતાગીરી ન કરીશ. અમને ધમકી આપી હતી કે, 21 તારીખ પછી અમારૂ જ બોર્ડ બેસવાનું છે. જોઇએ કોણ કેવી રીતે કામ કરે છે. રોડ, રસ્તા અને પાણીથી અમે વંચિત છીએ. અમે તેઓને અમે રજૂઆતો કરી છે, પણ નિકાલ આવ્યો નથી. જેથી અમે આજે તેમનો વિરોધ કર્યો છે. જે પાર્ટી અમારા કામ કરશે તેને મત આપીશું.
અમે અમારો હક માગીએ છીએ
સ્થાનિક મહિલા ચારુલતા પાંજરોલીયાએ જણાવ્યું હતું કે, અમે કમિટી બનાવી છે, અમે અમારા હક માટે લડીએ છીએ. ગઇકાલે સતિષભાઇ અને તેમના માણસો આવ્યા હતા અને અમારા કમિટી મેમ્બરોને આવીને ધમકી આપી ગયા હતા કે, 21 તારીખે ચૂંટણી પતે એટલે સત્તામાં તો અમે જ આવવાના છીએ. પછી જોઇ લઇએ. અમે અમારો હક માગીએ છીએ, રસ્તા, પાણી અને લાઇટો અમારે જોઇએ છે. તેની સામે અમને ધમકીઓ આપે છે. અમને જે બાંહેધારી આપશે તેને અમે મત આપીશું.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.