તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંકલનમાં વિવાદ:સમાના હોર્ટિકલ્ચર લેન્ડસ્કેપ મામલે પરાક્રમસિંહ-ડો.મિસ્ત્રી વચ્ચે વાકયુદ્ધ, CSRના ખર્ચનો ઠરાવ, નાણાપંચ ગ્રાંટની દરખાસ્ત

વડોદરા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પરાક્રમસિંહ સ્થાયીમાં હાજર ન રહ્યા, અંતે દરખાસ્ત મુલતવી

સમા તળાવના કિનારે હોર્ટિકલચર લેન્ડસ્કેપ વિકસાવવા સી એસ આર માંથી ખર્ચ કરવા ત્રણ મહિના પહેલા ઠરાવ કરાયો હોવા છતાં સ્થાયી માં 15માં નાણાં પંચની ગ્રાન્ટમાંથી ખર્ચ કરવાની દરખાસ્ત રજૂ થતા સંકલન સમિતિમાં પરાક્રમસિંહ જાડેજા અને ડો. શિતલ મિસ્ત્રી વચ્ચે વાકયુધ્ધ છેડાયું હોવાનું સપાટી પર આવ્યું છે. સ્થાયી સમિતિએ મે મહિનામાં સમા તળાવ પાસે ફ્લેગ ગાર્ડન ખાતે હોર્ટી કલ્ચર અને લેન્ડસ્કેપિંગ વિકસાવવા કંપની પાસેથી સીએસઆર ફંડ મેળવી બનાવવાનો ઠરાવ થયો હતો પરંતુ હવે સ્થાયી સમિતિમાં નાણાપંચની ગ્રાન્ટમાંથી 21 લાખનો ખર્ચ કરવાની દરખાસ્ત રજૂ થતાં વિવાદ થયો હતો.

આ કામ હજી મંજૂર થયું નથી તે પહેલાં જ સ્થળ ઉપર 15 મી ઓગસ્ટ પછી કામ શરૂ થઈ ગયું છે. સ્થાયીની બેઠક પૂર્વે શહેર ભાજપ કાર્યાલય ખાતે સંકલન સમિતિની બેઠકમાં પરાક્રમસિંહ જાડેજાએ અા કામ પર ભાર મુક્યો હતો. જેની સામે ડો.શીતલ મિસ્ત્રીએ મૂળ ઠરાવની યાદ અપાવી સીએસઆર ફંડમાં એ કામ કરવાનું છે તો 15માં નાણાપંચની ગ્રાન્ટમાંથી ખર્ચો કેમ કરીએ તેવો સવાલ ઉઠાવ્યો હતો. તેના કારણે બંને વચ્ચે શાબ્દિક દલીલો થઇ હતી. આ વિવાદની વચ્ચે સ્થાયીની બેઠકમાં પરાક્રમસિંહ જાડેજા કોઈ કારણસર હાજર રહ્યા ન હતા. જો કે બેઠકમાં દરખાસ્ત મુલતવી કરાઇ હતી.

સુજલ એડવર્ટાઇઝરની 2 દરખાસ્ત ફરી મુલતવી
ડિફોલ્ટર એજન્સીઓ પાસેથી બાકી નાણાંની વસૂલાત ન થતાં તેનો સ્થાયી સમિતિની બેઠકમાં પડઘો પડ્યો હતો અને તેના પરિણામે સુજલ એડવર્ટાઇઝરની કોન્ટ્રાક્ટ રદ કરવાની માગણી અંગેની અને 6 મહિનાની રકમની માફી આપવાનો બંને દરખાસ્ત ફરી મુલતવી કરી દેવાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...