તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:કાર ભાડે લઇ બારોબાર વેચી દેવામાં વોન્ટેડ વિક્કી ઝડપાયો

વડોદરા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • નવાપુરા પોલીસે બગીખાના ત્રણ રસ્તા પાસેથી પકડી પાડ્યો
  • ઓેેઢવમાં ઠગાઇનો ગુનો નોંધાયો હતો

અમદાવાદના ઓઢવ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેતરપીંડીના ગુનામાં વોન્ટેડ આરોપીને નવાપુરા પોલીસે બગીખાના ત્રણ રસ્તા પાસેની બરોડા હાઈસ્કુલ પાસેથી ઝડપી લઈને આરોપીને અમદાવાદ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે. ઓઢવના અર્બુદાનગરની મહાવીરબાગ સોસાયટીમાં રહેતા સીમાબેન દિલીપભાઈ સેજાણી (ઉ.વ.31) ના નામ પર એક ટેક્સી પાર્સીંગની ગાડી છે જે પતિ કેબમાં ચલાવતા હતાં. મહિલાના મોટા બહેને પણ એક ટેક્સી પાર્સીંગની ગાડી ખરીદીને તેને પણ કેબમાં ચલાવતા હતાં.

મહિલાએ સપ્ટેમ્બર 2020માં પોતાની મારૂતી સ્વિફટ ડિઝાયર ગાડી ભાડેથી આપવા માટે ઓનલાઈન મુકી હતી. જેના બે થી ત્રણ દિવસ બાદ વડોદરાના જ્યુપીટર ચાર રસ્તા ખાતે અંબાજીનગરમાં રહેતા અશ્વિનકુમાર પરસોત્તમદાસ પટેલનો ફોન આવ્યો હતો.અશ્વિનકુમાર પટેલને આ ગાડી ગમી જતા તેમને આ કાર ભાડેથી લીધી હતી. આ ઉપરાંત અશ્વિન પટેલે મહિલાની બહેનની બીજી ઈકો ગાડી પણ ભાડેથી લીધી હતી. બંને ગાડીઓનું માસીક ભાડુ રૂા.16 હજાર પણ આપવાનું નક્કી થયું હતું.

પરંતું એક મહિના બાદ અશ્વિને ભાડુ ચુકવ્યું ન હતું. મહિલા અને તેમના પતિએ ભાડુ ઉઘરાવવા વારંવાર ફોન કરતા તેને વાયદાઓ કરીને ભાડુ ન આપીને છેતરપીંડી કરતા આ ઘટના અંગે 28 જુલાઈએ ઓઢવ પોલીસ માં ફરિયાદ દાખલ થઈ હતી. આરોપી અશ્વિનકુમાર પટેલ પાસેથી વિક્કી મંગળભાઈ કહાર (રહે-કહાર મહોલ્લો,નવાપુરા)એ ગાડી ખરીદીને વિપુલ નામના વ્યક્તિને વેચી હતી. જે અંગે ઓઢવ પોલીસને જાણ થતા તે વિક્કી કહારને શોધવા વડોદરા આવી હતી.જોકે વિક્કી મળી આવ્યો ન હતો. નવાપુરા પોલીસે બાતમીના આધારે વિક્કી કહારને શોધી કાઢી તેની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...