અટકાયત:પોલીસને દોઢ કલાક સુધી દોડાવ્યા બાદ હત્યાના પ્રયાસમાં વોન્ટેડ ધનજી ઝબ્બે

વડોદરા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કારમાંથી મળેલી દારૂની 84 બોટલ અલ્પેશ સિંધી પાસેથી મંગાવ્યાની કબૂલાત
  • પોલીસને જોઇ કારેલીબાગથી કાર લઇને ભાગ્યો, ગોલ્ડન બ્રિજ પર આંતર્યો

હત્યાના પ્રયાસના ગુનામાં વોન્ટેડ આરોપી બુટલેગર દિલીપ ધનજી મકવાણાનો કારેલીબાગ પોલીસે દોઢ કલાક સુધી ફિલ્મી ઢબે પીછો કરી તેને હાઇવે પરથી પકડી પાડ્યો હતો. ઝડપાયેલા બુટલેગરની કારમાં તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂનો જથ્થો પણ મળી આવ્યો હતો. કારેલીબાગ પોલીસે તેની અટકાયત કરી વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. દારૂ  અલ્પુ સિંધી પાસેથી મંગાવ્યાની કબૂલાત કરી હતી.

પોલીસે  ગોલ્ડન બ્રિજ ઉપર કોર્ડન કરી તેને ઝડપી પાડયો હતો

કારેલીબાગમાં આવેલા સ્કાય હારમોનીમા રહેતા ભાજપના કાર્યકર પર બુટલેગર દિલીપજી મકવાણાએ જીવલેણ હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો.જેમાં તેને વોન્ટેડ જાહેર કર્યો હતો. આ બનાવની તપાસ દરમિયાન આજે પોલીસને માહિતી મળી હતી કે દિલીપ ધનજી મકવાણા તથા તેનો ભાઈ વિક્રમ કારમાં નવીધરતી પ્રકાશનગર નાકા પાસેથી પસાર થનાર છે. જે માહિતીના આધારે કારેલીબાગ પોલીસે વોચ ગોઠવી હતી. દરમિયાન બુટલેગર દિલીપ મકવાણાની કાર આવતા તેને રોકવાનો પોલીસે પ્રયાસ કર્યો હતો. પરંતુ દિલીપે કારને પૂરઝડપે લગાવી હતી. પોલીસે પણ તેનો ફિલ્મી ઢબે પીછો કર્યો હતો. બુટલેગર બહુચરાજી રોડ થઈ મુકતાનંદ ત્રણ રસ્તા, પાણીની ટાંકી, સંગમ ચાર રસ્તા, સરદાર એસ્ટેટ ચાર રસ્તા, આજવા ચોકડી બ્રિજ થી સયાજીપુરા ગામ થઈ સિકંદરપુરા ભાગ્યો હતો. પોલીસે  ગોલ્ડન બ્રિજ ઉપર કોર્ડન કરી તેને ઝડપી પાડયો હતો. પોલીસે તેના કારની તલાશી લેતા કારમાંથી વિદેશી દારૂની 84 બોટલ મળી આવી હતી. કારેલીબાગ પોલીસે વિદેશી દારૂનો જથ્થો અને કાર જપ્ત કરી દિલીપજી મકવાણાની અટકાયત કરી હતી. તેમજ અલ્પુ સિંધી તેમજ વિક્રમ ધનજી મકવાણાને વોન્ટેડ જાહેર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...