કાર્યવાહી:ચાણોદ-ભરૂચનો વોન્ટેડ બૂટલેગર 2 વર્ષે પકડાયો

વડોદરા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

વડોદરા જિલ્લાના ચાણોદ પોલીસ સ્ટેશન અને ભરૂચના સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ રહેલા બૂટલેગર ધવલ જયસ્વાલને જિલ્લા પેરોલ ફર્લો સ્ક્વોર્ડે ઝડપી લીધો હતો. પોલીસે જણાવ્યું હતું કે ચાણોદ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં બે વર્ષથી ફરાર રહેલા ધવલ રાજુ જયસ્વાલ ડભોઇમાં છુપાયો છે, તેવી બાતમી મળતાં પોલીસે ડભોઇમાં તપાસ કરીને સિદ્ધેશ્વર મંદિર પાસેથી ધવલને ઝડપી લીધો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે, ધવલ ભરૂચના સી ડિવિઝન પોલીસમાં નોંધાયેલા ગુનામાં પણ વોન્ટેડ છે. પોલીસે તેને ચાણોદ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...