તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેડતી:‘દોસ્તી કરવી છે?તારો નંબર આપ’ કહી મહિલા પોલીસ કર્મીની છેડતી

વડોદરા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

અકોટા-દાંડિયા બજાર સોલાર બ્રિજ પાસે મહિલા મિત્ર સાથે સાદા ડ્રેસમાં બેઠેલી મહિલા પોલીસકર્મીને ‘મારી સાથે ફ્રેન્ડશિપ કરવી છે? તારો નંબર આપ’ કહીને હેરાન કરનારની શી ટીમે ધરપકડ કરી છે. રાવપુરા પોલીસની શી ટીમના સભ્ય મહિલા પોલીસકર્મીએ જણાવ્યું હતું કે, તે ગુરુવારે રાતે મહિલા મિત્ર સાથે અકોટા-દાંડિયા બજાર સોલાર બ્રિજ પાસે બેઠાં હતાં.

ત્યારે બ્રિજ પર બેઠેલો એક યુવક મારાથી થોડો નજીક આવીને બેસી ગયો હતો. તેણે મને કહ્યું હતું કે, મારી સાથે ફ્રેન્ડશિપ કરવી છે, કહીને મોબાઈલ નંબર માગ્યો હતો. જેથી હું અને મારી મિત્ર ત્યાંથી ચાલતાં નીકળી ગયાં હતાં. જોકે તે યુવક અમારી પાછળ આવી મોબાઈલ નંબર માગતો રહ્યો હતો. આ અંગે મેં જાણ કરતાં રાવપુરા શી ટીમે શુક્રવારે રોમિયો કલ્પેશ મનુભાઈ રાઠોડ (ઉ.વ.22, જૂની ગ્રામ પંચાયત પાસે, ડેમલી ગામ, શહેરા)ને ઝડપી લીધો હતો.

સોલાર બ્રિજ અસામાજિક તત્ત્વોનો અડ્ડો બની ગયો
અકોટા-દાંડિયા બજારને જોડતો સોલાર બ્રિજ હવે અસામાજિક તત્ત્વોનો અડ્ડો બની ગયો છે. રાત પડતાં જ અસામાજિક તત્ત્વો બ્રિજ પરે અડ્ડો જમાવી યુવતીઓની છેડતી પણ કરે છે. બ્રિજને છેડે આવેલા નવલખી મેદાનની ઝાડીઓમાં અસામાજીક તત્વો દ્વારા દારૂ-ગાંજાનું સેવન પણ કરાય છે.

અન્ય સમાચારો પણ છે...