પીડ પરાઈ...:રસ્તે રઝળતા, બીમાર દરિદ્રનારાયણોની સેવા કરે છે આણંદની યુવતી

વડોદરા4 મહિનો પહેલાલેખક: નિરવ કનોજીયા
  • કૉપી લિંક
નિરાલી શ્યાની કહે છે, રઝળતા નિરાધારોને સામાજિક સંસ્થામાં મોકલવા માટેની કાયદેસરની પ્રક્રિયા સરળ બને તો સારંુ - Divya Bhaskar
નિરાલી શ્યાની કહે છે, રઝળતા નિરાધારોને સામાજિક સંસ્થામાં મોકલવા માટેની કાયદેસરની પ્રક્રિયા સરળ બને તો સારંુ
  • નિરાલીએ રસ્તે ટળવળતા 225ને મદદ પહોંચાડી છે

કોરોનાના કપરા કાળમાં અનેક સેવાભાવી વ્યક્તિઅો અને સંસ્થાઅો સેવાની ધૂણી ધખાવી રહી છે. ત્યારે આણંદના મહિલા સામાજિક કાર્યકર નિરાલી શ્યાનીએ 5 વર્ષથી નિરાધાર અને નિઃસહાય લોકોની સારવાર સાથે સ્વચ્છ અને સુઘડ જીવન આપવાનો સેવાયજ્ઞ શરૂ કર્યો છે. જેમાં અત્યાર સુધી તેઓએ 225 જેટલા નિરાધાર લોકોને રસ્તા પરથી ઉઠાવીને નવડાવી ધોવડાવી સારવાર કરાવી સેવાભાવી સંસ્થાઅોમાં અાશરો અપાવ્યો છે.

નિરાલી શ્યાનીની તસવીર
નિરાલી શ્યાનીની તસવીર

છેલ્લા પાંચ વર્ષથી તેઓએ વડોદરા, આણંદ અને અમદાવાદ સહિતના શહેરમાં જાહેર સ્થળોએ નિઃસહાય લોકોને મદદ કરે છે. નિરાલીએ કહ્યું હતું કે ત્રણ વર્ષ પહેલા આણંદમાં આકરા તાપમાં ગંદકીમાં સબડી રહેલી વૃદ્ધ મહિલાને જોઈને હૃદય દ્રવી ગયું હતું. મિત્રની મદદથી તેમને સ્વચ્છ કરીને હોસ્પિટલ પહોંચાડ્યા. આ અનુભવે અનોખો સંતોષ આપ્યો. એ પછી સતત આ કામ કરવાની પ્રેરણા અને હિંમત મળી. તેમની ઈચ્છા આ કામગીરીને વ્યાપક સ્તરે કરવાની છે.

અન્ય સમાચારો પણ છે...