તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મધુ શ્રીવાસ્તવ ગાયક બન્યા:ભાજપના વિવાદિત MLAએ નસવાડીમાં નિકાહ દરમિયાન સૂર રેલાવ્યા 'જીંદગી ઔર કુછ ભી નહીં તેરી મેરી કહાની હૈ, તુફાન કો આના હૈ, આકર ચલે જાના હૈ'

નસવાડી12 દિવસ પહેલા
છોટાઉદેપુર જિલ્લાના નસવાડીના નિકાહ દરમિયાન મધુ શ્રીવાસ્તવે ગીત ગાયું હતું
  • ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ગીત ગાતા હાજર લોકો આશ્ચર્યમાં મૂકાઇ ગયા હતા
  • મધુ શ્રીવાસ્તવે તાજેતરમાં જ મીડિયાકર્મીને ઠોકાવી દેવાની ધમકી આપતા વિવાદ થયો હતો

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્ર અને પુત્રીને ભાજપે ટિકિટ નહીં આપતા વિવાદ ઉભો થયો છે. આ વિવાદની વચ્ચે ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં નિકાહમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા. જ્યાં મધુ શ્રીવાસ્તવે 'એક પ્યાર કા નગમા હૈ મોજો કી રવાની હૈ. જીંદગી ઔર કુછ ભી નહીં તેરી મેરી કહાની હૈ, તુફાન કો આના હૈ, આકર ચલે જાના હૈ, બાદલ હૈ યે કુછ પલ કા છાકર ઢલ જાના હૈ, પરછાઈયાં રહ જાતી, રહ જાતી નિશાની હૈ, જીંદગી ઔર કુછ ભી નહીં તેરી મેરી કહાની હૈ....ગીત લલકાર્યું હતું.

મધુ શ્રીવાસ્તવે નસવાડીમાં નિકાહમાં હાજરી આપી
ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ વાઘોડિયાથી હસનભાઇ મન્સુરીના પુત્ર શહેજાદના નિકાહમાં નસવાડી મન્સુરી કોલોનીમાં આવ્યા હતા. નિકાહના વરઘોડાની શરૂઆતમાં પોતે બેન્ડમાં જાતે માઇક હાથમાં લઇને એક પ્યાર કા નગમા હે મોજો કી રવાની હે જીદંગી ઓર કુછ ભી નહી તેરી મેરી કહાની હે...ગીત ગાયું હતું અને હાજર જાનૈયાઓમાં આકર્ષણ બન્યા હતા.

મધુ શ્રીવાસ્તવે તાજેતરમાં જ મીડિયાકર્મીને ઠોકાવી દેવાની ધમકી આપતા વિવાદ થયો હતો
મધુ શ્રીવાસ્તવે તાજેતરમાં જ મીડિયાકર્મીને ઠોકાવી દેવાની ધમકી આપતા વિવાદ થયો હતો

મધુ શ્રીવાસ્તવના પુત્રનું અપક્ષનું ફોર્મ રદ્દ થયું હતું
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જિલ્લા પંચાયત કચેરી ખાતે મીડિયા કર્મીને ધમકી આપવાના કેસમાં વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ સામે પોલીસ કમિશનરને અરજી અપાઈ હતી. આ કેસની તપાસ ડીસીપી ક્રાઈમને સોંપાઈ છે. ઉલ્લેખનિય છે કે, ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના દીકરા દિપકે પાલિકાના વોર્ડ-15માં અપક્ષ ફોર્મ ભર્યું હતું. જોકે તેનું ફોર્મ 3 સંતાનના નિયમને કારણે રદ્દ થયું હતું. તે દિવસે મધુ શ્રીવાસ્તવ જિલ્લા પંચાયત ખાતે હાજર હતા.

ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ગીત ગાતા હાજર લોકો આશ્ચર્યમાં મૂકાઇ ગયા હતા
ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ગીત ગાતા હાજર લોકો આશ્ચર્યમાં મૂકાઇ ગયા હતા

મીડિયાકર્મીને ઠોકાવી દેવાની ધમકી આપી હતી
દરમિયાન ઈલેક્ટ્રોનિક મીડિયામાં મધુ શ્રીવાસ્તવનો ઈન્ટરવ્યુ ચાલી રહ્યો હતો. જેમાં કેમેરાની સામે મધુ શ્રીવાસ્તવે મીડિયા કર્મચારીને માણસને બોલાવીને તને ઠોકાવી દઈશ તેવી ધમકી ઉચ્ચારી હતી. જેના પગલે મીડિયા કર્મચારીને પોલીસ પ્રોટેક્શન પણ અપાયું હતું. બીજી તરફ મીડિયા કર્મીએ મધુ શ્રીવાસ્તવ વિરુદ્ધ પોલીસ કમિશનરને અરજી આપી હતી. જે ફરિયાદ સ્વરૂપે અપાયેલી અરજીની તપાસ ડીસીપી ક્રાઈમને સોંપાઈ છે. બીજી તરફ ડીસીપી ક્રાઈમ જયદિપસિંહ જાડેજા રજા પર હોવાથી તેમને હજુ આ અરજીની તપાસ તેમના તરફ કરાઈ છે તે અંગે જાણ નથી.

ભાજપના વિવાદિત MLAએ નસવાડીના નિકાહમાં સૂર રેલાવ્યા હતા
ભાજપના વિવાદિત MLAએ નસવાડીના નિકાહમાં સૂર રેલાવ્યા હતા
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

    વધુ વાંચો