આક્રોશ:પાણીના અપૂરતા પ્રેશર મુદ્દે વાડીની મહિલાઓનો મોરચો

વડોદરા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉનાળાના આરંભે જ પાણીનો કકળાટ શરૂ
  • સમસ્યા નહીં ઉકેલાય તો આંદોલનની ચીમકી

શહેરમાં ઉનાળો શરૂ થતાં પહેલાં જ પાણીનો કકળાટ શરૂ થઈ ગયો છે. વાડી વિસ્તારમાં પાણી પૂરતા પ્રેશરથી નહિ મળતું હોવાની ફરિયાદ સાથે ત્રાસેલા લોકો પાલિકા ખાતે પહોંચ્યા હતા અને ઉગ્ર રજૂઆત કરી હતી.શહેરમાં ઉનાળાની શરૂઆત થતાં જ પીવાના પાણીનો કકળાટ શરૂ થઈ ગયો છે. અનેક વિસ્તારમાં ઓછા પ્રેશરથી અને દૂષિત પાણી આવતું હોવાની બૂમો છાશવારે ઊભી થતી રહે છે. શહેરના વાડી વ્હોરાવાડ વિસ્તારમાં પાણી અપૂરતા પ્રેશરથી આવતું હોવાની અનેક ફરિયાદો ઊઠી છે.

વાડી વ્હોરાવાડની મહિલાઓ શુક્રવારના રોજ મોરચા સ્વરૂપે પાલિકા ખાતે પહોંચી હતી. તેઓએ તંત્ર સામે આક્રોશ ઠાલવી વિસ્તારમાં પૂરતા પ્રેશરથી પાણી મળી રહે તે માટે રજૂઆત કરી હતી. મહિલાઓએ પાણીના દબાણની સમસ્યા નહીં ઉકેલાય તો ઉગ્ર આંદોલનની ચીમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...