તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આત્મહત્યા:વાડીના રિક્ષાચાલકનો દોરી વડે ફાંસો ખાઈને આપઘાત

વડોદરા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બપોરના સમયે ઘરે કોઈ નહતું ત્યારે પગલું ભર્યું

વાડી રંગમહાલમાં રહેતા આધેડ રિક્ષા ચાલકે તેમના મકાનમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. સાંજે ઘરે આવેલા પરિવારને બનાવની જાણ થતાં તેઓએ વાડી પોલીસને બનાવની માહિતી આપી હતી. પોલીસે મૃતદેહને સયાજી હોસ્પિટલમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

વાડી રંગમહાલ વિસ્તારમાં રહેતા 50 વર્ષના મનહરભાઈ પવાર રિક્ષા ચલાવતા હતા. પરિવારમાં પત્ની અને 2 પુત્રો છે, તેઓ પણ નોકરી કરે છે. ગુરુવારે ઘરે કોઈ ન હતું તે સમયે બપોરે તેઓ ઘરે આવ્યા હતા અને ગળેફાંસો ખાધો હતો. સાંજે પરિવારજનો આવતાં તેઓને બનાવની જાણ થઈ હતી. ઘટનાની જાણ થતાં વાડી પોલીસ સ્થળ પર દોડી આવી હતી. પોલીસે મૃતદેહને સયાજી હોસ્પિટલમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...