તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમાર મહોદયની ખાસ જાહેરાત:કોરોનામાં અનાથ થયેલાં બાળકોને VYO ફુલ સ્કેપ બુક્સ મફત આપશે

વડોદરા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દેશની એક માત્ર સંસ્થા VYOએ રૂ.7 કરોડના ખર્ચે 29 ઓક્સિજન પ્લાન્ટ ઊભા કર્યા

દેશની એક માત્ર સંસ્થા વલ્લભ યૂથ ઓર્ગેનાઈઝેશન (વીવાયઓ)એ કોરોના મહામારીમાં લોકોની વ્હારે આવીને રૂા.7 કરોડના ખર્ચે રાજ્યમાં કુલ 29 ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કર્યા છે.જેનાથી કોરોનાની ત્રીજી લહેર આવે તો સરકારને બળ પ્રાપ્ત થશે, તેમ સીએમ વિજય રૂપાણીએ જણાવ્યું હતું. બીજી તરફ માંજલપુર સ્થિત વ્રજધામ આધ્યાત્મિક સંકુલના ગાદીપતિ વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમાર મહોદયજીની પ્રેરણાથી વીવાયઓ દ્વારા કોરોનાકાળમાં અનાથ થયેલાં તમામ બાળકોને નિ:શુલ્ક ફુલ સ્કેપ બુક્સ આપવામાં આવશે.

વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમાર મહોદયજીની પ્રેરણાથી ગુજરાતમાં 25 દિવસમાં જ 29 ઓક્સિજન પ્લાન્ટનું વર્ચ્યૂઅલ લોકાર્પણ કરવામાં આવ્યું છે. જેના પગલે વીવાયઓના માધ્યમથી રાજ્યમાં માનવતાના ક્ષેત્રે એક ઈતિહાસ સર્જવામાં આવ્યો છે.

વીવાયઓના મેનેજિંગ ટ્રસ્ટી અશોકભાઈ શાહે જણાવ્યું હતું કે, અમદાવાદ ખાતે 9 ઓક્સિજન પ્લાન્ટના વર્ચ્યૂઅલ ઉદઘાટન પ્રસંગે વર્ચ્યૂઅલ ઉપસ્થિત રહેલા કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઈ શાહે પણ વ્રજરાજકુમાર મહારાજને તેમજ વીવાયઓ દ્વારા થતી માનવતાની સદપ્રવૃત્તિને બિરદાવી હતી. રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, વીવાયઓ દ્વારા ખૂબ જ સુંદર રાષ્ટ્રભક્તિ અને સમાજસેવાનાં કાર્યો થઈ રહ્યાં છે. આ સાથે જ તેઓ ભારતીય સંસ્કૃતિને વધુ લોકો સુધી પહોંચાડીને ગૌરવ વધારી રહ્યા છે.

તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, વ્રજરાજકુમાર મહારાજ પોતાના જીવનની પ્રત્યેક ક્ષણ જે રીતે ધર્મ, સમાજ અને રાષ્ટ્ર સેવા અર્થે લગાવી રહ્યા છે તે બદલ ગુજરાત રાજ્ય ગૌરવની લાગણી અનુભવે છે. વ્રજરાજકુમાર મહોદયે જણાવ્યું હતું કે, કોરોનાકાળમાં કેન્દ્ર-રાજ્ય સરકારે ખૂબ જ સરાહનીય કામગીરી કરી છે.

કોરોનામાં અનાથ થયેલાં બાળકો માટે વ્રજરાજકુમાર મહોદયે સંવેદના પ્રગટ કરીને જણાવ્યું હતું કે, સરકારે તેમને આર્થિક સહાય, શિક્ષણ સહાય અને આરોગ્ય સહાય કરી છે ત્યારે કોરોનાકાળમાં અનાથ થયેલાં તમામ બાળકોને વીવાયઓ દ્વારા નિ:શુલ્ક ફુલ સ્કેપ બુક્સ આપવામાં આવશે.

રાજ્યભરમાં ઓક્સિજન પ્લાન્ટ સ્થાપ્યા
વલ્લભ યૂથ ઓર્ગેનાઈઝેશન દ્વારા 3 જૂનના રોજ રૂા.2 કરોડના ખર્ચે કલાકે 10 હજાર લિટર ઓક્સિજનની ઉત્પાદન ક્ષમતા ધરાવતા 9 ઓક્સિજન પ્લાન્ટના લોકાર્પણનો કાર્યક્રમ રાખ્યો હતો. જેમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે વર્ચ્યૂઅલ રીતે હાજર રહી વલ્લભ યૂથ ઓર્ગેનાઇઝેશન દ્વારા રાજ્યમાં તિલકવાડા, સાગબારા, દસક્રોઇ, સોલા, કપડવંજ, કાલાવાડ, પોરબંદર, મહેસાણા અને ભાણવડમાં સ્થપાયેલા 9 ઓક્સિજન પ્લાન્ટનું વર્ચ્યૂઅલ લોકાર્પણ કર્યું હતું. જ્યારે મંજૂસર જીઆઈડીસીમાં રૂા.20 લાખના ખર્ચે 1 ટનનો ઓક્સિજનનો પ્લાન્ટ સમર્પિત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત 31 મેના રોજ બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા અને સી.આર.પાટીલની વર્ચ્યૂઅલ હાજરીમાં 9 ટનના ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...