તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ઈફેક્ટ:સ્કૂલોએ મનસ્વી રીતે ફી સ્ટ્રક્ચર જાહેર કર્યાના વીપીએના આક્ષેપ

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાને કારણે એફઆરસી દ્વારા હજુ ફી નક્કી નથી કરાઈ
  • વેકેશન હોવા છતાં 15 મે સુધીમાં પેન્ડિંગ ફી જમા કરવાની તાકીદ

કોરોનાના કારણે 2021-22ની ફી એફઆરસી નક્કી નહીં કરી શકતાં સ્કૂલોએ જાતે જ મનસ્વી રીતે ફી સ્ટ્રક્ચર જાહેર કર્યું હોવાના આક્ષેપ વડોદરા પેરેન્ટ્સ એસોસિયેશન દ્વારા કરાયા છે. વેકેશન હોવા છતાં પણ 15મી મે સુધીમાં પેન્ડિંગ ફી જમા કરવાની તાકીદ કરાઈ છે. કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થઈ છે. હાલમાં મિનિ લોકડાઉન ચાલી રહ્યું છે. લોકોના વેપાર-ધંધા ફરી પડી ભાગ્યા છે. બીજી તરફ દાયકા સુધી કરોડો કમાનાર ખાનગી સ્કૂલના સંચાલકો ફરી વાલીઓને ફીના બોજા હેઠળ દબાવવાની તૈયારી કરી દીધી છે.

એફઆરસી દ્વારા હજુ નવા વર્ષની ફી નક્કી કરાઈ નથી છતાં કેટલીક સ્કૂલો દ્વારા પોતાની રીતે નવું ફી સ્ટ્રક્ચર જાહેર કરાયું હોવાના આક્ષેપો વીપીએ દ્વારા કરાયા છે. વીપીએના પ્રમુખ કિશોર પીલ્લઈએ જણાવ્યું કે, સુપ્રીમ કોર્ટના વચગાળાના આદેશ પ્રમાણે નવું સ્ટ્રક્ચર જાહેર ન થાય ત્યાં સુધી છેલ્લે જાહેર કરેલી ફી પ્રમાણે જ ફી લેવાની હોય, પરંતુ સ્કૂલો મનમાની કરી રહી છે. વેકેશન હોવા છતાં 15મી સુધીમાં પેન્ડિંગ ફી ભરી જવા સૂચના અપાઈ છે.

ફી ન ભરનારને પરિણામ રોકવાની ચીમકી અપાઇ છે. સરકારે માસ પ્રમોશન આપ્યું છતાં પણ પરિણામ કેવી રીતે રોકી શકાય. શિક્ષણ વિભાગને ફરિયાદ કરાશે તથા ગત વર્ષની જેમ સ્કૂલોના ફી નહીં વધારવા તથા 25 ટકા રાહત આપવા માટેની માગણી પણ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...