તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મતદાન પૂર્ણ:બરોડા ડેરીની ચૂંટણીમાં 99.49 ટકા મતદાન થયું, કુલ 594 પૈકી 591 મતદારોએ મતદાન કર્યું, 3 મતદારના અવસાન થયા હોવાથી મત ન પડ્યા

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
વડોદરા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી મંડળીની ચૂંટણી માટે મતદાન શરૂ - Divya Bhaskar
વડોદરા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી મંડળીની ચૂંટણી માટે મતદાન શરૂ

વડોદરા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી મંડળી(બરોડા ડેરી)ની આજે 7 બેઠક માટેની ચૂંટણી માટે સવારે 9 વાગ્યાથી મતદાન શરૂ થયું હતું. બરોડા ડેરીની ચૂંટણીમાં 99.49 ટકા મતદાન થયું હતું. કુલ 594 પૈકી 591 મતદારોએ મતદાન કર્યું હતું, જ્યારે 3 મતદારનું અવસાન થયું હતું ત્યારે એક મતદારે ખુલ્લો મત આપતા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યએ વિરોધ નોંધાવ્યો હતો. મતદાનની શરૂઆત માં એક મતદારે ખુલ્લો મત મતપેટીમાં નાખવા જતા તેને રોકવામાં આવ્યો હતો.

જેની સામે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને બરોડા ડેરીના પૂર્વ પ્રમુખ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને મતદાનના નિયમ પ્રમાણે ખુલ્લી રીતે મત પેટીમાં નાખી શકાય નહીં, તેમ છતાં મતદારે કોઈના ઈશારે ખુલ્લો મત નાખ્યો હતો તેવો આક્ષેપ કર્યો હતો.

નિયમનો કોઈ ભંગ થયો નથીઃ ચૂંટણી અધિકારી
ભાજપના અગ્રણી અને પૂર્વ ધારાસભ્યએ જણાવ્યું હતું કે કોઈ નિયમનો ભંગ થયો નથી. મતપેટીમાં બંધ અને મતપત્રકને ગડી વાળીને જ મત નાખવામાં આવ્યો હતો, જ્યારે ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, મતદારને મત પત્રકની ગડી વાળવામાં મુશ્કેલી પડી હતી, તેથી તેની વ્યવસ્થિત ગડી વાળીને પછી મતદાન કરવામાં આવ્યું હતું, જેથી નિયમનો કોઈ ભંગ થયો નથી.

સવારે 9થી બપોરે 3 વાગ્યા સુધી મતદાન થયું
બરોડા ડેરીના નિયામક મંડળની આજે સવારે 9થી બપોરે 3 વાગ્યા સુધી ચૂંટણી યોજાઈ હતી. જેમાં કુલ 7 ઝોનના ઉમેદવારોને 594માંથી 591 મતદારોએ મતદાન કર્યું હતું. આ મતદાન બરોડા ડેરી સંકુલમાં જ થઈ હતું. ઉલ્લેખનીય છે કે, બરોડા ડેરીના 13 ઝોનમાંથી 6 ઝોનના ઉમેદવારો બિનહરીફ થતાં હવે 7 ઝોનમાં જ ચૂંટણી થઈ હતી.

વડોદરા, પાદરા, શિનોર-તિલકવાડા, સંખેડા, ડભોઈ, સાવલી અને ડેસર ઝોનની ચૂંટણી થઈ હતી
જેના માટે ચૂંટણી અધિકારી વિજય પટણી દ્વારા 18 ડિસેમ્બરના રોજ ફાઇનલ ઉમેદવારોની યાદી પણ બહાર પડાઈ હતી. સોમવારના રોજ વડોદરા, પાદરા, શિનોર-તિલકવાડા, સંખેડા, ડભોઈ, સાવલી અને ડેસર ઝોનની ચૂંટણી થઈ હતી. મતદાન બાદ મંગળવારના રોજ મત ગણતરી થશે, અને રિઝલ્ટ જાહેર કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો