• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Voting Begins For 9 Faculty Seats Of Senate Registered Graduate Category At MSU, Vadodara, Parents Come To Vote With 3 Month Old Baby

સેનેટની ચૂંટણી:વડોદરાની MSUમાં સેનેટની રજિસ્ટર્ડ ગ્રેજ્યુએટ કેટેગરીની 9 ફેકલ્ટીની બેઠકોની ચૂંટણી માટે 55.34 ટકા મતદાન થયું

વડોદરાએક મહિનો પહેલા
મતદાન દરમિયાન વિકલાંગો માટે વ્હિલચેરની વ્યવસ્થા કરાઇ હતી અને 3 મહિનાના બાળકને લઇને માતા-પિતા મતદાન કરવા પહોંચ્યા હતા
  • સૌથી ઓછુ મતદાન કોમર્સ ફેકલ્ટીમાં 46.44 ટકા
  • સૌથી વધુ મતદાન પર્ફોમિંગ આર્ટ્સમાં 73 ટકા થયું
  • કોમર્સમાં 14% અને ટેક્નોલોજી ફેકલ્ટીમાં 5% મતદાન ઘટ્યું

વડોદરાની એમ.એસ યુનિવર્સિટી (MSU)ની સેનેટના ચૂંટણી મહાસંગ્રામમાં રવિવારે રજિસ્ટર્ડ ગ્રેજયુએેટ કેટેગરીની 9 ફેકલ્ટીની બેઠક માટે સાંજે 5 વાગ્યે મતદાન પૂર્ણ થયું હતુ. જેમાં કુલ 55.34 ટકા મતદાન થયું છે. ચૂંટણી દરમિયાન 11616 મતદાતાઓમાંથી 6428 મતદારોએ મતદાન કર્યું હતું. આવતીકાલે મતગણતરી બાદ પરિણામ જાહેર કરવામાં આવશે,

ફેકલ્ટી વાઇઝ મતદાન

ફેકલ્ટીમતદાન
ફેમિલી એન્ડ કોમ્યુનિટી સાયન્સ51 ટકા
પર્ફોમિંગ આર્ટ્સ73 ટકા
ફાર્મસી66 ટકા
આર્ટ્સ69.85 ટકા
ફાઇન આર્ટ્સ49 ટકા
સોશિયલ વર્ક70.05 ટકા
લો63 ટકા
ટેક્નોલોજી એન્ડ એન્જિયનિરિંગ47.30 ટકા
કોમર્સ46.44 ટકા

હોબાળો થતાં પોલીસ દોડી ગઇ
હોમ સાયન્સ ફેકલ્ટીમાં હોબાળો થતાં પોલીસ તેમજ ચૂંટણી અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઉમેદવાર કપિલ જોશીએ મીડિયા સાથે વાત કરતાં યુનિવર્સિટીનાં સત્તાધિશો પર ગંભીર આક્ષેપ કર્યાં હતા. તેઓએ જણાવ્યું હતું કે, અહીં મતદાન મથકે ડિલિટેડ યાદી જ રાખવામાં આવી નથી. બુથ પર બેસેલા યુનિવર્સિટીનાં સત્તાધીશો પાસે અપડેટ ડિલિટેડ યાદી જે હોવી જોઇએ તે હતી જ નહીં. માટે મતદારોને કહેવામાં આવ્યું કે, તમારુ નામ અહીં ડિલીટ થઇ ગયુ છે. જો મતદારનું નામ અહીં ડિલીટ થયુ હોય તો બીજી જગ્યા પર ક્યાં નામ છે તેનું કોઇ માર્ગદર્શન આપવામાં આવ્યું નં હતું.આથી મતદારો હેરાન થયાનો આક્ષેપ ઉમેદવાર કપિલ જોશીએ કર્યો હતો.

ઉમેદવારે ફાફડા જલેબી જમીને જવાની જાહેરાત કરી
ફેકલ્ટી ઓફ સોશિયલ વર્કના ઉમેદવાર અર્જુને સ્ટેજ પરથી જાહેરાત કરી હતી કે, બધા ફાફડા જલેબી જમીને જજો. મતદાન દરમિયાન વિકલાંગો માટે વ્હિલચેર અને માસ્ક વિના આવતા લોકોને મફત માસ્ક વિતરણ કરવામાં આવી રહ્યું છે. ફેકલ્ટી ઓફ ફેમિલી એન્ડ કોમ્યુનિટી સાયન્સ ખાતે 3 મહિનાના બાળકને સાથે લઈને માતા-પિતા મત આપવા આવ્યા હતા. કોંગ્રેસના નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ (ભથ્થું) એ બુથની મુલાકાત લીધી હતી.

ફેકલ્ટી ઓફ સોશિયલ વર્કના ઉમેદવાર અર્જુને સ્ટેજ પરથી જાહેરાત કરી હતી કે, બધા ફાફડા જલેબી જમીને જજો
ફેકલ્ટી ઓફ સોશિયલ વર્કના ઉમેદવાર અર્જુને સ્ટેજ પરથી જાહેરાત કરી હતી કે, બધા ફાફડા જલેબી જમીને જજો

ભાજપ વિરૂદ્ધ ભાજપનો જ જંગ
અત્રે ઉલ્લેખનીય છે આ ચૂંટણીમાં વડોદરાના ઇતિહાસમાં પહેલીવાર ભાજપ કાર્યાલય ખાતેથી સેનેટની ચૂંટણીના સત્તાવાર ઉમેદવાર જાહેર કરાયા હતાં. જો કે આ ચૂંટણી જંગ ભાજપ વિરૂદ્ધ ભાજપનો જ બની ગયો છે. એક તરફ સેનેટ સિન્ડિકેટ સભ્ય જીગર ઇનામદાર સમર્થિત ઉમેદવારો છે. તો બીજી તરફ વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહ દ્વારા ભાજપ કાર્યાલય ખાતેથી સેનેટની ચૂંટણીના સત્તાવાર ઉમેદવારો છે. પહેલીવાર સીધો હસ્તક્ષેપ કરનાર ભાજપે વોર્ડ પ્રમુખ-કાઉન્સિલરો, સંગઠનને ઉતારી ચૂંટણી જીતવા એડીચોટીનું જોર લગાવ્યું છે. જયારે જીગર જૂથ રજિસ્ટ્રેશનના જોરે મેદાનમાં છે. ભાજપના માઇક્રોપ્લાનીંગમાં દરેક વોર્ડમાં કાર્યકરોને નક્કી કરેલા નામોની યાદી સોંપાઇ છે. બપોરે 2 વાગ્યા પછી જે મતદારોએ મતદાન નહીં કર્યું હોય તેમના ઘેર જઇને મતદાન કરવા લઇ જવાશે. પ્રથમ વાર બે ફેકલ્ટીઓ કોમર્સ અને ટેકનોલોજીમાં પ્રભારીની નિમણૂક કરવામાં આવી હતી. પ્રથમ વાર 100થી વધારે ખાનગી ગાડીઓનો ઉપયોગ મતદારો માટે કરવામાં આવ્યો હતો.

સવારે 11 વાગ્યાથી જ મતદારો મતદાન કરવા માટે પહોંચ્યા હતા.
સવારે 11 વાગ્યાથી જ મતદારો મતદાન કરવા માટે પહોંચ્યા હતા.

9 ફેકલ્ટીઓ માટે ચૂંટણી યોજાઇ
9 બેઠકો માટે 27 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ હતો. જેમાં કોમર્સ, આર્ટસ ,ટેકનોલોજી, હોમ સાયન્સ, ફાઇન આર્ટસ, પરર્ફોંમીગ આર્ટસ, સોશિયલ વર્ક, લો, ફામર્સી સહિત 9 ફેકલ્ટીઓ માટે ચૂંટણી યોજાઇ હતી.

ગ્રામ પંચાયતની ચૂંટણીથી ઓછું મતદાન
જીત પાક્કી છે ભાજપે જે ઉમેદવારોની જાહેરાત કરી છે તે તમામ જીતશે. ઓછું મતદાન થવા પાછળ ગ્રામ પંચાયતોની ચૂંટણી અને લગ્નો ના કારણ છે. રીપીટ થયેલા લોકો મતદાન કરવા આવ્યા નથી. નવા રજીસ્ટ્રેશન થયા હતા તેમણે ઉત્સાહથી મતદાન કર્યું છે.> ડો.વિજય શાહ, શહેર ભાજપ પ્રમુખ

ઓછું મતદાન થયું તે મનોમંથનનો વિષય છે
સેનેટની ચૂંટણીમાં ઓછું મતદાન થયું છે તે મનોમંથનનો વિષય છે આગામી ચૂંટણીઓમાં યુનિવર્સિટીમાં વધારે મતદાન થાય તે પ્રકારના પ્રયાસ થશે. ઓછા મતદાન વચ્ચે પણ ટીમ એસએસયુના તમામ ઉમેદવારો ચૂંટણી જીતશે. > જિગર ઇનામદાર, સિન્ડિકેટ સભ્ય

અન્ય સમાચારો પણ છે...