• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Voting Begins For 262 Gram Panchayat Elections In Vadodara, Villagers Of Vaddala In Chhotaudepur Boycott Elections Demanding Separate Panchayat

ગ્રામ પંચાયત ચૂંટણી:નર્મદા જિલ્લામાં 85 ટકા મતદાન અને છોટાઉદેપુરમાં 5 વાગ્યા સુધીમાં 65.95 ટકા મતદાન

વડોદરાએક મહિનો પહેલા
વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં શાંતિપૂર્ણ મતદાન પૂર્ણ થયું
  • વડોદરા જિલ્લામાં કુલ 27 ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઇ છે

વડોદરા જિલ્લામાં 260 ગ્રામ પંચાયતોમાં સરપંચ સહિત 1494 વોર્ડની સામાન્ય અને બે ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી આજે મતદાન થયું હતું. નર્મદામાં 85 % ટકા મતદાન થયું છે. વડોદરા જિલ્લામાં સાંજે 76.14 ટકા મતદાન થયું છે છોટાઉદેપુરમાં 5 વાગ્યા સુધીમાં 65.95 ટકા મતદાન થયું છે. સંતરામપુરમાં રાજ્યના મંત્રી કુબેર ડિંડોરે મતકુટીરમાંથી મતપેટીને બહાર મુકીને મતદાન કરતા વિવાદ ઉભો થયો હતો. સંતરામપુરના ભંડારા ગામમાં તેમણે મતદાન કર્યું હતું. પંચમહાલ જિલ્લામાં મોરવાહડફ તાલુકાના દેલોચ ગ્રામ પંચાયતમાં ઉમેદવારનું ચૂંટણી ચિહ્ન બદલાઇ જતા મતદાન રદ કરવામાં આવ્યું છે અને ચૂંટણી મોકૂફ રાખવામાં આવી છે.

યુવક પર ચાકુ વડે હુમલો
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના કરચિયા ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં યુવક પર ચાકુ વડે હુમલો થયો છે. યુવક સમીર અકબર સિસોદિયા પર મતદાન મથક પર જ ચાકુના 3 ઘા માર્યા હતા. ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે સાવલીની હોસ્પિટલમાં ખસેડાયો છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે.

મંત્રી કુબેર ડિંડોરે મતકુટીરમાંથી મતપેટીને બહાર મુકીને મતદાન કરતા વિવાદ ઉભો થયો હતો
મંત્રી કુબેર ડિંડોરે મતકુટીરમાંથી મતપેટીને બહાર મુકીને મતદાન કરતા વિવાદ ઉભો થયો હતો
વડદલાના ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કાર કર્યો છે
વડદલાના ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કાર કર્યો છે

1292 પોલીસ સ્ટાફની નિમણૂક
વડોદરા જિલ્લામાં ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં 576 મતદાન મથકો પર 2,21,222 પુરુષ અને 2,07,379 સ્ત્રી અને અન્ય એક મતદારો સહિત કુલ- 4,28,602 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. વડોદરા જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી કામગીરી માટે 68 ચૂંટણી અધિકારી,68 મદદનીશ ચૂંટણી અધિકારી, 3219 પોલિંગ સ્ટાફ અને કાયદો થતા વ્યવસ્થા જાળવવા માટે 1292 પોલીસ સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે. ચૂંટણી માટે 883 મત પેટીઓ ઉપયોગમાં લેવામાં આવી છે.

અલગ પંચાયતની માગ ન સંતોષાતાં ગ્રામજનો દ્વારા ચૂંટણી બહિષ્કાર કર્યો
અલગ પંચાયતની માગ ન સંતોષાતાં ગ્રામજનો દ્વારા ચૂંટણી બહિષ્કાર કર્યો

મત ગણતરી તા.21 ડિસેમ્બરે યોજાશે
ગ્રામ પંચાયત ચૂંટણીની મત ગણતરી તા.21 ડિસેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે. મત ગણતરી આઠ સ્થળોએ 27 હોલમાં થશે. આ માટે 668 મત ગણતરી સ્ટાફ, 464 પોલીસ સ્ટાફ, 65 આરોગ્ય કર્મીઓ સહિત 164 સેવકો ફરજ બજાવશે. એમ રાજ્ય ચૂંટણી આયોગના નોડલ અધિકારી અને નિવાસી અધિક કલેકટર કુલદીપસિંહ ઝાલાએ જણાવાયું હતું.

વડોદરા જિલ્લામાં કુલ 27 ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઇ છે
વડોદરા જિલ્લામાં કુલ 27 ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઇ છે

અલગ પંચાયતની માગ ન સંતોષાતા ચૂંટણી બહિષ્કાર
છોટાઉદેપુર જિલ્લાના સંખેડાની વાસણા ગ્રામ પંચાયતમાં બોડેલી તાલુકાના વડદલા ગામનો સમાવેશ કરાયો છે. આ ગામ બોડેલી તાલુકાનું છે. જેથી ગ્રામજનોમાં રોષની લાગણી ફેલાઈ છે. ગ્રામજનો દ્વારા અલગ પંચાયતની માગ કરવામાં આવી છે. અલગ પંચાયતની માંગણી ન સંતોષાતા ગ્રામજનો દ્વારા ચૂંટણી બહિષ્કારનું એલાન અપાયું છે અને એને પગલે આજે ગ્રામજનો દ્વારા મતદાનના દિવસે મતદાનથી દૂર રહી ચૂંટણી બહિષ્કાર કર્યો છે અને ગામમાં આ અંગેના બેનરો લગાડ્યા છે અને સૂત્રોચ્ચારો કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.

સવારે 7 કલાકથી સાંજના 6 કલાક સુધી ચાલશે
સવારે 7 કલાકથી સાંજના 6 કલાક સુધી ચાલશે
વડોદરા જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીનું મતદાન બેલેટ પેપરથી થઇ રહ્યું છે
વડોદરા જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીનું મતદાન બેલેટ પેપરથી થઇ રહ્યું છે
અન્ય સમાચારો પણ છે...