તસ્કરી:કચ્છ-ભૂજ ફરવા ગયેલા પરિવારના ઘરમાંથી 1.58 લાખની મતા ચોરાઇ

વડોદરા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ગોરવા-ગોત્રીમાં ચોરીના બે બનાવમાં અઢી લાખની ચોરી
  • અમદાવાદ ગયેલા રહીશના ઘરમાંથી 1 લાખની તસ્કરી

શહેરના ગોરવા અને ગોત્રી વિસ્તારમાં રહેતા બે પરિવારો બહારગામ ગયા હતા. દરમિયાન તેમના બંધ ઘરમાં ત્રાટકેલા તસ્કરો રૂા.2.58 લાખની મતા ચોરી ફરાર થઇ ગયા હતા.ગોરવામાં નવજ્યોત સોસાયટીમાં રહેતા ભરત હિંમતલાલ વાંઢેર 6ઠ્ઠી નવેમ્બરના રોજ પરિવાર સાથે કચ્છ-ભૂજ ખાતે પ્રવાસે ગયા હતા. દરમિયાન તેમના પર 8મીના સવારે પાડોશી વૈશાલીબેનને ફોન આવ્યો હતો કે, મકાનની જાળીનો નકૂચો તૂટેલો છે અને દરવાજો ખુલ્લો છે. તેઓએ 8મીની રાત્રે ઘેર પહોંચી તપાસ કરતાં તિજોરીઓ ખુલ્લી હતી અને રોકડા રૂા.55 હજાર અને સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂા.1.58 લાખની મતા ગાયબ હતી.

આ સંબંધમાં ગોરવા પોલીસે તપાસ હાથ ધરી છે.અન્ય બનાવમાં દવા બનાવતી ખાનગી કંપનીમાં સેફ્ટી ઓફિસર તરીકે ફરજ બજાવતા દર્શન પ્રહ્લાદભાઈ સુથાર (ધૂપછાંવ સોસાયટી, દિવાળીપુરા) પરિવાર સાથે 5મી નવેમ્બરના રોજ અમદાવાદ ખાતે ગયા હતા. તેઓ પરત આવ્યા ત્યારે જણાયું હતું કે, તેમના ઘરનું તાળું અને નકૂચો તૂટેલાં હતાં અને ઘરમાંથી રોકડા રૂા.23 હજાર સહિત કુલ 1 લાખની મતા ગાયબ હતી. દર્શન સુથારે આ અંગે ગોત્રી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. છેલ્લા કેટલાક સમયથી ગોત્રી વિસ્તારમાં અછોડાતોડો પોલીસ માટે પડકાર બન્યા છે ત્યારે હવે ઘરફોડિયા પણ મેદાનમાં આવતાં પોલીસની દોડાદોડી વધી ગઇ છે.

અન્ય સમાચારો પણ છે...