ક્રોસ વેરિફિકેશન:મતદારોનું દર કલાકે ભાજપ કાર્યાલયથી મોનિટરિંગ કરાશે

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શામ- દામ- દંડની નીતી : યાદીનું સતત ક્રોસ વેરિફિકેશન કરાશે

ભાજપ દ્વારા સેનેટની ચૂંટણીને પ્રતિષ્ઠાનો જંગ બનાવી દીધો છે. જેમાં વિધાનસભા,કોર્પોરેશન કે લોકસભાની ચૂંટણી હોય તે પ્રકારની રણનિતી અપનાવવામાં આવી છે. પ્રથમ વાર ભાજપે કોમર્સ અને ટેકનોલોજી ફેકલ્ટી માટે બે પ્રભારીઓની નિમણૂક કરી છે. જેમાં કોમર્સની જવાબદારી એબીવીબીના મૌલિક દેસાઇને તથા ટેકનોલોજીની જવાબદારી મહામંત્રી અશોક ચોધરીને સોંપવામાં આવી છે.

શહેરના તમામ વોર્ડ મળીને 9 ફેકલ્ટી પ્રમાણે 250 કાર્યકરોને મતદાનની જવાબદારી સોંપવામાં આવી છે. દરેક વોર્ડમાં 8 થી 10 કાર્યકરોને મતદારોની યાદી અપાઇ છે. મતદાનની શરૂઆતમાં તમામને ફોન કરીને મતદાન માટે બોલાવાશે. બુથમાં બેસેલા ભાજપના કાર્યકરો કોણે મતદાન કર્યું છે તેની જાણકારી લીસ્ટની અદલાબદલી કરીને આપશે.

જેના આધારે જે પણ મતદારોએ મતદાન નહિ કર્યું હોય તેવા મતદારોને વોર્ડ પ્રમાણે 2 વાગ્યા પછી ઘરે જઇને મતદાન કરવા માટે લાવવાની જવાબદારી સોંપવામાં આવી છે. જેનું ભાજપ કાર્યાલય ખાતેથી સેન્ટ્રલી મોનિટરીંગ કરાશે.

અન્ય સમાચારો પણ છે...