તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પાલિકાની ચૂંટણીમાં ફેરણી કરનાર ભાજપના ઉમેદવારોને મતદારોના પ્રશ્નોના જવાબ આપતા ફાંફાં પડી રહ્યા છે. અગાઉના કોર્પોરેટરોઅે નહીં કરેલા કામનો રોષ નવા ઉમેદવારો પણ ઠલવાઇ રહ્યો છે. વોર્ડ નં 5, વોર્ડ 13 અને વોર્ડ 18ના માંજલપુર વિસ્તારમાં ભાજપના ઉમેદવારો પાસે નાગરિકોએ આક્રોશ ઠાલવ્યો હતો. અાનંદપુરામાં મતદારો ઉમેદવારોને ફરી વળ્યા હતા અને રોષ વ્યકત કર્યો હતો કે તમારી વાત બધી બહુ થઇ ગઇ, અમારી સાંભળો, તમે કશું કરતા નથી. ઉમેદવારોઅે કાર્ડ અાપતા સંભળાવ્યું હતું કે જીતીને અાવશો પછી ફોન ઉઠાવશો ખરા!
બાવચાવાડ, વૉર્ડ નં.5 : પાણી પૂરતા પ્રેશરથી આવતું નથી, સફાઇ પણ નથી થતી
બાવચાવાડમાં ભાજપના ઉમેદવારો ફેરણી કરવા ત્યાં ગયા હતા.સ્થા નિક રહીશોએ પાણી બરાબર આવતું નહીં હોવાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો અને પૂરતું પ્રેશર પણ નથી તેવી હૈયાવરાળ ઠાલવી હતી. એટલું જ નહીં વિસ્તારમાં ગંદકીની સફાઇ પણ થતી નથી અને સ્માર્ટ સિટીની વાત થાય છે તેમ કહીને સ્મશાનગૃહમાં પાવતી આપતા નથી તેવી સમસ્યા વર્ણવી હતી. ભાજપના ઉમેદવારોની પેનલ એ આ સમસ્યાઓ સાંભળી હતી અને તેમની રજૂઆતમાં કંઈક નિરાકરણ આવશે તેવી હૈયાધારણ આપી હતી.
કોઠી આંનદપુરા, વૉર્ડ નં.13 : રોડ ઊંચા થઇ ગયા, અગાઉ જીત્યા હતા તે તો દેખાતા નથી
વોર્ડ નંબર 13માં ભાજપના ઉમેદવારો આનંદપુરામાં પહોંચ્યા હતા જ્યાં સ્થાનિક મતદારોએ ઉમેદવારો સામે આક્રોશ ઠાલવ્યો હતો અને જે ઉમેદવાર અગાઉ જીત્યા હતા તે તો દેખાતા જ નથી અને કોઇ આવતું જ નથી તેવો સવાલ પણ કર્યો હતો. આ વિસ્તારમાં રોડ ઊંચા થઇ ગયા હોવાની પણ ફરિયાદો કરવામાં આવી હતી.જોકે ઉમેદવારોએ અમે નવા છે તેવો જવાબ આપ્યો હતો.
માંજલપુર, વૉર્ડ નં.18 : પાણી જોડાણ કાયદેસર કરવા પૈસા ભર્યા પછી કંઇ પણ ન થયું
માંજલપુર વિસ્તારમાં અાવેલી વસાહતોમાં ચૂંટણી પ્રચારની ફેરણી માટે ભાજપના ઉમેદવારો ગયા હતા. જ્યાં સ્થાનિક રહીશોએ પ્રાથમિક સુવિધાનો અભાવ હોવાના મુદ્દે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને ખાસ કરીને પીવાના પાણીની ફરિયાદો કરી હતી, એટલું જ નહીં નળ કનેક્શન કાયદેસર કરી આપવા માટે પાલિકામાં નાણાં ચૂકવી હોવા છતાં હજી સુધી કોઇ કાર્યવાહી થઇ નથી તેવો ઉભરો ઠાલવ્યો હતો. જોકે, ભાજપના ઉમેદવારોએ થઈ જશે તેવી ઉતાવળમાં વાતો કરી ત્યાંથી રવાના થવાનું મુનાસીબ સમજ્યું હતું.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.