તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Volunteers Of Swaminarayan Temple In Vadodara Deliver Free Tiffs To 300 Patients Of Corona Every Day, Serving Young Men And Women Leaving Their Jobs.

મહામારીમાં સેવાની સરવાણી:વડોદરામાં સ્વામિનારાયણ મંદિરના સ્વયંસેવકો રોજ કોરોનાના 300 દર્દીઓને નિઃશુલ્ક ટિફિટ પહોંચાડે છે, નોકરી-ધંધા પડતા મૂકીને યુવક-યુવતીઓ સેવા આપે છે

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
વડોદરામાં માંજલપુર, હરણી રોડ, મકરપુરા અને તરસાલી જેવા વિસ્તારમાં કોરોનાના દર્દીઓને ટિફિટ પહોંચાડવામાં આવે છે - Divya Bhaskar
વડોદરામાં માંજલપુર, હરણી રોડ, મકરપુરા અને તરસાલી જેવા વિસ્તારમાં કોરોનાના દર્દીઓને ટિફિટ પહોંચાડવામાં આવે છે
  • માંજલપુર, હરણી રોડ, મકરપુરા અને તરસાલી જેવા વિસ્તારમાં કોરોનાના દર્દીઓને ટિફિટ પહોંચાડવામાં આવે છે
  • શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ દ્વારા 27 હજાર દર્દીઓને ટિફિટ પહોંચાડવનો સંકલ્પ લેવામાં આવ્યો છે

કોરોના મહામારીના કપરા કાળમાં ધર્મસ્થાનો પણ સેવા માટે આગળ આવી રહ્યા છે, ત્યારે વડોદરા શહેરમાં શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામના સ્વંયસેવકો દ્વારા હોમ ક્વોન્ટીન થયેલા કોરોના 300 દર્દીઓને નિઃશુલ્ક ટિફિટ પહોંચાડે છે. શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ દ્વારા 27 હજાર દર્દીઓને ટિફિટ પહોંચાડવનો સંકલ્પ લેવામાં આવ્યો છે.

દરરોજ બપોરે અને સાંજે 300 ટિફિનની સેવા પૂરી પાડે છે
વડોદરાના વાઘોડિયા ડભોઇ રિંગ રોડ ગુરુકુળ સર્કલ પાસે આવેલા સ્વામિનારાયણ મંદિરના ગુરુજીની આજ્ઞાથી સંતો ભક્તો અને યુવાનોના અથાક મહેનતથી હોમ ક્વોરન્ટીન થયેલ સિનિયર સિટીઝન, બાળકો અને માતાઓને ટિફિટ પહોંચાડવાની સેવની શરૂઆત કરવામાં આવી છે. જે લોકો કોરોનાની બીમારી દરમિયાન ભોજન બનાવવામાં અસમર્થ હોય છે, તેવા લોકો આ સેવાનો લાભ લઇ રહ્યા છે. વાઘોડિયા રોડ, માંજલપુર, હરણી રોડ, મકરપુરા અને તરસાલી જેવા વિસ્તારમાં દરરોજ બપોરે અને સાંજે 300 ટિફિનની સેવા પૂરી પાડવામાં આવે છે..જેમાં સવારથી સત્સંગી માતાઓ ભક્તો દ્વારા શુદ્ધ અને સાત્વિક અને દર્દીઓ માટે પૌષ્ટિક ભોજન બનાવવામાં આવે છે. પરમાત્માને ભોગ ધરાવીને ભોજન ડિસ્પોઝેબલ ડિશમાં પેક કરવામાં આવે છે.

શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ દ્વારા 27 હજાર દર્દીઓને ટિફિટ પહોંચાડવનો સંકલ્પ લેવામાં આવ્યો છે
શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ દ્વારા 27 હજાર દર્દીઓને ટિફિટ પહોંચાડવનો સંકલ્પ લેવામાં આવ્યો છે

સંતો જાતે સેવા કાર્યમાં જોડાઇને પ્રેરણા સ્ત્રોત બન્યા
યુવાન દિકરા અને દીકરીઓ શિક્ષક અને પોતાના ઘરના વ્યવસાય પડતા મૂકીને પોતાનો માનવ ધર્મ નિભાવવા માટે ઘરે-ઘરે ટિફિન આપવા માટે જાતે જાય છે. દુઃખી જનની વિષે દયાવાન થવું એ ભગવાન સ્વામિનારાયણના કંડારેલા માર્ગ ઉપર આજે સંતો જાતે સેવા કાર્યમાં જોડાઇને બીજાના પ્રેરણા સ્ત્રોત બની અને આ સેવા કાર્યને આગળ વધારી રહ્યા છે.

સત્સંગી માતાઓ ભક્તો દ્વારા શુદ્ધ અને સાત્વિક અને દર્દીઓ માટે પૌષ્ટિક ભોજન બનાવવામાં આવે છે
સત્સંગી માતાઓ ભક્તો દ્વારા શુદ્ધ અને સાત્વિક અને દર્દીઓ માટે પૌષ્ટિક ભોજન બનાવવામાં આવે છે

લોયાધામ પરિવાર તથા અન્ય ધર્મપ્રેમી ભક્તોનો આર્થિક સહયોગ મળ્યો
જન સેવા એ પ્રભુસેવા એવા નાદ સાથે દર્શનવલ્લભ સ્વામીની નજરમાં ચાલતા નિ:શુલ્ક ટિફિન સેવા માટે લોયાધામ પરિવાર તથા અન્ય ધર્મપ્રેમી ભક્તો દ્વારા આર્થિક સહયોગ પણ મળી રહ્યો છે. ધર્મ કે જાતિના બાદ્ય વિના આ નિ:શુલ્ક ટિફિન સેવા બધાને જ મળી રહી છે .આજ ભવ્ય ભારત ની ધર્મ પરંપરાના દર્શન શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ વડોદરાના પટાંગણમાં થઈ રહ્યા છે. મંદિરનો સર્વજન માટે એક સંદેશો છે કે, માનવ છો તો માનવને કામ આવજો.

ભગવાન સ્વામિનારાયણના કંડારેલા માર્ગ ઉપર આજે સંતો જાતે સેવા કાર્યમાં જોડાઇને બીજાના પ્રેરણા સ્ત્રોત બની અને આ સેવા કાર્યને આગળ વધારી રહ્યા છે
ભગવાન સ્વામિનારાયણના કંડારેલા માર્ગ ઉપર આજે સંતો જાતે સેવા કાર્યમાં જોડાઇને બીજાના પ્રેરણા સ્ત્રોત બની અને આ સેવા કાર્યને આગળ વધારી રહ્યા છે
શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામના સ્વંયસેવકો દ્વારા હોમ ક્વોન્ટીન થયેલા કોરોના 300 દર્દીઓને નિઃશુલ્ક ટિફિટ પહોંચાડે છે.
શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામના સ્વંયસેવકો દ્વારા હોમ ક્વોન્ટીન થયેલા કોરોના 300 દર્દીઓને નિઃશુલ્ક ટિફિટ પહોંચાડે છે.
પરમાત્માને ભોગ ધરાવીને ભોજન ડિસ્પોઝેબલ ડિશમાં પેકકરવામાં આવે છે
પરમાત્માને ભોગ ધરાવીને ભોજન ડિસ્પોઝેબલ ડિશમાં પેકકરવામાં આવે છે
અન્ય સમાચારો પણ છે...