વોકેશનલ અભ્યાસક્રમ પર ભાર મૂકવામાં આવ્યા:નવા સત્રથી ધો.9માં વોકેશનલ વિષયનો સમાવેશ કરી દેવાશે

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શાળાઓએ 67 કોર્સમાંથી વિષયની પસંદગી કરવાની રહેશે
  • ધો.9માં 40 કે તેથી વધુ વિદ્યાર્થી ધરાવતી શાળાઓની યાદી તૈયાર

નવા સત્રથી ધોરણ 9માં વોકેશનલ વિષય પણ સામેલ કરવામાં આવ્યો છે. 67 જેટલા વોકેશનલ કોર્સમાંથી જે વિષય પસંદગી શાળાઓએ કરવાની રહેશે.સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત વોકેશનલ વિષયો શરૂ કરાયા હતા. નવી શિક્ષણ નિતિ અંતર્ગત હવે વોકેશનલ અભ્યાસક્રમ પર ભાર મૂકવામાં આવ્યા છે. આગામી નવા શૈક્ષણિક વર્ષથી ધોરણ 9ની શાળામાં વોકેશનલ વિષયોનો અભ્યાસ કરાવવામાં આવશે. 2017માં વોકેશનલ કોર્સની શરૂઆત કરવામાં આવી હતી.

જેમાં અમુક જિલ્લાઓની શાળાઓમાં જ વોકેશનલ કોર્સ શરૂ કરાયા હતા. રાજયની શાળાઓ માટે 67 જેટલા વોકેશનલ વિષયો તૈયાર કરવામાં આવ્યા છે. જેથી આ વિષયો જે પણ શાળાઓ શરૂ કરવા માંગતી હોય તેના દ્વારા દરખાસ્ત કરી શકાશે.

ધોરણ 9માં 40 કે તેનાથી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી શાળાઓની યાદી પણ તૈયાર કરાઇ છે. જેને ધ્યાનમાં રાખીને ધોરણ 9માં ઓછામાં ઓછું 40 બાળકોનું નામાંકન છે, તેવા વિદ્યાર્થીઓવાળી શાળાઓના આચાર્યોને વોકેશનલ એજયુકેશનની ગાઇડ૰લાઇન મોકલવાની સૂચનાઓ આપવામાં આવી છે.

શાળાઓ દ્વારા 18 જાન્યુઆરી સુધીમાં દરખાસ્ત મંગાવવામાં આવી છે. અત્યારે પણ શાળાઓમાં વોકેશનલ અભ્યાસક્રમ ચલાવવામાં આવી રહ્યો છે. આગામી સમયમાં દરેક શાળાઓમાં વોકેશનલ અભ્યાસક્રમનો અભ્યાસ કરાવવામાં આવશે. જેને પગલે વિદ્યાર્થીઓને ભણતર સાથે અન્ય જ્ઞાન પણ પ્રાપ્ત થશે.

અન્ય સમાચારો પણ છે...