તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરાના વોર્ડ નં-1નો ગ્રાઉન્ડ રિપોર્ટ:મુખ્ય રસ્તાઓ સારા બન્યા, પણ ઊભરાતી ગટરલાઇનો અને પીવાના પાણીની સમસ્યાથી લોકો ત્રસ્ત, ટેન્કરોથી પાણી મગાવવું પડે છે

વડોદરા25 દિવસ પહેલાલેખક: જીતુ પંડ્યા
 • વોર્ડ નં-1માં નવાયાર્ડ, ટી.પી.-13, છાણી રોડ, છાણી જકાતનાકા, છાણી ગામ સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે
 • છાણી વિસ્તારના મુખ્ય રસ્તાઓ સારા બની ગયા છે, તળાવનું બ્યૂટિફિકેશન પણ થયું છે
 • પીવાનું અપૂરતું-દૂષિત પાણી અને ડ્રેનેજલાઇન ઊભરાવાની સમસ્યાઓ દૂર કરવાની જરૂરિયાત છે
 • છાણીમાં ગાર્ડનની સંખ્યા ઓછી છે, જેથી વધુ ગાર્ડન બનાવવાની જરૂરિયાત છે

વોર્ડ નંબર-1 વડોદરાનું પ્રવેશદ્વાર છે. અમદાવાદ તરફથી આવતા પ્રથમ છાણી ગામનો વડોદરા મહાનગરપાલિકામાં સમાવેશ થતાં એનો ઝડપથી વિકાસ થયો છે. રસ્તા, પાણી, સ્ટ્રીટ લાઇટ, તળાવોનું બ્યૂટિફિકેશન જેવી સુવિધાઓથી સજ્જ થયું છે. વડોદરામાં વોર્ડ નં-1માં નવાયાર્ડ, ટી.પી. 13, છાણી રોડ, મારુતિધામ ડુપ્લેક્સ, છાણી જકાતનાકા, છાણી ગામ સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે. આ વિસ્તારમાં મુખ્યત્વે પાણી અને રસ્તાની સમસ્યા છે.

છાણીમાં ઓછા પ્રેશરથી દૂષિત પાણી આવે છે
પાણી માટે વિસ્તારના રહીશોને અવાર-નવાર કોર્પોરેશન સામે મોરચો કાઢવાની નોબત આવે છે. આ વિસ્તારમાં ઓછા પ્રેશરથી દૂષિત પાણી આવે છે. કચરાના ઢગલાઓનો સમયસર નિકાલ ન કરવાના કારણે દુર્ગંધ ફેલાતી હોય છે. કચરાના ઢગલાઓની આસપાસમાં રહેતા લોકોને રહેવું મુશ્કેલ થઇ ગયું છે. જોકે જ્યાં કચરાઓના ઢગલા થતા હતા એ જગ્યાએ ફૂટપાથો બની જતાં એ પડી રહેવાની સમસ્યા મહદંશે દૂર થઇ છે.

પાણીના વિકટ પ્રશ્ને લોકોને મોરચા કાઢવા પડે છે
સ્થાનિક રહેવાસી સુનીલ પરમારે જણાવ્યું હતું કે અમારા વિસ્તારમાં પીવાના પાણીની વિકટ સમસ્યા છે. છેલ્લાં 5 વર્ષ દરમિયાન પાણીના પ્રશ્ને અનેક વખત મોરચો લઇને પાલિકાની વોર્ડ ઓફિસમાં જવાની ફરજ પડી હતી. પાલિકાની ઓફિસમાં જઇને માટલાં પણ ફોડ્યાં હતાં. આ ઉપરાંત વિસ્તારમાં સારા રસ્તા નથી. મુખ્ય રસ્તાઓ સારા છે, પરંતુ આંતરિક રસ્તાઓ ખખડધજ થઇ ગયા છે. રસ્તા માટે પણ તંત્રમાં અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ તંત્ર દ્વારા કોઇ કામગીરી કરવામાં આવતી નથી. કાઉન્સેલરોની મુદત પૂરી થવા આવી ત્યારે મુખ્ય રસ્તાઓ બનાવવામાં આવ્યા હતા. કચરાનો નિકાલ સમયસર શરૂ થયો હતો, પરંતુ આંતરિક રસ્તાઓની સ્થિતિ જૈસે થે છે.

દૂષિત પાણી પીવાથી રોગચાળાની સતત દહેશત રહે છે
સ્થાનિક નિઝામ પઠાણે જણાવ્યું હતું કે અમારા વિસ્તારમાં પાણી આવે છે, પરંતુ પૂરતા પ્રેશરથી પાણી આવતું નથી. પરિણામે, લોકોને ખાનગી ટેન્કરો દ્વારા પાણી મગાવવું પડે છે. પાણીવેરો ભરવા છતાં પૂરતા પ્રેશરથી પાણી મળતું નથી અને મહત્ત્વની બાબત એ છે કે જે પાણી મળે છે એ પણ દૂષિત મળે છે. દૂષિત પાણી પીવાથી રોગચાળાની સતત દહેશત રહે છે. નવાયાર્ડ વિસ્તારમાં આંતરિક રસ્તાઓના કોઇ ઠેકાણા નથી. બારે માસ ચોમાસા જેવું લાગે છે. કોઇ જગ્યાએ પાણી લીકેજ થતું હોય છે તો કોઇ જગ્યાએ ડ્રેનેજલાઇન ઊભરાતી હોય છે, જેને કારણે રસ્તાઓ ઉપર પાણી ભરાયેલાં છે અને બારે માસ ચોમાસા જેવો માહોલ લાગે છે.

અમારા વિસ્તારમાં છેલ્લાં 5 વર્ષમાં વિકાસ સારો થયો છે
સ્થાનિક અંગત યાદવે જણાવ્યું હતું કે અમારા વિસ્તારમાં છેલ્લાં 5 વર્ષમાં વિકાસ સારો થયો છે. રસ્તા સારા બની ગયા છે. જે વિસ્તારમાં ફૂટપાથો ન હતા ત્યાં એ બની ગયા છે, જેને કારણે ગંદકીનું પ્રમાણ ઓછું થયું છે. જે લોકો રસ્તા ઉપર કચરો નાખતા હતા, તેઓ ફૂટપાથ બની જવાથી હવે નાખતા નથી. ડોર ટુ ડોર કચરાની સુવિધાના કારણે લોકો કચરો કોર્પોરેશનની કચરો લેવા માટે આવતી ગાડીઓમાં નાખી રહ્યા છે. અમારા વિસ્તારમાં નવી સોસાયટીઓ બનવાને કારણે પણ અમારા વિસ્તારનો વિકાસ ઝડપથી થયો છે. ગાર્ડનની સંખ્યા ઓછી છે. વધુ ગાર્ડન બનાવવાની જરૂરિયાત છે. મહદંશે પાણીની સમસ્યા છે. ઓછા પ્રેશરથી પાણી મળી રહ્યું છે. લોકોને જરૂરિયાત મુજબનું પાણી મળતું નથી.

વોર્ડ નંબર-1ના મતદારોની સંખ્યા

પુરુષ -39146 સ્ત્રી -36182 અન્ય -3 કુલ - 75331

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો