તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Vadodara
 • VMC POll Ward No 7 Karelibagh Has A Swimming Pool garden But The Municipality Has Failed To Provide Basic Facilities Not Enough Drinking Water

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરાના વોર્ડ નં-7નો ગ્રાઉન્ડ રિપોર્ટ:કારેલીબાગમાં સ્વિમીંગ પુલ-ગાર્ડન બન્યા પણ પ્રાથમિક સુવિધાઓ આપવામાં પાલિકા નિષ્ફળ, પીવાનું પૂરતુ પાણી મળતુ નથી, ગટર લાઇનો ઉભરાય છે, ચૂંટણી બહિષ્કારની સ્થાનિકોની ચીમકી

વડોદરા22 દિવસ પહેલાલેખક: જીતુ પંડ્યા
 • કારેલીબાગમાં સોસાયટીઓના આંતરિક રસ્તાઓ, ગટર લાઇનો અને પાણીની મુખ્ય સમસ્યાઓ છે
 • સારા રસ્તા, ડ્રેનેજની લાઇનોની સમસ્યાઓ દૂર કરવી અને વરસાદી કાંસ બનાવવાની સ્થાનિકોની માંગ

વડોદરામાં ભદ્ર વિસ્તાર તરીકે ઓળખાતો કારેલીબાગ અને તેની આસપાસના વિસ્તારનો વોર્ડ નં-7માં સમાવેશ થાય છે. સ્વિમીંગ પુલ અને અંબાલાલ પાર્કના ગરબાથી જાણીતા કારેલીબાગ વિસ્તારના લોકોને પાણી વિના વલખા મારવા પડે છે. 60 વર્ષ જૂની સાધનાનગર સોસાયટીની પાછળના ભાગમાં આડેધડ કરાયેલા દબાણોમાં ચાલતી અસામાજિક પ્રવૃત્તિને બંધ કરાવવા માટે સિનિયર સિટીઝન તેમજ સામાજિક સંસ્થાના અગ્રણીઓને ધરણા ઉપર બેસવાનો વખત આવ્યો છે. આ ઉપરાંત વોર્ડ નં-7 ડ્રેનેજ અને વરસાદી કાંસની પણ મોટી સમસ્યા છે.

જૂની ડ્રેનેજ લાઇન હોવાના કારણે અવાર-નવાર ડ્રેનેજ લાઇનો ઉભરાય છે
વડોદરા શહેરના કારેલીબાગ સાધનાનગર સોસાયટીમાં રહેતા વિપીનભાઇ પાઠકે જણાવ્યું હતું કે, સાધનાનગર સોસાયટીમાં 60 વર્ષ જુની છે. જ્યારથી આ સોસાયટી બની છે ત્યારથી પાણીની લાઇન નાખવામાં આવી નથી. જૂની લાઇનના કારણે પાણીનું પ્રેશર ઓછું મળે છે. પૂરતા પ્રેશરથી પાણી મળતું ન હોવાથી વેચાતુ પાણી લાવવું પડે છે. આ ઉપરાંત અમારી સોસાયટીમાં ડ્રેનેજની પણ મોટી સમસ્યા છે. જૂની ડ્રેનેજ લાઇન હોવાના કારણે અવાર-નવાર ડ્રેનેજ લાઇનો ઉભરાય છે. ડ્રેનેજ લાઇનો ઉભરાવાના કારણે માથું ફાડી નાંખે તેવી દુર્ગંધ મારે છે. અમારી સોસાયટીની નજીકમાં બે સ્કૂલો આવેલી છે. જે સ્કૂલોના બાળકો અમારી સોસાયટીના કોમન પ્લોટમાં આવીને બેસે છે.

કોર્પોરેશનની ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, બાળકો આવીને બેસે તેનો વાંધો નથી, પરંતુ, તેઓ અશોભનીય હાલતમાં બેસે છે. કોમન પ્લોટની આસપાસ સ્ટ્રીટ લાઇટો નાંખવા માટે અનેક વખત સબંધિત વિભાગોને જાણ કરવામાં આવી છે, પરંતુ, તંત્ર દ્વારા ધ્યાન આપવામાં આવતું નથી. હાલમાં મોટો પ્રશ્ન અમારી સોસાયટી પાસે ગેરકાયદે દબાણો થયેલા છે. પાઇપો અને કચરાના ઢગલા પડ્યા છે. અહીં અસામાજિક પ્રવૃત્તિઓએ માઝા મૂકી છે. આ પ્રશ્ન હલ નહીં થાય તો આગામી કોર્પોરેશનની ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે.

રાજકીય વગ ધરાવતા લોકો દ્વારા મોટા પાયે દબાણો કરવામાં આવ્યા
સામાજિક કાર્યકર શોભાબહેન રાવલે જણાવ્યું હતું કે, સાધનાનગર સોસાયટીમાં મોટાભાગે સિનિયર સિટીઝન લોકો રહે છે. સોસાયટીની પાછળ રાજકીય વગ ધરાવતા લોકો દ્વારા મોટા પાયે દબાણો કરવામાં આવ્યા છે અને આ દબાણોના ઓથા હેઠળ અસમાજિક પ્રવૃત્તિઓ ચાલી રહી હોવાનો આક્ષેપ કર્યો છે. સ્થાનિક કાઉન્સિલરો, કોર્પોરેશન જવાબદાર અધિકારીઓ દ્વારા પ્લોટ ઉપર કરવામાં આવેલા દબાણો દૂર કરવામાં ન આવતા ન છૂટકે અમારે ગાંધીચિંધ્યો માર્ગ અપનાવવાની ફરજ પડી છે.

સારા રસ્તા અને ડ્રેનેજ લાઇનો લીકેજ ન થાય તેવી માગ
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, સોમવારે સોસાયટીના રહીશો સાથે ધરણાં કરવાની ફરજ પડી છે. કારેલીબાગ વિસ્તાર ભદ્ર વિસ્તાર કહેવાય છે, પરંતુ, અમારો વિસ્તાર પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. પાણી, રસ્તા, ડ્રેનેજ અને વરસાદી કાંસની જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં તંત્ર ધરાર નિષ્ફળ ગયું છે. કોર્પોરેશનની પ્રાથમિક જવાબદારી લોકોને શુદ્ધ અને પૂરતા પ્રેશરથી પાણી આપવાની છે. તેની સાથે સારા રસ્તા અને ડ્રેનેજ લાઇનો લીકેજ ન થાય તેની કાળજી રાખવાની હોય છે. પરંતુ, કોર્પોરેશનને મતે બ્રિજ, સ્વિમીંગ પુલ જેવી સુવિધાને વિકાસ ગણી રહ્યા છે. પરંતુ, જ્યાં સુધી લોકોને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં ન આવે અને પ્રજાના પ્રશ્નોનો નિકાલ ન આવે તો ધરણાં ઉપર બેસવું પડે, તે ગંભીર બાબત છે. સાધનાનગર સોસાયટીની પાછળના ભાગે કરવામાં આવેલા દબાણનો પ્રશ્ન હલ કરવામાં નહીં આવે તો ન છૂટકે અમારે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે.

ઓછા પ્રેશરથી પાણી આવતું હોવાથી લોકોને વેચાતુ પાણી લાવીને પીવું પડે છે
સિનિયર સિટીઝન દિપકભાઇ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, અમારી સોસાયટી 50થી 60 વર્ષ જૂની છે. આ સોસાયટીમાં વર્ષોથી પીવાના પાણીની લાઇન નાખવામાં આવેલી છે. વર્ષો પૂર્વે 3 ઇંચની પાણીની લાઇન નાખવામાં આવેલી છે. તેજ પાઇપ લાઇન દ્વારા પાણી આપવામાં આવે છે. જેના કારણે ઓછા પ્રેશરથી પાણી આવતું હોવાથી લોકોને વેચાતુ પાણી લાવીને પીવું પડે છે. અમારી સોસાયટી સહિત આસપાસના વિસ્તારના આંતરિક રોડ ખખડધજ થઇ ગયા છે.

ડ્રેનેજ લાઇનમાં અવાર-નવાર ભંગાણ સર્જાય છે
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, ડ્રેનેજ લાઇનમાં અવાર-નવાર ભંગાણ સર્જાય છે. કાંસ ઉપર લોકોએ ઝૂંપડા તેમજ ગેરકાયદે દબાણો કરી દીધા છે. વડોદરા મહાનગરપાલિકા પાણી, રસ્તા, ડ્રેનેજ જેવી પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં ધરાર નિષ્ફળ ગયું છે. અમારી સોસાયટી સહિત આસપાસની સોસાયટીઓમાં સ્ટ્રીટ લાઇનોની સુવિધા છે. જે સ્ટ્રીટ લાઇટો નાંખવામાં આવી છે, તેવી દીવા જેટલો પ્રકાશ આપી રહી છે. પૂરતી લાઇટ ન હોવાના કારણે રાત્રે સિનિયર સિટીઝનોને ફરવા નીકળવું જોખમ થઇ ગયું છે.

લોકોને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં ધરાર નિષ્ફળ પુરવાર થયું છે
આ ઉપરાંત કારેલીબાગ વિસ્તારના રહેવાસી જીગ્નેશભાઇ પટેલ, રાજુભાઇ દેસાઇ, ભરતભાઇ પંડ્યાએ જણાવ્યું હતું કે, કોર્પોરેશનની મુખ્ય જવાબદારી લોકોને શુદ્ધ અને પુરતા પ્રેશરથી તેમજ વધુ પાણી આપવાની, સારા રસ્તા, ડ્રેનેજની લાઇનોની સમસ્યાઓ દૂર કરવી અને વરસાદી કાંસ સારા બનાવવાની છે. કોર્પોરેશન દ્વારા બ્રિજ, ગાર્ડનો પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. પરંતુ, લોકોને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં ધરાર નિષ્ફળ પુરવાર થયું છે. કોર્પોરેશન દ્વારા ભલે બ્રિજ બનાવે, ગાર્ડનો બનાવે, સ્વિમીંગ પુલ જેવી સુવિધા પૂરી પાડે., પરંતુ, જો પ્રાથમિક સુવિધા આપી નશકતું હોય તો ગમે તેટલો વિકાસ અર્થ વગરનો છે. અમારા વિસ્તારમાં ખુલ્લા પ્લોટો અને વરસાદી કાંસો ઉપર મોટા પાયે દબાણો થઇ ગયા છે. દબાણોની ઓથમાં અસામાજિક પ્રવૃત્તિઓ ચાલી રહી છે. જો અમારો પ્રશ્ન હલ કરવામાં નહીં આવે તો આગામી કોર્પોરેશનની ચૂંટણીનો બહિષ્કાર કરતા ખચકાઇશું નહીં.

વોર્ડ નંબર-7ના મતદારોની સંખ્યા

પુરુષ -39,111 સ્ત્રી -38,440 અન્ય -4 કુલ - 77,555

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો