તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરાના વોર્ડ નં-2નો ગ્રાઉન્ડ રિપોર્ટ:પાયાની સુવિધાઓથી પ્રજા વંચિત, ઉભરાતી ગટરો અને દૂષિત પાણીની સમસ્યા યથાવત, વેરો ભરવા છતાં લોકોને પૈસા ખર્ચીને પાણી મંગાવવુ પડે છે

વડોદરાએક મહિનો પહેલાલેખક: જીતુ પંડ્યા
 • વડોદરાના વોર્ડ નં-2માં સમા અને ન્યૂ સમા વિસ્તારનો સમાવેશ થાય છે
 • અપૂરતુ પાણીનું પ્રેશર, દૂષિત પાણી, રસ્તા, ડ્રેનેજ અને વરસાદી કાંસની મુખ્ય સમસ્યાઓ છે

વડોદરા શહેરના વોર્ડ નં-2માં સમા અને ન્યૂ સમા વિસ્તારનો સમાવેશ થાય છે. વિશાળ સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ આ વિસ્તારમાં આવેલું છે, જેથી આ વિસ્તારની આગવી ઓળખ બની રહી છે, પરંતુ, સમા વિસ્તારમાં પાણી, રસ્તા અને ડ્રેનેજની મુખ્ય સમસ્યાઓ છે. સમા વિસ્તારમાંથી અનેક વખત પાણીના પ્રશ્ને મોરચા નીકળ્યા છે. આ વિસ્તારના રહીશોએ પાલિકાની વોર્ડ ઓફિસમાં જઇને માટલા ફોડ કાર્યક્રમો કર્યાં છે. તેમ છતાં તંત્ર દ્વારા પાણીની સમસ્યા હલ કરવામાં ધરાર નિષ્ફળ પુરવાર થયું છે. તેજ રીતે ડ્રેનેજ અને વરસાદી કાંસની પણ આ વિસ્તારની મુખ્ય સમસ્યા છે.

સમા વિસ્તારમાં પુરતા પ્રેશરથી પાણી મળતુ નથી
સમા વિસ્તારમાં રહેતા પપ્પુભાઇ સોલંકીએ જણાવ્યું હતું કે, સમગ્ર વડોદરા શહેરની સાથે વોર્ડ નં-2 એટલે કે, સમા વિસ્તારમાં પાણીની મુખ્ય સમસ્યા છે. દરેક ઘરમાં નળ છે. પરંતુ, પુરતા પ્રમાણમાં તો ઠીક જ્યારે પણ પાણી આવે છે, ત્યારે પુરતા પ્રેશરથી પાણી લોકોને મળતું નથી. જેમાં ખાસ કરીને વિસ્તારના સ્લમ વિસ્તારમાં તો પાણીની વિકટ સમસ્યા છે. ઉનાળામાં સ્લમ વિસ્તારમાં રોજની પાણીની ટેન્કરો મંગાવવી પડે છે. આ સાથે અન્ય સોસાયટી વિસ્તારના લોકોને પણ વેચાતુ પાણી લાવીને પીવું પડે છે. પાણીની સમસ્યાનો પ્રશ્ન હલ કરવા માટે અનેક વખત લોકો મોરચા લઇને પાલિકાની વોર્ડ ઓફિસમાં ગયા છે. પરંતુ, તંત્ર દ્વારા પાણીનો પ્રશ્ન હલ કરવામાં આવ્યો નથી.

ડ્રેનેજ ઉભરાવાની સમસ્યા બારમાસી થઇ ગઇ
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, વિસ્તારમાં ડ્રેનેજ ઉભરાવાની સમસ્યા બારમાસી થઇ ગઇ છે. કોઇને કોઇ વિસ્તારમાં ડ્રેનેજ લાઇનો ઉભરાતી જ રહે છે. લાઇનો બદલવાને બદલે સમારકામ કરવામાં આવે છે. રસ્તાઓની હાલત ખરાબ છે. આંતરીક વિસ્તારોમાં નવા રસ્તા બનાવવામાં આવ્યા નથી. માત્ર પેચવર્ક કરવામાં આવે છે. મુખ્ય રસ્તાઓ બનાવવામાં પણ વેઠ ઉતારવામાં આવ્યા છે.

લોકોને વેચાતુ પાણી લાવીને પીવાનો વખત આવ્યો છે
દિપ્તીબહેન મહેતાએ જણાવ્યું હતું કે, સમા વિસ્તારમાં આવેલા અભિલાષાથી કેનાલ રોડ ઉપર પાણીની સુવિધા નથી. પુરતા પ્રેશરથી પાણી આવતુ નથી. જે જગ્યાએ પાણી આવે છે તે જગ્યાએ દુષિત અને જીવાતવાળુ પાણી આવે છે. તો ક્યારેક દુર્ગંધ મારતુ પાણી આવે છે. લોકોને વેચાતુ પાણી લાવીને પીવાનો વખત આવ્યો છે. લોકો દ્વારા નિયમીત વેરો ભરવામાં આવે છે, પરંતુ, વેરાનું વળતર મળતું નથી. કમરતોડ પાણી વેરો વસુલ કરવામાં આવે છે. તે સામે પાણી પુરતા પ્રમાણમાં મળતું નથી.

પાણીની લાઇનો જૂની હોવાથી અવારનવાર લાઇનો લીકેજ થાય છે
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, પાણીની લાઇનો જૂની હોવાથી અવારનવાર પાણીની લાઇનો લીકેજ થઇ રહી છે. તેમ છતાં તંત્ર દ્વારા પાણીની નવી લાઇનો નાખવામાં આવતી નથી. આગામી આવી રહેલા ઉનાળા પૂર્વે પાણીનો પ્રશ્ન હલ નહીં થાય તો સમા વિસ્તારના લોકોને પાણી માટે વલખાં મારવાનો સમય આવશે.

કચરાના ઢગલાથી લોકો પરેશાન
પારસભાઇ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, સમા વિસ્તારમાં આવેલી કેનાલ પાછળ આવેલી સોસાયટીઓમાં સફાઇની ગાડીઓ નિયમીત આવતી નથી. જેના કારણે લોકો કેનાલ પાસે જ કચરાના ઢગલા કરી રહ્યા છે. વિસ્તારના રહીશોએ અનેક વખત કચરાની ગાડીઓ નિયમીત કરવા માટે રજૂઆત કરવામાં આવી છે. પરંતુ, કચરાની ગાડીઓ નિયમીત કરવામાં આવતી નથી. વર્ષોથી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ પાસે પાણી ભરાય છે.

વોર્ડ નંબર-2ના મતદારોની સંખ્યા

પુરુષ -34,765 સ્ત્રી -32933 અન્ય -31 કુલ -67,729

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો