તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરાના વોર્ડ નં-16નો ગ્રાઉન્ડ રિપોર્ટ:ડભોઇ રોડ વિસ્તારમાં વિકાસના નામે મિંડુ, સ્થાનિકો કહે છે કે, 'સ્માર્ટ સિટી નહીં પાણી, ગટર અને રસ્તાઓની પ્રાથમિક સુવિધાઓ આપો'

વડોદરા12 દિવસ પહેલાલેખક: જીતુ પંડ્યા
  • વોર્ડ નં-16માં વાઘોડિયા રોડ, ડી-માર્ટ, ડભોઇ રોડ, રિંગ રોડ અને કપુરાઇ સહિતના વિસ્તારનો સમાવેશ થાય છે
  • પાણી, ડ્રેનેજ, રસ્તાના પ્રશ્નો ઉકેલવા મૌખિક, લેખિત અને ઓનલાઇન રજૂઆતો છતાં પ્રશ્નો ઉકેલાતા નથી

વોર્ડ નં-16ના લોકો હજી પણ પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. સ્થાનિક રહીશો દ્વારા પાણી, ડ્રેનેજ, રસ્તાના પ્રશ્નો ઉકેલવા માટે મૌખિક, લેખિત તેમજ ઓનલાઇન રજૂઆતો કરવા છતાં, પ્રશ્નો ઉકેલાતા નથી. સોસાયટી વિસ્તારોમાં નવા રસ્તાઓ ક્યારે બન્યા તે કોઇને યાદ નથી. ચોમાસાની ઋતુ બાદ માત્ર પેચવર્ક કરવામાં આવે છે. ઉબડ ખાબડ રસ્તાઓના કારણે વાહનોનું આયુષ્ય પણ ઘટી રહ્યું છે. પીવાનું પાણી પુરતા પ્રમાણમાં અને પૂરતા પ્રેશરથી મળતું નથી. આગામી ઉનાળામાં કોર્પોરેશન દ્વારા પાણી પુરૂ પાડશે કે નહીં., તે વિસ્તારના લોકો માટે મોટો ચિંતાનો વિષય છે. વોર્ડ નં-16માં વાઘોડિયા રોડનો કેટલોક ભાગ, ડી-માર્ટ, ડભોઇ રોડ, રિંગ રોડ અને કપુરાઇ સહિતના વિસ્તારનો સમાવેશ થાય છે.

અવાર-નવાર ડ્રેનેજ લાઇનો લીકેજ, ભંગાણ થવાની મોટી સમસ્યા છે
સ્થાનિક હિમાંશુભાઇ રાણાએ જણાવ્યું હતું કે, અમારા વિસ્તારમાં પાણી, રસ્તા, ડ્રેનેજ અને સફાઇ જેવી પ્રાથમિક સુવિધાઓના નામે મિંડુ છે. વોર્ડમાં પૂરતા પ્રેશરથી પાણી મળતું નથી. ઓછું પાણી મળી રહ્યું છે. લોકોને વેચાતુ પાણી લાવીને પીવાનો વખત આવ્યો છે. ઉનાળાની શરૂઆત થઇ ગઇ છે. આવનારા દિવસોમાં પાણી મળશે કે નહીં તે ચિંતાનો વિષય છે. અમારા વિસ્તારમાં અવાર-નવાર ડ્રેનેજ લાઇનો લીકેજ, ભંગાણ થવાની મોટી સમસ્યા છે. છેલ્લા એક માસથી અમારા વિસ્તારમાં ડ્રેનેજ લાઇનમાં ભંગાણ પડ્યું છે. અનેક વખત વોર્ડ ઓફિસમાં લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવા છતાં, પ્રશ્ન હલ થયો નથી. એતો ઠીક કોર્પોરેશનમાં ઓન લાઇન રજૂઆત કરવા છતાં પ્રશ્ન હલ થયો નથી.

પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં કોર્પોરેશન ધરાર નિષ્ફળ પુરવાર થયું
સેજલબહેન પટેલે જણાવ્યું હતું કે, કોર્પોરેશનની પ્રાથમિક જવાબદારી પ્રાથમિક સુવિધા જેવી કે, શુદ્ધ અને પૂરતા પ્રમાણમાં પાણી, સારા રસ્તા, ડ્રેનેજ, સ્ટ્રીટ લાઇટો અને સ્વચ્છતા પૂરી પાડવાની છે, પરંતુ, અમારા વોર્ડ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં કોર્પોરેશન ધરાર નિષ્ફળ પુરવાર થયું છે. રજૂઆતો કરવા છતાં, અમારા પ્રશ્નો હલ થતાં નથી. કોર્પોરેશન દ્વારા સાર્વત્રીક વિકાસ કરવામાં આવે તે જરૂરી છે, પરંતુ, પ્રથમ સુવિધા પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવી જરૂરી છે.

સ્ટ્રીટ લાઇટો દીવા જેવું અજવાળું આપે છે
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, અમારે સ્માર્ટ સિટી જોઇતી નથી, એક બ્રિજ નહીં બનાવે તો ચાલશે, પરંતુ, પૂરતા પ્રમાણમાં અને પૂરતા પ્રેશરથી પાણી આપે તે જરૂરી છે. અમારા વોર્ડ વિસ્તારમાં મોટા ભાગના લોકોને વેચાતુ પાણી લાવીને પીવું પડે છે. સ્ટ્રીટ લાઇટો દીવા જેવું અજવાળું આપે છે. મુખ્ય રસ્તાઓને બાદ કરતા આંતરીક રસ્તાઓ અકસ્માતો સર્જે તેવા છે. અમોને યાદ નથી કે, અમારા વિસ્તારોમાં નવા રસ્તા ક્યારે બન્યા છે. ડ્રેનેજની કાયમી સમસ્યા છે. ડ્રેનેજ લાઇનો લીકેજ થવાના કારણે રસ્તાઓ ઉપર દુષિત પાણી ભરાઇ જાય છે. ક્યારેક ડ્રેનેજ મિશ્રીત પાણી પણ લોકોને પીવાનો વખત આવે છે.

કેટલાક વિસ્તારોમાં દૂષિત પાણી આવવાની સમસ્યાઓ છે
સ્થાનિક રમેશભાઇ પરમારે જણાવ્યું હતું કે, અમારા વિસ્તારને કોર્પોરેશન સંપૂર્ણ પ્રાથમિક સુવિધાઓ ક્યારે પૂરી પાડશે એ વિષે વિચારવાનું હાલ છોડી દીધું છે. મોટામાં મોટો અમારા વોર્ડ વિસ્તારમાં પાણીનો પ્રશ્ન છે. પૂરતા પ્રમાણમાં અને પૂરતા પ્રેશરથી પાણી મળતું નથી. કેટલાક વિસ્તારોમાં દૂષિત પાણી આવવાની સમસ્યાઓ છે. અનેક વખત દૂષિત આવતા પાણીનો ઉકેલ લાવવા માટે કોર્પોરેશન દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા છે, પરંતુ, તે તમામ પ્રયાસો નિષ્ફળ ગયા છે. આજે પણ અનેક વિસ્તારોમાં દૂષિત પાણી આવે છે. પરિણામે લોકોને વેચાતુ પાણી લાવીને પીવું પડે છે.

વોર્ડમાં સારા રસ્તા શોધવા પડે તેવી સ્થિતી છે
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, કોર્પોરેશન દ્વારા પૂરો ટેક્સ લેવામાં આવે છે.,પરંતુ, તે સામે પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં ધરાર નિષ્ફળ ગયું છે. આ ઉપરાંત વિસ્તારમાં ડ્રેનેજ, વરસાદી પાણીનો નિકાલનો પ્રશ્ન, રસ્તા, અને સ્ટ્રીટ લાઇટોની સમસ્યા છે. અમારા વોર્ડમાં સારા રસ્તા શોધવા પડે તેવી સ્થિતી છે. મોટી સમસ્યા કોર્પોરેશન દ્વારા રોડ ઉપર ખોદકામ કરી ગયા પછી સમયસર તે જગ્યાએ રોડ બનાવવામાં આવતો નથી. પરિણામે તે રસ્તાઓ ઉપર જવું મુશ્કેલ થઇ જાય છે.

વોર્ડ નંબર-16ના મતદારોની સંખ્યા

પુરુષ -40,341 સ્ત્રી -37,227 અન્ય -2 કુલ - 77,970

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

વધુ વાંચો