તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વોર્ડ નં-14માં વાડી, હાથીખાના રોડ અને ફડનીશ રોડ સહિતના વિસ્તારનો સમાવેશ થાય છે. વોર્ડ નં-14માં પાણી, ડ્રેનેજ, ગંદકી અને રસ્તાની મુખ્ય સમસ્યાઓ છે. કોર્પોરેશન દ્વારા પૂરતા પ્રેશરથી અને પૂરતા પ્રમાણમાં પાણી આપવામાં આવતુ નથી. વોર્ડમાં ઠેર-ઠેર ગંદકીનું સામ્રાજ્ય છે. ગાજરવાડી ખાતે આવેલા રામનાથ સ્મશાનની મરામત કરવામાં આવતી નથી. વોર્ડમાં આંતરિક રસ્તાઓ નવા ક્યારે બન્યા, તે સ્થાનિક લોકોને ખબર નથી. જેમાં ફડનીશ રોડ 35 વર્ષથી બન્યો નથી તેવો સ્થાનિક લોકોનો આક્ષેપ છે.
વાડી વિસ્તારમાં લોકોને પાણી વિના વલખા મારવા પડે છે
વોર્ડ નં-14ના સ્થાનિક રાજેશ કાબળેએ જણાવ્યું હતું કે, કોર્પોરેશન પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં ધરાર નિષ્ફળ પુરવાર થયું છે. વર્ષો પૂર્વે ત્રણ ટાઇમ પાણી મળતું હતું. હાલ એક ટાઇમ પણ પૂરતુ પાણી મળતું નથી. લોકોને પાણી વિના વલખા મારવા પડે છે. કોર્પોરેશનમાં પાણીના પ્રશ્ન અંગે રજૂઆત કરવા જઇએ છીએ, તો યોગ્ય જવાબ મળતો નથી. અમારા વિસ્તારમાં ઠેર-ઠેર ગંદકીના ઢગલા જોવા મળે છે. કોર્પોરેશનના સફાઇ સેવકો કચરાના ઢગલા કરીને જતા રહે છે, પરંતુ, તે કચરાના ઢગલા દિવસો સુધી જે તે સ્થળે પડી રહે છે.
રસ્તાઓ ઉબડખાબડ છે, વર્ષોથી નવા રસ્તાઓ બન્યા જ નથી
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, અમારા વિસ્તારમાં રસ્તાઓ ઉબડ-ખાબડ છે. આંતરિક રસ્તા ક્યારે નવા બન્યા છે. તે અમને યાદ કરવું પડે તેવી સ્થિતી છે. મને યાદ છે ત્યાં સુધી વાડી ફડનીશ રોડ છેલ્લા 35 વર્ષથી નવો બન્યો નથી. અગાઉ કાઉન્સિલરો વિસ્તારમાં ફરતા હતા અને લોકોની સમસ્યાઓ પૂછીને તેનો ત્વરિત નિકાલ લાવતા હતા, પરંતુ, હવેના સમયમાં કાઉન્સિલરો ચૂંટાઇ ગયા પછી દેખાતા નથી.
પાણી, રસ્તા અને ગંદકીની સમસ્યાઓ મુખ્ય છે
પ્રદિપ પંડ્યા અને અમર ખાનવીલકરે જણાવ્યું હતું કે, કોર્પોરેશન પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં ધરાર નિષ્ફળ પુરવાર થયું છે. અમારા વિસ્તારમાં પાણીની વિકટ સમસ્યા છે. તેમજ રસ્તા અને ગંદકીની સમસ્યાઓ છે. કોર્પોરેશન દ્વારા દબાણો દૂર કરીને રસ્તાઓ પહોળા કરી દેવામાં આવ્યા છે, પરંતુ, નવા રસ્તાઓ બનાવવામાં આવ્યા નથી. આંતરિક રસ્તાઓ ઉપર ઠેર-ઠેર ગાબડા પડેલા છે. વોર્ડમાં અનેક વિસ્તારોમાં નવા ફૂટપાથ બનાવવામાં આવ્યા નથી.
કાઉન્સિલરો કામ કરવાના વચન આપ્યા પછી દેખાતા જ નથી
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, બીજા વિસ્તારોમાં પેવર બ્લોક નાખવામાં આવે છે, પરંતુ, અમારા વોર્ડમાં વર્ષો પૂર્વે પથ્થરો નાખવામાં આવ્યા હતા. તેને જગ્યાએ પેવર બ્લોક નાખ્યા નથી. અમારા વિસ્તારમાં સવારે સફાઇ થવી જોઇએ તે થતી નથી. નવા રસ્તાઓ બનાવવામાં આવતા નથી. કાઉન્સિલરો વચન આપીને જાય છે, પછી તેઓ દેખાતા નથી. અમારા વોર્ડમાં ગાર્ડનની કોઇ સુવિધા નથી. કોર્પોરેશન એક બ્રિજ ઓછો બનાવશે તો ચાલશે, પરંતુ, અમારા વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડે તેવી અમારી માંગણી છે.
રામનાથ સ્મશાનનું સમારકામ કરવાની સ્થાનિકોની માગ
કનુભાઇ રબારી અને મિતલ મકવાણાએ જણાવ્યું કે, વાડીના ગાજરાવાડી વિસ્તારમાં રામનાથ સ્મશાન આવેલું છે. આ રામનાથ સ્મશાનનું સમારકામ કામ કરવામાં કોર્પોરેશન દ્વારા કરવામાં આવતું નથી. કાઉન્સિલરો પણ રામનાથ સ્મશાનનું સમારાકામ કરવામાં કોઇ રસ નથી, તેમ જણાઇ રહ્યું છે. સ્મશાનની અંદર ડાઘુઓ આવે તે માટે કોઇ જરૂરી સુવિધાઓ નથી. આ ઉપરાંત અમારા વિસ્તારમાં પાણી, ડ્રેનેજ અને રસ્તાની સમસ્યા છે. ડ્રેનેજ લાઇનો અવાર-નવાર ઉભરાઇ છે.
પોળોના રસ્તાઓ એકદમ ખરાબ થઇ ગયા
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, ચોમાસા બાદ રસ્તાઓનું માત્ર પેચવર્ક કરવામાં આવે છે. નવો રસ્તો બનાવવામાં આવતો નથી. પોળોના રસ્તાઓ એકદમ ખરાબ થઇ ગયા છે. અનેક વખત નવા રસ્તાઓ બનાવવા માટે રજૂઆત કરવામાં આવી છે, પરંતુ, તંત્ર દ્વારા કોઇ કામગીરી કરવામાં આવતી નથી.
વોર્ડ નંબર-14ના મતદારોની સંખ્યા
પુરુષ -41,454 સ્ત્રી -40,752 અન્ય -48 કુલ - 82,254
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.