તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • VMC POLL Ward No 12 Municipal Corporation Fails To Provide Basic Amenities Water And Roads Due To Piles Of Dirt In Tandalja And Kalali

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરાના વોર્ડ નં-12નો ગ્રાઉન્ડ રિપોર્ટ:તાંદલજા અને કલાલીમાં ઠેર-ઠેર ગંદકીના ઢગલાઓથી પ્રજા ત્રાહિમામ, પાણી અને રસ્તાની પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં પાલિકા નિષ્ફળ

વડોદરા19 દિવસ પહેલા
  • વોર્ડ નં-12માં અટલાદરા, સન ફાર્મા રોડ, તાંદલજા, કલાલી અને અક્ષર ચોક સહિતના વિસ્તારનો સમાવેશ થાય છે
  • પાણી, ગટર અને રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓ આપવા માટે સ્થાનિકોની માંગ

વડોદરામાં વોર્ડ નં-12માં અટલાદરાનો કેટલોક ભાગ, સન ફાર્મા રોડ, તાંદલજા, કલાલી અને અક્ષર ચોક સહિતના વિસ્તારનો સમાવેશ થાય છે. ભદ્ર વિસ્તાર તરીકે વિસ્તારના લોકોને પાણી વિના વલખા મારવા પડે છે. આડેધડ કરાયેલા દબાણોમાં ચાલતી અસામાજિક પ્રવૃત્તિને બંધ કરાવવા માટે સિનિયર સિટીઝન તેમજ સામાજિક સંસ્થાના અગ્રણીઓ દ્વારા અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે. આ ઉપરાંત વોર્ડ નં-12 ડ્રેનેજ અને વરસાદી કાંસની પણ મોટી સમસ્યા છે.

પૂરતા પ્રેશરથી પાણી મળતું ન હોવાથી વેચાતુ પાણી લાવવું પડે છે
સ્થાનિક વિપીનભાઇ શાહે જણાવ્યું હતું કે, જ્યારથી અમારી સોસાયટી બની છે, ત્યારથી પાણીનું પ્રેશર ઓછું મળે છે. પૂરતા પ્રેશરથી પાણી મળતું ન હોવાથી વેચાતુ પાણી લાવવું પડે છે. આ ઉપરાંત અમારી સોસાયટીમાં ડ્રેનેજની પણ મોટી સમસ્યા છે. જૂની ડ્રેનેજ લાઇન હોવાના કારણે અવાર-નવાર ડ્રેનેજ લાઇનો ઉભરાય છે. ડ્રેનેજ લાઇનો ઉભરાવાના કારણે માથું ફાડી નાખે તેવી દુર્ગંધ મારે છે. અમારી સોસાયટીની નજીકમાં બે સ્કૂલો આવેલી છે. જે સ્કૂલોના બાળકો અમારી સોસાયટીના કોમન પ્લોટમાં આવીને બેસે છે. કોમન પ્લોટની આસપાસ સ્ટ્રીટ લાઇટો નાખવા માટે અનેક વખત સબંધિત વિભાગોને જાણ કરવામાં આવી છે, પરંતુ, તંત્ર દ્વારા ધ્યાન આપવામાં આવતું નથી. હાલમાં મોટો પ્રશ્ન અમારી સોસાયટી પાસે ગેરકાયદે દબાણો થયેલા છે. પાઇપો અને કચરાના ઢગલા પડ્યા છે. અહીં અસામાજિક પ્રવૃત્તીઓએ માઝા મૂકી છે.

અમારો વિસ્તાર પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે
સ્થાનિક વિરલ શાહે જણાવ્યું હતું કે, અમારો વિસ્તાર પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. પાણી, રસ્તા, ડ્રેનેજ અને વરસાદી કાંસની જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં તંત્ર ધરાર નિષ્ફળ ગયું છે. કોર્પોરેશનની પ્રાથમિક જવાબદારી લોકોને શુદ્ધ અને પુરતા પ્રેશરથી પાણી આપવાની છે. તેની સાથે સારા રસ્તા અને ડ્રેનેજ લાઇનો લીકેજ ન થાય તેની કાળજી રાખવાની હોય છે. પરંતુ, કોર્પોરેશનને મતે બ્રિજ, સ્વિમીંગ પુલ જેવી સુવિધાને વિકાસ ગણી રહ્યા છે. પરંતુ, જ્યાં સુધી લોકોને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં ન આવે અને પ્રજાના પ્રશ્નોનો નિકાલ ન આવે તો ધરણાં ઉપર બેસવું પડે., તે ગંભીર બાબત છે.

ડ્રેનેજ લાઇનમાં અવાર-નવાર ભંગાણ સર્જાય છે
સિનિયર સિટીઝન દિપકભાઇ પટેલે જણાવ્યું હતું કે, આ સોસાયટીમાં વર્ષોથી પીવાના પાણીની લાઇન નાખવામાં આવેલી છે. ઓછા પ્રેશરથી પાણી આવતું હોવાથી લોકોને વેચાતુ પાણી લાવીને પીવું પડે છે. અમારી સોસાયટી સહિત આસપાસના વિસ્તારના આંતરિક રોડ ખખડધજ થઇ ગયા છે. ડ્રેનેજ લાઇનમાં અવાર-નવાર ભંગાણ સર્જાય છે. કાંસ ઉપર લોકોએ ઝૂંપડા તેમજ ગેરકાયદે દબાણો કરી દીધા છે. વડોદરા મહાનગરપાલિકા પાણી, રસ્તા, ડ્રેનેજ જેવી પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં ધરાર નિષ્ફળ ગયું છે. અમારી સોસાયટી સહિત આસપાસની સોસાયટીઓમાં સ્ટ્રીટ લાઇનોની સુવિધા છે. જે સ્ટ્રીટ લાઇટો નાખવામાં આવી છે. તેવી દીવા જેટલો પ્રકાશ આપી રહી છે. પૂરતી લાઇટ ન હોવાના કારણે રાત્રે સિનિયર સિટીઝનોને ફરવા નીકળવું જોખમ થઇ ગયું છે.

લોકોને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં ધરાર નિષ્ફળ આ ઉપરાંત ભરતભાઇ દેસાઇએ જણાવ્યું કે, કોર્પોરેશનની મુખ્ય જવાબદારી લોકોને શુદ્ધ અને પૂરતા પ્રેશરથી તેમજ વધુ પાણી આપવાની, સારા રસ્તા, ડ્રેનેજની લાઇનોની સમસ્યાઓ દૂર કરવી અને વરસાદી કાંસ સારા બનાવવાની છે. કોર્પોરેશન દ્વારા બ્રિજ, ગાર્ડનો પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. પરંતુ, લોકોને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં ધરાર નિષ્ફળ પુરવાર થયું છે. કોર્પોરેશન દ્વારા ભલે બ્રિજ બનાવે, ગાર્ડનો બનાવે, સ્વિમીંગ પુલ જેવી સુવિધા પૂરી પાડે, પરંતુ, જો પ્રાથમિક સુવિધા આપી નશકતું હોય તો ગમે તેટલો વિકાસ અર્થ વગરનો છે. અમારા વિસ્તારમાં ખુલ્લા પ્લોટો અને વરસાદી કાંસો ઉપર મોટા પાયે દબાણો થઇ ગયા છે. દબાણોની ઓથમાં અસામાજિક પ્રવૃત્તીઓ ચાલી રહી છે.

વોર્ડ નંબર-12ના મતદારોની સંખ્યા

પુરુષ -40,970 સ્ત્રી -38,320 અન્ય -95 કુલ - 79,385

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

વધુ વાંચો