તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • VMC POLL Ward No 11 Rough Roads In Atalara, Contaminated Water From Drainage Lines, People Returning On The Road Are Distressed, Water Has To Be Ordered From Tankers

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરાના વોર્ડ નં-11નો ગ્રાઉન્ડ રિપોર્ટ:અટલાદરામાં ખખડધડ રસ્તાઓ, ડ્રેનેજ લાઇનના દૂષિત પાણી રોડ પર ફરી વળતા લોકો ત્રસ્ત, પાણી ટેન્કરથી મંગાવવુ પડે છે, ચૂંટાયા પછી કાઉન્સિલરો ન દેખાતા લોકોમાં આક્રોશ

વડોદરા21 દિવસ પહેલા
  • વોર્ડ નં-11માં અટલાદરા અને સનફાર્મ રોડ સહિતના વિસ્તારનો સમાવેશ થાય છે
  • અટલાદરા અને સનફાર્મા રોડ વિસ્તારમાં પાણી, રસ્તા અને ગટરની મુખ્ય સમસ્યા છે

અટલાદરા સ્વામીનારાયણ મંદિર અને સન ફાર્મા રોડ સહિતનો વિસ્તાર વોર્ડ નં-11માં સમાવેશ થાય છે. આ વોર્ડમાં લાખ્ખો-કરોડો રૂપિયાના બંગલાઓ અને શોપિંગ મોલ્સ છે, પરંતુ, આ વોર્ડ પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. આ વોર્ડના રહીશો દ્વારા પાણી અને રસ્તાને લઇ અનેક વખત રજૂઆતો કરવા છતાં, તંત્ર દ્વારા પ્રશ્નો હલ કરવામાં આવતા નથી. કોર્પોરેશન દ્વારા આડેધડ બાંધકામની મંજૂરીઓ આપી દેવામાં આવી છે, પરંતુ, પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં ઉણું ઉતર્યું છે. કોર્પોરેશનની ચૂંટણીમાં પ્રચાર કરવા જતા કાઉન્સિલરોને મતદારોના જવાબો આપવા મુશ્કેલ થઇ ગયા છે.

પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં પાલિકા નિષ્ફળ પૂરવાર થઈ
વોર્ડ નં-11ના રહેવાસી મનિષભાઇ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, અમારા વિસ્તારમાં પાણી, રસ્તા અને ડ્રેનેજની મુખ્ય સમસ્યાઓ છે. વડોદરા મહાનગરપાલિકા અને વિસ્તારના ચૂંટાયેલા કાઉન્સિલરો પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં ધરાર નિષ્ફળ પુરવાર ગયા છે. અમારા વિસ્તારના લોકોને પીવાનું પાણી પુરતા પ્રમાણમાં મળતું નથી. જ્યાં પીવાનું પાણી મળે છે, તે પાણી દૂષિત આવતું હોય છે. લોકોને વેચાતું પાણી લાવીને પીવાનો વખત આવ્યો છે. આ ઉપરાંત અમારા વિસ્તારમાં રસ્તાઓના કોઇ ઠેકાણા નથી. રસ્તાઓ ઉપર અનેક જગ્યાએ ખાડાઓ પડી ગયા છે. કોર્પોરેશન દ્વારા ખાડાઓ પુરવામાં આવતા નથી. નવા રસ્તા બનાવવાને બદલે રસ્તાઓ ઉપર માત્ર પેચવર્ક કરવામાં આવી રહ્યું છે. ડ્રેનેજની સમસ્યા વોર્ડ નં-11માં ઘર કરી ગઇ છે. વિસ્તારના લોકો કામ કરી શકે તેવા કાઉન્સિલરનો વિકલ્પ શોધી રહ્યા છે.

લોકોને પાણીના ટેન્કર લાવીને મંગાવવા પડે છે
સ્થાનિક કૌશિકભાઇ પટેલે જણાવ્યું હતું કે, અમારા વિસ્તારમાં પાણી, રસ્તા અને ગટરની મુખ્ય સમસ્યા છે. આગામી દિવસોમાં આવી રહેલા ઉનાળામાં પાણી કેવી રીતે મળશે તે અત્યારે અમારો મુખ્ય પ્રશ્ન છે. હાલ શિયાળામાં પણ અમે પાણી વિના વલખા મારી રહ્યા છે. અમારા વિસ્તારના પાણીની ટેન્કર મંગાવવા પડે છે, જો શિયાળામાં અમને પૂરતા પ્રમાણમાં પાણી મળતું ન હોય તો આગામી ઉનાળામાં મળશે કે નહીં, તે મોટો સવાલ છે.

ડ્રેનેજ લાઇનના દૂષિત પાણી રોડ ઉપર ભરાયેલા હોય છે
વધુમાં તેઓએ જણાવ્યું હતું. અમારા વિસ્તારમાં ડ્રેનેજ લાઇનની મુખ્ય સમસ્યા છે. અમારા વોર્ડમાં કાયમી ધોરણે કોઇને કોઇ કારણસર ડ્રેનેજ લાઇનો ઉભરાતી જોવા મળે છે. કેટલાક વિસ્તારોમાં ડ્રેનેજ લાઇનના દૂષિત પાણી રોડ ઉપર ભરાયેલા હોય છે. દૂષિત પાણીનો સમયસર રોડ ઉપરથી નિકાલ ન થવાના કારણે વિસ્તારના લોકોને રહેવું મુશ્કેલ થઇ જાય છે. અમારા વોર્ડ વિસ્તારમાંથી કચરાનો પણ નિયમીત નિકાલ થતો નથી. અમારા વોર્ડમાં સારો કહેવાય તેવો એકપણ રસ્તો નથી. અમારા વિસ્તારમાં બિલ્ડરોને કન્સ્ટ્રક્શન સાઇટો શરૂ કરવા માટે આડેધડ પરવાનગીઓ આપી દેવામાં આવી છે. પરંતુ, તેની સામે પ્રાથમિક સુવિધાઓ આપવામાં કોર્પોરેશન ઉણું ઉતર્યું છે.

કાઉન્સિલરો ચૂંટાઇને ગયા પછી દેખાયા નથી
સ્થાનિક મયંકભાઇ પરમારે જણાવ્યું હતું કે, કાઉન્સિલરો ચૂંટાઇને ગયા પછી દેખાયા નથી. અમારો વોર્ડ પ્રાથમિક સુવિધાઓના અભાવમાં પ્રથમ આવે તેમ છે. પાણીની મુખ્ય સમસ્યા છે. લોકોને પૂરતા પ્રમાણમાં પાણી મળતું નથી. માંડ અડધો કલાક પણ પાણી મળતું ન હોવાથી લોકોને પાણી વેચાતુ લાવીને પીવુ પડે છે. શિયાળામાં લોકોને પૂરતા પ્રેશરથી અને પૂરતા પ્રમાણમાં પાણી મળતું નથી. તો આગામી ઉનાળામાં પાણી મળશે કે નહીં, તે એક મોટો સવાલ છે.

મોટા ભાગના રોડ પાલિકા દ્વારા ખોદી કાઢવામાં આવ્યા છે
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, અમારા વિસ્તારમાં મોટા ભાગના રોડ કોર્પોરેશન દ્વારા ખોદી કાઢવામાં આવ્યા છે. કોઇને કોઇ કામ માટે ખોદી નાખવામાં આવેલા રોડ કામ પૂરું થયા પછી પણ સમયસર પુરવામાં આવતા ન હોવાથી લોકોને પસાર થવું મુશ્કેલ થઇ ગયું છે. અમારા વોર્ડમાં ગંદકીએ માઝા મૂકી દીધી છે. કોર્પોરેશન દ્વારા કચરા પેટીઓ મૂકી દેવામાં આવી છે, પરંતુ, કચરા પેટીઓ ભરાઇ ગયા પછી તેનો સમયસર નિકાલ કરવામાં આવતો નથી. પરિણામે લોકો કચરો કચરા પેટીની બહાર ફેંકી દેતા હોય છે.

વોર્ડ નંબર-11ના મતદારોની સંખ્યા

પુરુષ -41,228 સ્ત્રી -40,492 અન્ય -0 કુલ - 81,720

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

વધુ વાંચો