તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એનાલિસિસ:વડોદરામાં નબળા સંગઠનને કારણે છેલ્લા 15 વર્ષથી કોંગ્રેસ સત્તાથી દૂર, 2015માં 14 બેઠકો હતી, આ વખતે અડધી થઇને 7 ઉપર સરકી ગઇ, ભાજપની 11 બેઠકો વધી

વડોદરા3 દિવસ પહેલા
 • કૉપી લિંક
વડોદરામાં ભાજપના ઉમેદવારોએ જીતની ઉજવણી કરી હતી - Divya Bhaskar
વડોદરામાં ભાજપના ઉમેદવારોએ જીતની ઉજવણી કરી હતી
 • વડોદરા શહેરમાં કોંગ્રેસે વોર્ડ નં-1ની પેનલ જાળવી રાખી અને વોર્ડ નં-16ની પેનલ તૂટી

વડોદરા મહાનગરપાલિકામાં ભાજપે 69 બેઠકો મેળવી ફરીથી સત્તા કબજે કરી છે અને કોંગ્રેસનો ફરી એકવાર કારમો પરાજય થયો છે. વડોદરામાં કોંગ્રેસ છેલ્લા 2005થી એટલે 15 વર્ષથી સત્તાથી દૂર છે અને આ વખતે પણ સત્તાથી દૂર જ રહી છે. વર્ષ-2010માં કોંગ્રેસની 11 બેઠકો હતી. જે 2015માં વધીને 14 બેઠકો થઈ હતી. જોકે ફરીથી આ વખતે કોંગ્રેસની બેઠકો અડધી થઈને 7 ઉપર સરકી ગઈ છે.

કોંગ્રેસે વોર્ડ નં-1ની પેનલ જાળવી રાખી, વોર્ડ નં-16ની પેનલ તૂટી
વડોદરા શહેરમાં 2015માં કોંગ્રેસની પેનલની વોર્ડ નં-1માં જીત થઈ હતી. કોંગ્રેસે વોર્ડ નં-1ની પેનલ આ વખતે પણ જાળવી રાખી છે, પરંતુ વોર્ડ નં-7માં કોંગ્રેસને બે બેઠકનું નુકસાન થયું છે. 2015માં વોર્ડ નં-4માં કોંગ્રેસની એક બેઠક હતી, જે આ વખતે ગુમાવવી પડી છે. 2015માં વોર્ડ નં-13માં કોંગ્રેસને બે બેઠક મળી હતી. જોકે આ વખતે એક જ બેઠક મળતા એક બેઠકનું નુકસાન થયું છે. 2015માં વોર્ડ નં-16માં કોંગ્રેસની પેનલ આવી હતી. જોકે આ વખતે કોંગ્રેસે બે બેઠક જ જીતી છે. આમ આ વખતે કોંગ્રેસને બે બેઠકનું નુકસાન થયું છે. વોર્ડ નં-18માં છેલ્લા 34 વર્ષથી જીતતા આવતા કોંગ્રેસના દિગ્ગજ નેતા ચિરાગ ઝવેરીની આ વખતે હાર થઇ છે.

હારને કારણે નિરાશ કોંગ્રેસના ઉમેદવાર ચિરાગ ઝવેરી
હારને કારણે નિરાશ કોંગ્રેસના ઉમેદવાર ચિરાગ ઝવેરી

ભાજપના સ્થાયી સમિતિના પૂર્વ ચેરમેનની હાર
વડોદરા શહેરમાં ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓને પણ હારનો સામનો કરવો પડ્યો છે. જેમાં વોર્ડ નં-1ના ઉમેદવારો અને પાલિકાની સ્થાયી સમિતિના પૂર્વ ચેરમેન સતિષ પટેલની તેમની આખી પેનલ સાથે કારમી હાર થઈ છે. તો વોર્ડના 16ના સિટીંગ કોર્પોરેટર હેમાંગિની કોલેકર અને વોર્ડ નં-7ના સિટીંગ કોર્પોરેટર જાગૃતિબેન રાણાને પણ હારનો સામનો કરવો પડ્યો છે.

વડોદરામાં કોંગ્રેસ છેલ્લા 2005થી એટલે 17 વર્ષથી સત્તાથી દૂર છે
વડોદરામાં કોંગ્રેસ છેલ્લા 2005થી એટલે 17 વર્ષથી સત્તાથી દૂર છે

કોંગ્રેસની હારના કારણો
વડોદરા શહેરમાં નવા સિમાંકનને કારણે કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો છે. નવા સિમાંકનને કારણે કોંગ્રેસના પોતાના પોકેટ મનાતા વિસ્તારો બદલાઈ ગયા હતા, જેની સીધી અસર પરિણામ પર પડી છે અને કોંગ્રેસની કારમી હાર થઈ છે. આ ઉપરાંત કોંગ્રેસનું નબળુ સંગઠન પણ હાર માટે જવાબદાર છે. કોંગ્રેસ માટે કોર્પોરેશનની ચૂંટણીમાં સારી એવી બેઠકો મેળવવાની તક હતી. કોરોના કાળ દરમિયાન નોકરી ધંધા ગુમાવનાર મતદારોને પણ કોંગ્રેસ રિઝવી શકી નથી. આ ઉપરાંત કોંગ્રેસ છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલ-ડિઝલ અને ગેસ સિલિન્ડરના વધેલા ભાવો અને તેના કારણે વધેલી મોંઘવારીના મુદ્દાને પ્રજા સમક્ષ મૂકી ન શકી. સ્થાનિક મુદ્દાઓની વાત કરવામાં આવે તો પાણી, રસ્તા ડ્રેનેજ અને શિક્ષણ ફીને લગતા મુદ્દાઓને પણ કોંગ્રેસ ઉપાડી શકી નહોતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો