સ્થાયીનો નિર્ણય:દોઢ લાખની લાંચમાં પકડાયેલા VMCના ઇજનેર મુકુંદ પટેલ 2 વર્ષ બાદ ડિસમિસ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખાતાકીય તપાસના અહેવાલમાં આક્ષેપો પુરવાર થયાની નોંધ
  • પાણી પુરવઠા વિભાગમાં ફરજ બજાવતી વેળા લાંચ લીધી હતી

પાલિકામાં બે વર્ષ પૂર્વે દોઢ લાખ રૂપિયાની લાંચ લેવાના વિવાદમાં સસ્પેન્ડ થયેલા લાંચિયા ઇજનેર મુકુંદ પટેલને બરતરફ(ડિસમિસ) કરવાનો નિર્ણય સ્થાયી સમિતિમાં લેવામાં આવ્યો હતો. વર્ષ 2019માં પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇજનેર મુકુંદ પટેલની રૂા.1.50 લાખની લાંચ કેસમાં એસીબીએ ધરપકડ કરી હતી અને ત્યાર બાદ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતા. લાંચ કેસમાં ચાર્જશીટ હાલ દાખલ થઇ ગઇ છે ત્યારે મુકુંદ પટેલે તેમને નોકરી પર પરત લેવા માટેની અરજી કરી હતી.

મુકુંદ પટેલ વર્ગ-1 અધિકારી હોવાના કારણે રાજ્ય સરકારના પરિપત્ર મુજબ તેમનું સસ્પેન્શન લંબાવવુ કે પછી નોકરી પર પરત લેવા તેનો નિર્ણય સભામાં લેવાતો હોય છે. આમ, સભા દ્વારા નિર્ણય લેવાનો હોવાના કારણે તેની દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ કરવામાં આવી હતી.

સ્થાયી સમિતિની મળેલી બેઠકમાં થયેલી ચર્ચા મુજબ કાર્યપાલક ઇજનેર તરીકે જાહેર સેવકની ફરજ બજાવતી વખતે મુકુંદ પટેલ પાસેથી ઉચ્ચ કક્ષાની નિષ્ઠા અને પ્રમાણિકતા અને સંસ્થાના અન્ય કર્મચારી ગણ માં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે તેવી વર્તનની અપેક્ષા હતી પરંતુ લાંચની રકમ સ્વીકારીને મુકુંદ પટેલે પાલિકાની પ્રતિષ્ઠાને ઝાંખપ લગાવી હતી.ખાતાકીય તપાસ અધિકારી દ્વારા મુકાયેલા તપાસ અહેવાલમાં તત્કાલિન કાર્યપાલક ઇજનેર મુકુલ પટેલ સામે મૂકવામાં આવેલા તમામ આક્ષેપોમાં આક્ષેપો પુરવાર થયાનું જણાવાયું છે અને સ્થાયી સમિતિએ પણ તપાસ અધિકારીના અહેવાલ સાથે સંમતિ દર્શાવી મુકુંદ પટેલનેડિસમિસ કરવાનો ઠરાવ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...