તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં રેલવે માટે એક લાખ કરોડ જેટલી રકમ ફાળવવાની જાહેરાત કરી છે. આ સાથે વિસ્ટાડોમ કોચ અને એલએચબી કોચમાં વધારો કરવાની જાહેરાત કરી છે. જે રેલવેની સ્પીડ અને ટુરિઝમ વધારો કરશે. ઉલ્લેખનીય છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ને જોડતી એક ટ્રેનમાંવિસ્ટાડોમ કોચ લગાવવામાં આવ્યો છે.
જ્યારે તાજેતરમાં જ માલસર અને અન્ય નેરોગેજ ટ્રેનને બંધ નહીં કરવાનો નિર્ણય કરાયો છે. વડોદરા ડિવિઝનના ટુરિઝમને વેગવંતુ કરવાની નિશાની સમાન છે. જોકે બીજી તરફ રેલવે યુનિયન દ્વારા રેલવે બજેટને નિરાશાજનક ગણાવવામાં આવ્યું છે. વેસ્ટન રેલ્વે મજદૂર સંઘના પ્રમુખ શરીફખાન પઠાણે જણાવ્યું હતું કે, રેલવે કર્મચારીઓ માટે ઇન્કમ ટેક્ષ લિમિટ વધારવામાં આવી નથી કે કોઈ છૂટછાટ અપાઈ નથી રેલવેમાં ક્લાર્ક પણ ઇન્કમટેક્સ પેયર છે.
પગાર પંચ જેવા કર્મચારીઓના અનેક પ્રશ્નો અંગે કોઈ ઉકેલ નથી. ટેકનોલોજી માટે પણ કોઈ ફંડની જાહેરાત કરાઇ નથી. રેલવેમાં બ્રોડગેજ લાઇનનું સો ટકા ઇલેક્ટ્રિફિકેશન આગામી વર્ષમાં પૂર્ણ કરવા નો લક્ષ્ય રાખવામાં આવ્યું છે. ત્યારે સ્ટેચ્યુને જોડતી ચાણોદ-કેવડિયા 32 કિમી લાઈનનો ઇલેક્ટ્રિફિકેશન થતાં વડોદરાથી એન્જિન બદલવાની ઝંઝટ દૂર થશે.
ડિવિઝનની 6 લાઈન પણ વર્ષોથી ઇલેક્ટ્રિફિકેશન ચાલી રહ્યું છે તે પૂર્ણ થશે. ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર 2022માં કાર્યરત થવાની વાત વર્ષો જૂની છે તેનો ઉલ્લેખ કરાયો પરંતુ નવી છો બુલેટ ટ્રેન લાઇન માટે ચેક કરવા ટેન્ડર કરાયા છે તે અંગે તેમજ રેલ્વે યુનિવર્સિટી અંગે કોઈ ઉલ્લેખ બજેટમાં કરાયો નથી.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.