રેસ્ક્યૂ ઓપરેશન:વડોદરાના ભીમનાથ બ્રિજ પાસે વિશ્વામિત્રી નદીમાં યુવાન નદીમાં પડ્યો, ફાયર બ્રિગેડે શોધખોળ શરૂ કરી

વડોદરા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
વિશ્વામિત્રી નદીમાં પડ્યો હોવાની વાતો વહેતી થતાં ફાયરબ્રિગેડે ગઇકાલ રાતથી શોધખોળ શરૂ કરી છે. - Divya Bhaskar
વિશ્વામિત્રી નદીમાં પડ્યો હોવાની વાતો વહેતી થતાં ફાયરબ્રિગેડે ગઇકાલ રાતથી શોધખોળ શરૂ કરી છે.
  • પ્રત્યક્ષદર્શી મહિલાએ કહ્યું: મારી નજર સમક્ષ એક યુવક નદીમાં પડ્યો છે

વડોદરાના ભીમનાથ બ્રિજ પાસે યુવાન વિશ્વામિત્રી નદીમાં પડ્યો હોવાની વાતો વહેતી થતાં ફાયરબ્રિગેડે ગઇકાલ રાતથી શોધખોળ શરૂ કરી હતી. મોટા પ્રમાણમાં મગરની વચ્ચે જીવના જોખમે રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે પરંતુ, હજુ સુધી યુવાનનો કોઈ પત્તો મળ્યો નથી.

નદીમાં મગરો હોવાથી રેસ્ક્યૂમાં મુશ્કેલી
વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલા દર્શન ફ્લેટ નજીકથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં યુવાન પડ્યો હતો. ઘટનાના પગલે ફાયર વિભાગ દ્વારા નદીમાં શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પરંતુ, અંધારાના કારણે શોધખોળ અશક્ય બની હતી. કારણ કે, જે સ્થળે યુવાન પડ્યો હોવાનો સંદેશો મળ્યો હતો ત્યાં મોટી સંખ્યામાં મગર વસવાટ કરતા હોય મુશ્કેલી સર્જાઇ હતી. પરિણામે ફાયર વિભાગ દ્વારા જવાનોની સલામતીના ભાગરૂપે શોધખોળ ઓપરેશન મુલતવી રાખ્યું હતું. આ અંગે પ્રત્યક્ષદર્શી મહિલાએ જણાવ્યું હતું કે, મારી નજર સમક્ષ એક યુવક નદીમાં પડ્યો છે. તો બીજી તરફ ખરેખર યુવક નદીમાં પડ્યો છે કે કેમ? તેની સત્તાવાર માહિતી જાણવા મળી નથી.

બીજા દિવસે પણ રેસ્ક્યૂની કામગીરી યથાવત
જ્યારે જીવદયા પ્રેમીઓએ જણાવ્યું હતું કે, વડોદરા શહેરની વિશ્વામિત્રી નદીમાં ખૂબ મોટા પ્રમાણમાં મગર વસવાટ કરે છે. પરંતુ, મનુષ્ય ઉપર મગરના હુમલાની ઘટના નહીંવત છે. હાલ યુવક અથવા કિશોર નદીમાં પડ્યો છે કે, કેમ તેની સ્પષ્ટતા થઈ નથી. આજે સવારથી ફરી પાર વિભાગ દ્વારા બનાવ અંગે રેસ્ક્યૂ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...