શ્રીજી પંડાલમાં ડેકોરેશન:વડોદરામાં વિશ્વકુંજ યુવક મંડળે કોરોના મહામારીની થીમ પર ડેકોરેશન તૈયાર કર્યું, વિઘ્નહર્તાને ડોક્ટરનું સ્વરૂપ આપ્યું

વડોદરા3 મહિનો પહેલા
કારેલીબાગની વિશ્વકુંજ સોસાયટીના યુવક મંડળે કોરોના મહામારીની થીમ પર ડેકોરેશન તૈયાર કર્યું છે
  • કોરોના મહામારીના ડેકોરેશનોએ શહેરીજનોમાં ભારે આકર્ષણ જમાવ્યું

વડોદરા શહેરમાં મોંઘેરૂ આતિથ્ય માણવા પધારેલા રિદ્ધી-સિદ્ધીના સ્વામી શ્રી ગણેશજીને મંડળો દ્વારા આ વર્ષે પણ વિવિધ થીમ ઉપર ડેકોરેશન કરવામાં આવ્યું છે. જેમાં કાળોકેર વર્તાવનાર કોરોનાની મહામારીના ડેકોરેશનોએ શહેરીજનોમાં ભારે આકર્ષણ જમાવ્યું છે. કારેલીબાગ વિષ્ણુકુંજ સોસાયટીના મંડળ દ્વારા કોરોનાના દર્દીઓને સારવાર આપી રહેતા શ્રીજીનું ભવ્ય ડેકોરેશન કરવામાં આવ્યું છે.

ઉત્સવ પ્રિય વડોદરાના લોકો ઉત્સાહભેર ઉજવણી કરે છે
વિશ્વાવ્યાપી કોરોનાની મહામારીએ દેશમાં હાહાકાર મચાવી મૂક્યો હતો. આવનારા દિવસોમાં કોરોનાની ત્રીજી લહેર આવવાની દહેશત સેવાઇ રહી છે, ત્યારે ત્રીજી લહેરની દહેશત વચ્ચે આવેલા ગણેશોત્સવને ઉત્સવ પ્રિય વડોદરાના લોકો દ્વારા ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. વિવિધ સ્વરૂપે 10 દિવસનું આતિથ્ય માણવા પધારેલા પાર્વતી નંદન શ્રી ગણેશજીના પંડાલોમાં યુવક મંડળો દ્વારા ભવ્યાતિભવ્ય ડેકોરેશન કરવામાં આવ્યા છે. તેજ રીતે લોકોના ઘરોમાં મહેમાન બની ગયેલા શ્રીજીના પંડાલોમાં પણ ભવ્ય ડેકોરેશન કરવામાં આવ્યા છે.

વિષ્ણુકુંજ યુવક મંડળે શ્રીજીને ડોક્ટરનું રૂપ આપ્યું
કારેલીબાગની વિશ્વકુંજ સોસાયટીના યુવક મંડળના અગ્રણી કલ્પેશ નાયકે જણાવ્યું હતું કે, યુવક મંડળ દ્વારા આ વર્ષે કોરોના થીમ પર ડેકોરેશન કરવામાં આવ્યું છે. કોરોનાની મહામારીમાં ડોક્ટરોને ભગવાનનું બિરૂદ આપવામાં આવ્યું હતું, ત્યારે વિષ્ણુકુંજ યુવક મંડળના યુવાનો દ્વારા શ્રીજીને ડોક્ટરનું રૂપ આપવામાં આવ્યું છે અને તેઓ કોરોનાના દર્દીઓની સારવાર કરી રહ્યા છે. તેવું આબેહૂબ ડેકોરેશન કરવામાં આવ્યું છે, જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

વિઘ્નહર્તાને ડોક્ટરનું સ્વરૂપ આપવામાં આવ્યું છે
વિઘ્નહર્તાને ડોક્ટરનું સ્વરૂપ આપવામાં આવ્યું છે

એઇમ્સ હોસ્પિટલનો પણ ઉલ્લેખ કર્યો
આ ઉપરાંત પંડાલમાં હોસ્પિટલ અને લોકોના આરોગ્ય માટે ગુજરાત સરકાર દ્વારા 1975થી ગુજરાતની પ્રજા માટે જે પણ યોજનાઓ અમલમાં મૂકી છે. તેની માહિતી દર્શાવવામાં આવી છે. તે સાથે એઇમ્સ હોસ્પિટલનો પણ ઉલ્લેખ કર્યો છે. સ્વયંમ શ્રીજીને ડોકટર બની દર્દીનો ઈલાજ કરતાં હોય તેવી પ્રતિકૃતિ બનાવી લોકોને કોરોનાની થર્ડ વેવથી બચવાની અપીલ કરવામાં આવી છે.

કોરોના મહામારીના ડેકોરેશનોએ શહેરીજનોમાં ભારે આકર્ષણ જમાવ્યું
કોરોના મહામારીના ડેકોરેશનોએ શહેરીજનોમાં ભારે આકર્ષણ જમાવ્યું

લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા
વિષ્ણુકુંજ સોસાયટીમાં કોરોનાની મહામારી અંગે કરવામાં આવેલા ભવ્ય ડેકોરેશનમાં ખુદ શ્રીજી ડોકટર બની દર્દીઓને સરકારની તબીબી સારવારને લગતી યોજનાઓ, હોસ્પિટલ્સ વિશેની માહિતી આપા રહ્યા હોવાનું ડેકોરેશન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત શહેરના અનેક વિધ વિસ્તારોના વિવિધ ગણેશ મંડળો દ્વારા સમગ્ર દેશમાં હાહાકાર મચાવનાર કોરોના મહામારી અંગેના ડેકોરેશન કરવામાં આવ્યા છે. જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

શ્રીજી કોરોનાના દર્દીઓની સારવાર કરી રહ્યા છે. તેવું આબેહૂબ ડેકોરેશન કરવામાં આવ્યું છે
શ્રીજી કોરોનાના દર્દીઓની સારવાર કરી રહ્યા છે. તેવું આબેહૂબ ડેકોરેશન કરવામાં આવ્યું છે
અન્ય સમાચારો પણ છે...