વડોદરા ગેંગરેપ-આપઘાત કેસ:પીડિતાને પોઈઝન કે કેફી પદાર્થ ન અપાયો હોવાનું વિસેરાના રિપોર્ટમાં સામે આવ્યું, આવતીકાલે FSLનો રિપોર્ટ આવશે

વડોદરા2 મહિનો પહેલા
વડોદરાના બહુચર્ચિત ગેંગરેપ બાદ આપઘાત કેસમાં આજે પીડિતાનો વિસેરા રિપોર્ટ આવ્યો છે.
  • પોલીસે વિસેરા સેમ્પલ લઇને સુરતની લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલ્યા હતા
  • પોલીસે 35થી વધુ રિક્ષાચલકોની પૂછપરછ કરી

વડોદરામાં યુવતી પર ગેંગરેપ બાદ વલસાડમાં આપઘાતના કેસમાં આજે વિદ્યાર્થિનીનો વિસેરા રિપોર્ટ આવ્યો છે. વિસેરા રિપોર્ટમાં પીડિતાને પોઈઝન કે અન્ય કેફી પદાર્થ ન અપાયો હોવાનું સામે આવ્યું છે. જોકે હજી પીડિતાનો FSL રિપોર્ટ આવવાનો બાકી છે. આવતીકાલે FSLનો રિપોર્ટ આવશે. ત્યાર બાદ વિદ્યાર્થિની પર દુષ્કર્મ થયું કે કેમ એ સ્પષ્ટ થશે.

સુરત લેબમાં વિસેરાના સેમ્પલ મોકલાયાં હતાં
નવસારીની વિદ્યાર્થિનીએ વલસાડ રેલવે સ્ટેશન ખાતે ટ્રેનમાં આપઘાત કર્યા બાદ સાક્ષીઓ અને ડાયરીના આધારે તેના પર દુષ્કર્મ થયું હોવાનો ઘટસ્ફોટ થયો હતો. એમ છતાં પોલીસે યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને દુષ્કર્મ થયું છે કે, નહીં એ અંગેની તપાસ શરૂ કરી હતી. પોલીસે વિસેરા સેમ્પલ લઇને સુરત ખાતે લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલ્યાં હતાં, જેનો રિપોર્ટ આજે આવી ગયો છે, જેમાં પીડિતાને પોઈઝન કે અન્ય કેફી પદાર્થ ન આપવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.

વલસાડ ખાતે ગુજરાત ક્વીનમાં ફાંસો ખાધેલી હાલતમાં યુવતીની લાશ મળી હતી.
વલસાડ ખાતે ગુજરાત ક્વીનમાં ફાંસો ખાધેલી હાલતમાં યુવતીની લાશ મળી હતી.

આજે પણ તપાસનો ધમધમાટ યથાવત્
વિદ્યાર્થિનીના આપઘાત કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચ અને રેલવે પોલીસની ટીમ આજે પણ તપાસમાં લાગેલી છે. પોલીસે આજે ઓએસિસના કર્મચારીઓની ફરીથી પૂછપરછ કરી હતી અને કેસમાં કડીઓ જોડવાનો પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત પીડિતાના સહઅધ્યાયીઓની પણ પોલીસ પૂછપરછ કરી રહી છે. પોલીસે 35થી વધુ રિક્ષાચલકોની પૂછપરછ કરી છે.

પીડિતાના સહઅધ્યાયીઓની પણ પોલીસ પૂછપરછ કરી રહી છે.
પીડિતાના સહઅધ્યાયીઓની પણ પોલીસ પૂછપરછ કરી રહી છે.

ગુજરાત ક્વીનમાં ફાંસો ખાધેલી હાલતમાં યુવતીની લાશ મળી હતી
વલસાડ રેલવે સ્ટેશન પર દિવાળીના દિવસે વહેલી સવારે ગુજરાત ક્વીનના D-12 નંબરના કોચમાં ફાંસો ખાધેલી હાલતમાં યુવતીની લાશ મળી આવી હતી. યુવતીની બાજુમાં મળી આવેલા ફોનના આધારે તેની ઓળખ થઈ હતી. યુવતી અંગે તપાસ કરતાં GRPની ટીમને તેણે લખેલી એક ડાયરી હાથ લાગી હતી, જેમાં સામે આવ્યું હતું કે આપઘાતના 2 દિવસ પૂર્વે વડોદરાના 2 રિક્ષાચાલક યુવકે તેનું અપહરણ કર્યું હતું. એ બાદ વેક્સિન ગ્રાઉન્ડમાં 29 ઓક્ટોબરના રોજ સાંજના સમયે યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું.

ગેંગરેપ બાદ આપઘાત કેસમાં પીડિતાની ડાયરીએ અનેક રહસ્યો ખોલ્યાં છે.
ગેંગરેપ બાદ આપઘાત કેસમાં પીડિતાની ડાયરીએ અનેક રહસ્યો ખોલ્યાં છે.

પીડિતાની ડાયરીએ રહસ્યો ખોલ્યાં
વડોદરાના બહુચર્ચિત ગેંગરેપ બાદ આપઘાત કેસમાં પીડિતાની ડાયરીએ અનેક રહસ્યો ખોલ્યાં છે. પીડિતાએ તેની ડાયરીમાં મહત્ત્વની બાબતોનો ઉલ્લેખ કર્યો છે, જેમાં એક વાત એવી પણ તેણે લખી છે કે તે બંને મવાલી જેવા નહોતા. પીડિતાએ ડાયરીમાં કેટલીક બાબતો હિન્દી, અંગ્રેજી અને ગુજરાતીમાં લખી હતી. તેણે ડાયરીમાં લખ્યું હતું કે સાઇકલ લેવા તે ચકલી સર્કલ ગઇ, પણ ત્યાં ભીડ હતી એટલે સાઇકલ લઇને હું જગદીશવાળી ગલીથી ફરીને જઇ રહી હતી ત્યારે અચાનક પાછળથી કોઇએ તેની સાઇકલને જોરથી ધક્કો માર્યો અને દીવાલ સાથે ભટકાઇ નીચે પડી ગઇ હતી. તેવામાં બે લોકોએ તેની આંખો બાંધી દીધી અને માથામાં જોરથી મારતાં તે અર્ધબેભાન થઇ ગઇ હતી.’

2 નરાધમને શોધવા રાજ્યની 5 એજન્સી કામે લાગી છે.
2 નરાધમને શોધવા રાજ્યની 5 એજન્સી કામે લાગી છે.

પોલીસની 5 એજન્સી કામે લાગી છે
વડોદરા શહેરના વેક્સિન ઇન્સ્ટિટ્યૂટના ગ્રાઉન્ડમાં નવસારીની વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચરનારા 2 નરાધમને શોધવા રાજ્યની 5 એજન્સી કામે લાગી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચ, વડોદરા ક્રાઇમ બ્રાંચ, રેલવે પોલીસ, વલસાડ પોલીસ અને સ્થાનિક પોલીસે તપાસ શરૂ કરી છે. રેલવે આઈજી સુભાષ ત્રિવેદી સહિત પોલીસના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ આ કેસ પર નજર રાખી રહ્યા છે.

પોલીસે ઓએસિસના કર્મચારીઓની ફરીથી પૂછપરછ કરી હતી.
પોલીસે ઓએસિસના કર્મચારીઓની ફરીથી પૂછપરછ કરી હતી.
અન્ય સમાચારો પણ છે...