તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:પહેલી વાર બરોડા સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંકની વર્ચ્યુઅલ AGM

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર

વડોદરાની નામાંકિત થી બરોડા સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેન્ક ની 107 વર્ષના ઇતિહાસમાં પહેલી વખત ઓનલાઇન વાર્ષિક સાધારણ સભા મળી હતી અને વાર્ષિક હિસાબોની મંજૂરી આપવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના ના કારણે તમામ સંસ્થાઓમાં કાર્યપદ્ધતિમાં બદલાવ આવ્યો છે અને તેના ભાગરૂપે બરોડા સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેન્ક ની વર્ચ્યુઅલ સભા યોજવામાં આવી હતી. આ બેંકની તાજેતરમાં જ ચૂંટણી યોજાઇ હતી અને તેમાં બિનહરીફ જાહેર થયેલા ચેરમેન અતુલ પટેલ અને વાઇસ ચેરમેન અજીત પટેલે પહેલી વખત એજીએમ બોલાવી હતી. અતુલ પટેલની આ ચોથી ટર્મ છે અને 2008માં જ્યારે તેઓ ચેરમેન બન્યા ત્યારે બેન્ક 129 કરોડની ખોટમાં હતી અને હાલમાં ખોટ 7 કરોડ પર પહોંચી છે. કોરોના કાળ ને ધ્યાનમાં રાખી દરેક તાલુકા મથકે વેબ કેમેરા મુકવામાં આવ્યા હતા અને તેના થકી બેંકના હોદ્દેદારોએ સભાસદો સાથે સંવાદ કર્યો હતો.ઓનલાઈન બેઠકમાં વિવિધ મુદે ચર્ચા પણ કરવામાં ‌આવી હતી.જેમાં સભાસદોની રજૂઆાતોને પણ સાંભળવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો