તરસાલીમાં ભાજપ કાર્યકરે 3 દિવસ અગાઉ બર્થડે ઉજવતાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમના ધજાગરા ઊડ્યા હતા. ઉજવણીમાં ભાજપના કોર્પોરેટર જોડાયા હતા.તરસાલીમાં ભાજપના કાર્યકર જયદીપના બર્થડેની ઉજવણીમાં આગેવાનો અને કાર્યકરોએ ભાગ લીધો હતો, જેમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થતો જણાતો હતો તેમજ કાર્યકરોએ માસ્ક પણ કર્યું ન હતું.
ભાજપના કાર્યકરે તેના સોશિયલ મીડિયા પર ફોટો-વીડિયો મૂકતાં તે કેટલાક કાર્યકરોએ વાઈરલ કરતાં ચર્ચાનો વિષય બન્યો છે. બર્થ ડેની ઉજવણીમાં ભાજપના વોર્ડ 17ના કોર્પોરેટર શૈલેષ પાટીલ પણ હાજર રહ્યા હતા. તેમણે જણાવ્યું કે, હું શરૂઆતમાં ગયો હતો ત્યારે 4 લોકો હતા, હું શુભેચ્છા આપી રવાના થયો હતો. પછી શું થયું અને કેટલા લોકો હતા તે અંગે મને કોઇ જાણકારી નથી.
ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા વોર્ડ 10ના કાર્યકરની બર્થ ડે પાર્ટીમાં પણ નિયમોનો ભંગ થયો હતો. તેમાં પણ સ્થાનીક કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા. સામાન્ય લોકો બર્થ ડે ઉજવણીમાં નિયમોનો ભંગ કરે છે ત્યારે પોલીસ ફરિયાદ થાય છે તો ભાજપના કાર્યકરો સામે ફરીયાદ કેમ નહિ તેવા સવાલ ઊભા થયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.