પેનલ્ટી:કરાર ભંગ બદલ વિનાયક લોજિસ્ટિકને 11 લાખ દંડ

વડોદરા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દર વર્ષે 20 બસ નવી શરૂ કરવાનો કરાર

શહેરી બસ સેવાનું સંચાલન કરતી વિનાયક લોજિસ્ટિક કંપનીઅે દર વર્ષે 20 થી 25 નવી બસ નો ઉમેરો કરવાના નિયમનો ભંગ સતત બીજા વર્ષે કરતા પાલિકા દ્વારા 11 લાખની પેનલ્ટી કરવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન અને વિનાયક ટ્રાન્સપોર્ટ વચ્ચે વડોદરામાં શહેરી બસ સુવિધા આપવા અંગેના કરાર થયા હતા આ કરાર મુજબ વડોદરા શહેરમાં 150થી વધુ બસ દોડાવવાનું અને દર વર્ષે 20 થી 25 વર્ષનો ઉમેરો કરવાનું નક્કી થયું હતું.

જો કે નવેમ્બર મહિનામાં નવી બસો શરૂ નહીં કરતા ડેપ્યુટી કમિશનર અલ્પેશ મજમુદારે વિનાયક બસ સેવાના સંચાલકોને નોટિસ આપી નવી બસો મૂકવા અંગે જણાવ્યું હતું પરંતુ વિનાયક બસ સેવાના સંચાલકો દ્વારા બસ મૂકવામાં નહીં આવતા આખરે કોર્પોરેશને રૂપિયા 11 લાખનો દંડ ફટકાર્યો છે.

અન્ય સમાચારો પણ છે...