તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મારું ગામ કોરોનામુક્ત ગામ:વડોદરાના ડભાસા ગામને કોરોના મુક્ત કરવાનું ગ્રામજનોનું અભિયાન, હાઇસ્કૂલમાં 10 બેડનું આઇસોલેશન સેન્ટર શરૂ કરાયું

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગામમાં લોક સહયોગથી હાઇસ્કૂલના ખંડોમાં 10 પથારીનું સામૂહિક કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે - Divya Bhaskar
ગામમાં લોક સહયોગથી હાઇસ્કૂલના ખંડોમાં 10 પથારીનું સામૂહિક કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે
  • કોરોના સંક્રમણથી બચાવવા ગામમાં ગાઇડલાઇનનો અસરકારક અમલ કરાવી મારું ગામ કોરોનામુક્ત ગામ અભિયાનને સાર્થક કર્યું

સમગ્ર વિશ્વ કોરોના મહામારીના સંકટમાંથી પસાર થઈ રહ્યું છે અને કોરોનાની બીજી લહેરમાં શહેરો સાથે ગામડાઓમાં પણ કોરોના સંક્રમણ વધી રહ્યું છે, ત્યારે કોરોનાથી બચવા સાવચેતી એ જ સલામતી છે. વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ડભાસા ગામના યુવાન સરપંચ મનોજભાઇ પટેલે ગ્રામજનોને કોરોના સામે સુરક્ષા અને કોરોના વાઇરસ સંક્રમણથી બચાવવા ગામમાં કોરોનાના નિર્ધારિત પ્રોટોકોલનો અસરકારક અમલ કરાવી મારું ગામ કોરોનામુક્ત ગામ અભિયાનને સાર્થક કર્યું છે. ગામમાં લોક સહયોગથી હાઇસ્કૂલના ખંડોમાં 10 પથારીનું સામૂહિક કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.

આઇસોલેશન સેન્ટરમાં દર્દીઓને પ્રાથમિક સારવાર આપવામાં આવશે
સરપંચ મનોજભાઈ પટેલે જણાવ્યું કે, કેળવણી મંડળના સહયોગથી ગામમાં જે લોકોને આઇસોલેશનની સુવિધા ન હોય એવા કોરોનાના તાવ, શરદી, ખાંસી જેવા સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓને અહીં પ્રાથમિક સારવાર આપવામાં આવશે, જેથી સંક્રમણ થતું અટકાવી શકાય. આ સેન્ટરમાં દાખલ થતા દર્દીઓને ઉકાળા, દવા, ભોજન, ચા, નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

કોરોનાથી બચવા ગામમાં રીક્ષા મારફતે સતત જનજાગૃતિ ઉભી કરવામાં આવી રહી છે
કોરોનાથી બચવા ગામમાં રીક્ષા મારફતે સતત જનજાગૃતિ ઉભી કરવામાં આવી રહી છે

સ્વૈચ્છિક લોકડાઉનમાં વેપારીઓનો પણ સહકાર મળી રહ્યો છે
તેઓ કહે છે કે, હાલમાં ગામમાં ચાર જેટલા કોરોના કેસ છે. અગાઉ 8થી 10 કેસો નોંધાયા હતા, જે દર્દીઓ હવે સ્વસ્થ થયા છે. ગામમાં કોરોના સંક્રમણ વધે નહીં તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. જેમાં ગ્રામજનોનો સંપૂર્ણ સહયોગ મળ્યો છે, એટલુ જ નહીં ગામમાં સ્વૈચ્છિક લોકડાઉનમાં વેપારીઓનો પણ સહકાર મળી રહ્યો છે. જેને પરિણામે ગામને કોરોનાના ભરડામાંથી બચાવી શકાયું છે.

ગામમાં 2500 જેટલા ઘરોમાં પાંચ માસ્ક, બે ડેટોલ સાબુ અને સેનેટાઇઝરની બે બોટલ સાથેની આ કોરોના પ્રોટેક્શન કીટનું કોરોના વોરિયર ટીમ દ્વારા ગામમાં વિતરણ
ગામમાં 2500 જેટલા ઘરોમાં પાંચ માસ્ક, બે ડેટોલ સાબુ અને સેનેટાઇઝરની બે બોટલ સાથેની આ કોરોના પ્રોટેક્શન કીટનું કોરોના વોરિયર ટીમ દ્વારા ગામમાં વિતરણ

2500 જેટલા ઘરોમાં કોરોના પ્રોટેક્શન કીટનું વિતરણ કરાયું
અંદાજે 14 હજારની વસ્તી ધરાવતા ડભાસા ગામમાં કોરોના સંક્રમણને અટકાવવા સરપંચ દ્વારા ગામમાં દરેક જ્ઞાતિ-સમાજના યુવાનોની એક કોરોના વોરિયર ટીમ બનાવી છે.આ ટીમમાં ગ્રામ પંચાયતના દરેક સભ્યનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. સરપંચ દ્વારા કોરોના વોરિયર ટીમ સાથે બેઠક કરીને કોરોના સંક્રમણને અટકાવવા માટે ગામના 2500 જેટલા ઘરોમાં કોરોના પ્રોટેક્શન કીટનું વિતરણ કરવામાં આવ્યું છે.

ગામમાં સ્વૈચ્છિક લોકડાઉનમાં વેપારીઓનો પણ સહકાર મળી રહ્યો છે
ગામમાં સ્વૈચ્છિક લોકડાઉનમાં વેપારીઓનો પણ સહકાર મળી રહ્યો છે

કીટમાં આપેલી સામગ્રીનો કેવી રીતે ઉપયોગ કરવો તે અંગેની સમજ અપાઇ
સરપંચ મનોજભાઇ પટેલે જણાવ્યું હતું કે, અમારા ગામમાં 2500 જેટલા ઘરોમાં પાંચ માસ્ક, બે ડેટોલ સાબુ અને સેનેટાઇઝરની બે બોટલ સાથેની આ કોરોના પ્રોટેક્શન કીટનું કોરોના વોરિયર ટીમ દ્વારા ગામમાં વિતરણ કરવામાં આવી છે. કીટમાં આપેલી સામગ્રીનો કેવી રીતે ઉપયોગ કરવો તે અંગેની સમજ પણ દરેક પરિવારોને આપવામાં આવી છે. ગત વર્ષે કોરોના કહેરને કારણે દેશવ્યાપી લોકડાઉન દરમ્યાન ગામના ગરીબ અને જરૂરિયાતમંદોને અનાજની 900 કીટ તેમજ શાકભાજીની 3 હજાર કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

હાઇસ્કૂલમાં 10 બેડનું આઇસોલેશન સેન્ટર શરૂ કરાયું
હાઇસ્કૂલમાં 10 બેડનું આઇસોલેશન સેન્ટર શરૂ કરાયું

ગ્રામજનો સહયોગ આપે તો આપને કોરોનાને ચોક્કસ હરાવી શકીશું
ગામના નાગરિક કેતલભાઈ કહે છે કે, ગામમાં કોરોનાને ફેલાતો અટકાવવા માટે સરપંચ દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવ્યા છે. એટલુ જ નહીં ગામમાં સરકારની ગાઇડલાઇનનું ગ્રામજનો અસરકારક પાલન કરે છે. કોરોનાથી બચવા ગામમાં રીક્ષા મારફતે સતત જનજાગૃતિ ઉભી કરવામાં આવી રહી છે. સરકાર પણ ગામડાઓને કોરોનામુક્ત કરવા અસરકારક કામગીરી કરી રહી છે, ત્યારે ગ્રામજનો સહયોગ આપે તો આપને કોરોનાને ચોક્કસ હરાવી શકીશું.

કોરોના સંક્રમણથી બચાવવા ગામમાં ગાઇડલાઇનનો અસરકારક અમલ કરાવી મારું ગામ કોરોનામુક્ત ગામ અભિયાનને સાર્થક કર્યું
કોરોના સંક્રમણથી બચાવવા ગામમાં ગાઇડલાઇનનો અસરકારક અમલ કરાવી મારું ગામ કોરોનામુક્ત ગામ અભિયાનને સાર્થક કર્યું

ગામને કોરોનાથી બચાવવા ગ્રામજનો સહકારથી નિર્ધારિત નિયમોનું ચુસ્ત પાલન કરાયું
ગામના નીલાબેન પટેલ કહે છે કે, ગામને કોરોનાથી બચાવવા ગ્રામજનો સહકારથી નિર્ધારિત નિયમોનું ચુસ્ત પાલન કરવામાં આવી રહ્યું છે. ગામના આરોગ્ય સબ સેન્ટરમાંથી દવાઓનું ઘરે ઘરે વિતરણ કરવામાં આવી રહ્યું છે. કોરોના સંકટ સામે લડવા ડભાસાના સરપંચ મનોજભાઈ પટેલે ઉદાહરણીય અને અનુકરણીય કાર્ય કર્યું છે, જે આવકાર્ય તો છે જ. અન્ય ગામો પણ આવી પહેલ કરે તો આપને ગ્રામ્ય જનશક્તિના સથવારે કાળમુખા કોરોનાને ચોક્કસ હરાવી શકીશું.

અન્ય સમાચારો પણ છે...