ભાસ્કર વિશેષ:ઘરે બેઠાં પૌરાણિક મંદિરના દર્શન, પરાગરાજમાં પૂણેના ત્રિસૂંઢ ગણપતિની પ્રતિકૃતિનું સ્થાપન

વડોદરા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પૂણેના શ્રી ત્રિસૂંઢ ગણપતિ મંદિરની પ્રતિકૃતિ-મૂર્તિનું સ્થાપન કરાયું. - Divya Bhaskar
પૂણેના શ્રી ત્રિસૂંઢ ગણપતિ મંદિરની પ્રતિકૃતિ-મૂર્તિનું સ્થાપન કરાયું.
  • ડભોઈ-વારસિયા રિંગ રોડની સાેસાયટી દ્વારા છેલ્લાં 25 વર્ષથી શ્રીજીનું સ્થાપન કરાય છે

દેશમાં ગણપતિનાં પૌરાણિક મંદિરોના દર્શન દરેક નાગરિક કરી શકતો નથી. આ સાથે પૌરાણિક મંદિરો વિશે આજના યુવા વર્ગને પણ જાણ થાય તે માટે પરાગરાજ સોસાયટી દ્વારા 25 વર્ષથી પૌરાણિક ગણેશ મંદિરોની આબેહૂબ પ્રતિકૃતિ ઊભી કરે છે. ચાલુ વર્ષે મંડળે પૂણે શહેરના શ્રી ત્રિસૂંઢ ગણપતિ મંદિરની આબેહૂબ પ્રતિકૃતિ અને મૂર્તિનું સ્થાપન કર્યું છે. ડભોઈ-વારસિયા રિંગ રોડ પર આવેલી પરાગરાજ સોસાયટી દ્વારા 25 વર્ષથી ગણેશજીની સ્થાપના કરે છે.

પરાગરાજના ગણરાજા મંડળના સભ્યોએ જણાવ્યું કે, આ વર્ષે મંડળે મહારાષ્ટ્રના પૂણેમાં પેઠ વિસ્તારમાં આવેલા ઐતિહાસિક પેશ્વા કાળના શ્રી ત્રિસૂંઢ ગણપતિ મંદિરનું આબેહૂબ ડેકોરેશન કર્યું છે. જેમાં ગણેશજીને ત્રણ સૂંઢ છે અને તેમના ડાબા ખોળામાં દેવી શારદા બિરાજમાન છે. મંડળ હિન્દુ ધર્મના અને વિશ્વમાં ઇતિહાસ ધરાવતાં મંદિરોમાં બિરાજમાન ગણેશજી સ્વરૂપનું સ્થાપન કરે છે. જેથી શહેરના ભક્તોને ઘર બેઠા ગણેશજીના દર્શનનો લાભ મળી શકે. ઉપરાંત આજના જમાનામાં ઐતિહાસિક મંદિરો વિશે આવનારી પેઢીને ઇતિહાસ ખબર પડે.

ઈકો ફ્રેન્ડલી વિસર્જન કરાશે
પરાગરાજના ગણરાજાનું અનંત ચતુર્દશીના દિવસે મંડપ પાસે જ મોટા તપેલાને સજાવીને તેમાં શ્રીજીનું વિસર્જન કરવામાં આવશે. ઉલ્લેખનિય છે કે, શ્રીજીની પ્રતિમા નવાબજારના મૂર્તિકાર આશિષ શાંધેએ બનાવી છે.

માટી-પાણી ભક્તો ઘરે લઈ જશે
ગણેશોત્સવમાં 10 દિવસનું આતિથ્ય માણ્યા બાદ શ્રીજીનું વિસર્જન થયા બાદ પરાગરાજ સોસાયટીના સભ્યો દ્વારા વિસર્જનનું પાણી અને માટી ઘરે લઈ જશે. આ માટી અને પાણીને પોતાના ઘરે તુલસીના કુંડમાં મૂકશે. ભક્તોને એવી લાગણી છે કે, બાપ્પા તેમના ઘરે જ બિરાજમાન રહે.

અન્ય સમાચારો પણ છે...