તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Vadodara
 • Video Viral Of Girl In Chhotaudepur CM Vijay Rupani's Rajkot Has All The Facilities You Need Tribals Are Dying Due To Lack Of Ventilators

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વીડિયો વાઇરલ:'રૂપાણીના રાજકોટમાં જોઇએ એટલી સુવિધા મળે છે, આદિવાસીઓ વેન્ટિલેટરના અભાવે મરી રહ્યા છે' છોટાઉદેપુર જનરલ હોસ્પિ.માં યુવતીનો આક્રોશ

વડોદરા10 દિવસ પહેલા
યુવતીએ વીડિયોમાં કહે છે, મારા માસીનું હમણા જ મોત થયું છે. જેમને વેન્ટિલેટરની સખત જરૂર હતી.
 • યુવતીએ કહ્યું કે, મારા માસીનું હમણા જ મોત થયું છે. જેમને વેન્ટિલેટરની સખત જરૂર હતી
 • છોટાઉદેપુર જનરલ હોસ્પિટલમાં એમ.ડી. ફિઝિશિયન જોઇએ છે, અહીં લોકો મરી રહ્યા છે

છોટાઉદેપુર જનરલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને વેન્ટિલેટર અને પંખા જેવી સુવિધાઓ મળતી નથી, ત્યારે હોસ્પિટલના સારવાર લેતા મૃત્યુ પામેલા દર્દીના સગાનો એક વીડિયો વાઇરલ થયો છે. વાઇરલ વીડિયોમાં યુવતી કહે છે કે, આ હોસ્પિટલમાં દર્દીઓ વેન્ટિલેટરના અભાવે મરી રહ્યા છે. વિજય રૂપાણીના રાજકોટમાં જોઇએ એટલી સુવિધા મળે છે. અમદાવાદ સિવિલમાં મળે છે, સુરત સિવિલ હોસ્પિટલમાં મળે છે તો છોટાઉદેપુર જિલ્લામાં કેમ નહીં.

દરેક દર્દીઓ પોત-પોતાના પંખા લઇને આવ્યા છે. વેન્ટિલેટરની જરૂર છે પણ મળતા નથી
વાઇરલ વીડિયોમાં યુવતીએ જણાવ્યું હતું કે, આ છોટાઉદેપુરની જનરલ હોસ્પિટલની હાલત જુઓ... આ મારા માસી હમણા જ વેન્ટિલેટરના કારણે મૃત્યુ પામ્યા છે. અહીં કોઇ જ સુવિધા નથી. કચરો કે પોતુ કરાતુ નથી. પંખાની સુવિધા પણ નથી. દરેક દર્દીઓ પોત-પોતાના પંખા લઇને આવ્યા છે. વેન્ટિલેટરની જરૂર છે પણ મળતા નથી. એસી છે પણ બંધ હાલતમાં છે. માત્ર એક જ પંખો લાગેલો છે. ઓક્સિજનની બોટલો પણ સમયસર આવતા નથી.

હોસ્પિટલના સારવાર લેતા મૃત્યુ પામેલા દર્દીના સગાનો વીડિયો વાઇરલ થયો
હોસ્પિટલના સારવાર લેતા મૃત્યુ પામેલા દર્દીના સગાનો વીડિયો વાઇરલ થયો

મારા માસીનું હમણા જ મોત થયું છે. જેમને વેન્ટિલેટરની સખત જરૂર હતી
એમ ડી ડોક્ટર્સ પણ નથી. ગઇકાલે કલેક્ટર અને સાંસદ ગીતાબેન આવીને ગયા છે. મે તેમને રજૂઆત કરી હતી કે, એમડી ફિઝિશિયન છોટાઉદેપુરની હોસ્પિટલમાં જોઇએ છે. આદિવાસી લોકો જ મરી રહ્યા છે. કવાંટ તાલુકાના 70 લોકો મરી ગયા છે. આદિવાસી લોકો મરી રહ્યા છે. મારા પપ્પાની સારવાર ચાલી રહી છે. મારા માસીનું હમણા જ મોત થયું છે. જેમને વેન્ટિલેટરની સખત જરૂર હતી. કાલે 21 વર્ષનો છોકરો ગાયક કલાકાર મરી ગયો છે. જેના લગ્નને 10 જ મહિના થયા છે.

છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ
છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ

આ વીડિયો વાઇરલ કરો. અહીં સુવિધા મળવી જોઇએ
કંઇ પણ કરો આ વીડિયો વાઇરલ કરો. અહીં સુવિધા મળવી જોઇએ. વિજય રૂપાણીના રાજકોટમાં જોઇએ એટલી સુવિધા મળે છે. અમદાવાદ સિવિલમાં મળે છે, સુરત સિવિલ હોસ્પિટલમાં મળે છે તો છોટાઉદેપુર જિલ્લામાં કેમ નહીં, શું આદિવાસી માણસો નથી બોલી શકતા. ટોઇલેટ અને બાથરૂમમાં પણ પાણી આવતુ નથી. પોતાના લોકોને ઓક્સિજનના બોટલ જાતે જ લઇને આવવુ પડે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો