વિસર્જનને પગલે રોષ:શ્રીજીની વિસર્જિત મૂર્તિઓ દશામા તળાવમાં ફેંકવાનો વીડિયો વાઇરલ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
લોકોની લાગણીને ઠેંસ પહોંચે તે રીતે મૂર્તિઓ ફેંકીને વિસર્જન કરવામાં આવતાં લોકોમાં રોષ ફેલાયો હતો. - Divya Bhaskar
લોકોની લાગણીને ઠેંસ પહોંચે તે રીતે મૂર્તિઓ ફેંકીને વિસર્જન કરવામાં આવતાં લોકોમાં રોષ ફેલાયો હતો.
  • ભાજપના કોર્પોરેટર નીતિન દોંગાની કાર નજીકમાં દેખાતાં વિવાદ
  • ત્રણ નદીઓના પાણીમાં વિસર્જન બાદ તળાવમાં વિસર્જનને પગલે રોષ

શહેરના દશામાં તળાવમાં શ્રીજીની મૂર્તિઓ ફેકવામાં આવી રહી હોવાનો વિડીયો વાયરલ થતા ભારે વિવાદ સર્જાયો છે. વીડિયોમાં સ્થળ પર ભાજપના કાઉન્સિલર નીતિન ડોંગાની કાર હાજર હોવાથી અને શ્રીજીની મૂર્તિ ગોત્રી વિસ્તારમાંથી લાવ્યા હોવાનું જણાઈ આવતા ભારે ખળભળાટ મચ્યો છે.

શહેરના ગોરવા દશામાં તળાવ પાસે પાલિકાએ કુત્રિમ તળાવ બનાવ્યું છે. તેની નજીક જ આવેલા તળાવમાં ટ્રેક્ટરમાં લઈને આવેલા શ્રીજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. આ સંદર્ભે વિડીયો બનાવનાર યુવકે મૂર્તિઓ લઈને આવેલા ટ્રેક્ટર ચાલકને પૂછતા તેણે જણાવ્યું હતું કે આ મૂર્તિઓ ગોત્રી સારાભાઈની બાજુમાંથી લઈને આવ્યા છીએ. તદુપરાંત આ ટ્રેક્ટર ખાલી કરવાના રૂ. 600 આપવામાં આવ્યા હોવાનું પણ તેઓ જણાવી રહ્યા છે. આ સમયે ત્યાં વોર્ડ નંબર 10ના કાઉન્સિલર નીતિન દોંગાની પણ કાર હાજર હોવાનું જણાઈ આવતા ભારે વિવાદ થયો છે.

આ સંદર્ભે નિતીન દોંગાને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે, તેઓએ રવિવારે મોડી રાત્રે ફાયર બ્રિગેડની મદદથી દશામાં તળાવમાં શ્રીજીની મૂર્તિઓનું પોતાના હાથે વિસર્જન કર્યું છે. તદ ઉપરાંત સોમવારે બપોરે પણ શ્રીજીની મૂર્તિઓને વિસર્જિત કરવા તેઓ આવ્યા હતા. પરંતુ તેમના ગયા બાદ અન્ય કોઈ આ રીતે મૂર્તિ વિસર્જિત કરતું હશે. તેઓની કાર ત્યાં હોવાના પ્રશ્ન સંદર્ભે પણ તેઓએ જણાવ્યું હતું કે વિડીયો અગાઉથી લીધેલો હોવો જોઈએ. ઉલ્લેખનીય છે કે નીતિન ડોંગાએ તાજેતરમાં જ ગોત્રી સારાભાઈ સોસાયટી સામે કુંડ બનાવ્યો હતો. જેમાં ત્રણ નદીઓ આ પાણીઓમાં શ્રીજીની મૂર્તિઓ વિસર્જિત કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...