વીડિયો વાઇરલ:પ્રબોધમ જૂથના સાધુના વિવાદ બાદ શિવ પૂજા કરતો પ્રેમ સ્વામીનો વીડિયો વાઇરલ

વડોદરા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહાદેવ વિશે ટીપ્પણી કરનારા આનંદ સાગર વિરુદ્ધ હિંદુ સંગઠનોમાં રોષ
  • રાજ્યમાં વિવિધ સ્થળે સ્વામીના પૂતળાનું દહન કરી કાર્યવાહી કરવા માગ

પ્રબોધ સ્વામી જૂથના સાધુ આનંદ સાગરે અમેરિકામાં મહાદેવ વિશે અપમાનજનક ટીપ્પણી કરાતાં વડોદરા સહિત રાજ્યમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. સંતો-મહંતોએ આ સાધુને શાસ્ત્ર વિષે કોઈ જ્ઞાન જ ન હોવાનું પણ જણાવ્યું છે. બીજી તરફ રાજ્યનાં અલગ-અલગ સ્થળો પર આનંદ સાગરનું પૂતળા દહન તેમજ કલેક્ટર કચેરીમાં સાધુ પર કાર્યવાહી કરવા રજૂઆતો પણ કરાઈ છે. હિંદુ સંગઠનોએ આક્રોશ ઠાલવતાં સાધુએ વીડિયો મારફતે માફી માગી હતી. બીજી તરફ પ્રેમ સ્વામીના હરિભક્તોએ પ્રેમ સ્વામી શિવલિંગની પૂજા કરતા હોવાના વીડિયો વાઇરલ કરાયા છે. જેમાં પ્રેમ સ્વામી અને સંતો સનાતન ધર્મ મુજબ કાર્ય કરતા હોવાનું જણાઈ રહ્યું છે.

સાધુ ઓળખ શું છે તે પણ તેમને ખબર નહીં હોય
મહાદેવજીને નાના બતાવી પોતાને તેમજ પોતાના સંપ્રદાયને મહાન બતાવવાનો ઢોંગ કરતા સાધુઓને ખબર નથી કે ભગવાન શિવ તો બધાના બાપ છે. બધા દેવો અને સંપ્રદાય શિવને આધીન છે. શાસ્ત્રોમાં સાધુ શબ્દની ઓળખ શું છે તે પણ તેમને ખબર નહીં હોય. > હર્ષદગીરી ગોસ્વામી, મહંત, શ્રી ભીડભંજન મારુતિ મંદિર

શિવભક્તોનું અપમાન
ભગવાન શિવજીની પૂજા તમામ દેવી-દેવતા, અસુર, નર, નાગ, કિન્નર અને ગંધર્વે કરી વરદાન પ્રાપ્ત કર્યાં છે. સાધુ આનંદ સાગર દ્વારા મહાદેવજી વિશે ટીપ્પણી કરવામાં આવી તે અયોગ્ય છે. સાધુ અને તેને સાંભળનારા તમામ પાપના ભાગીદાર બન્યા છે અને તેમને ઈશ્વર માફ નહીં કરે. વિશ્વના કરોડો શિવભક્તોનું તેમણે અપમાન કર્યું છે.
> વિદ્યાનંદજી, મહંત, શ્રી સ્થંભેશ્વર મહાદેવ, કાવી-કંભોઈ

અન્ય સમાચારો પણ છે...