તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:સમામાં વિદેશી દારૂના ખુલ્લેઆમ થતાં વેચાણનો વીડિયો વાઇરલ

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સમામાં દારૂનો વેપલો થઈ રહ્યો હોવાનો વીડિયો વાઇરલ થયો છે. - Divya Bhaskar
સમામાં દારૂનો વેપલો થઈ રહ્યો હોવાનો વીડિયો વાઇરલ થયો છે.
  • વ્યક્તિ દારૂની 4 બોટલો આપી પૈસા લેતો હોવાનું દેખાય છે સમા પોલીસ કહે છે કે, વીડિયો ક્યાંનો છે તે તપાસ કરવી પડશે

રાજ્યમાં દારૂબંધી છે, છતાં દારૂ ધડલ્લે મળે છે અને પીવાય છે તે પણ વાસ્તવિકતા છે. સંસ્કારીનગરીમાં પણ વિદેશી દારૂનું બેરોકટોક વેચાણ થઈ રહ્યું હોવાનો વીડિયો વાઇરલ થયો છે. સમા વિસ્તારમાં વિદેશી દારૂના વેપલાનો વીડિયો વાઇરલ થતાં પોલીસ દોડતી થઈ છે. જોકે પોલીસનું કહેવું છે કે, વીડિયો ક્યાંનો છે તેની તપાસ કરવી પડશે.

પોલીસ રોજબરોજ શહેરના અલગ-અલગ વિસ્તારમાંથી વિદેશી દારૂના જથ્થાને ઝડપે છે, છતાં કેટલાક ચોક્કસ વિસ્તારોમાં 24 કલાક દારૂ મળી રહે છે. તાજેતરમાં શહેરમાં વિદેશી દારૂનું વેચાણ થઈ રહ્યું હોવાનો એક વીડિયો વાઇરલ થતાં દારૂબંધીની પોલ ખુલ્લી પડી છે.

વાઇરલ થયેલો આ વીડિયો સમા પોલીસ મથક હદ વિસ્તારમાં આવતાં સમા ગામનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. જેમાં એક વ્યક્તિ વિદેશી દારૂની 4 નાની બોટલ લઈને આવે છે અને એક વ્યક્તિને આપે છે. બદલામાં તે નાણાં લેતો નજરે પડે છે. આ અંગે સમા પોલીસને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, વીડિયો વાઇરલ થયો છે, પરંતુ એ ક્યાંનો છે તે તપાસ કરવી પડશે.

અન્ય સમાચારો પણ છે...