તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ઝેર ગામમાં પત્ની સાથેના ઝઘડાઓથી કંટાળીને ઝેર પીને આપઘાત કરતા પહેલા વિડિયો ઉતારીને સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો હતો અને ત્યાર બાદ આપઘાત કર્યો હતો. અંગે મૃતક યુવાનના પિતાએ નસવાડી પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે અને ફરિયાદ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
પત્ની રિસાઇને પિયરમાં જતી રહી હતી
પતિ-પત્નીના ઘર કંકાશ તો ચાલતા જ હોય છે, પરંતુ, કેટલીક ઘટનાઓ એવી પણ હોય છે કે, માણસ ગુસ્સે થઈને ન કરવાનું કરી બેસે છે, ત્યારે આવી જ એક ઘટના છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ઝેર ગામમાં રહેતા વિજયભાઈ શાંતિલાલ રાઠવા કાઠિયાવાડ મજૂરી કામ કરતા હતા, ત્યારે તેમની પત્ની રિસાઈને તેના પિયર નસવાડી તાલુકાના છકતર ઉમરવામાં આવી ગઈ હતી.
યુવાને વિડિયોમાં પત્ની સામે કાર્યવાહી કરવાની માગ કરી
વિજયભાઇના બે સંતાન છે, જેમાં 4 વર્ષની પુત્રી એંજલ અને દોઢ વર્ષનો પુત્ર સ્વરજકુમાર છે, ત્યારે વિજયભાઈ પોતાની પત્નીને તેડવા પત્નીના પિયરમાં ગયા હતા, પરંતુ, તેમની પત્ની આવી નહોતી અને વિજયભાઈને માર માર્યો હતો. વિડિયોમાં યુવાને જણાવ્યું હતું કે, મારી સાથે પત્નીએ દગો કર્યો છે, એટલે હું આત્મહત્યા કરું છું, અને મારું આત્મહત્યા કરવાનું કારણ ફક્તને ફક્ત મારી ઘરવાળી છે અને તેના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. તેવું આત્મહત્યા કર્યાં પહેલા વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.
પિતાની અરજીને આધારે પોલીસે તપાસ શરૂ કરી
મૃતક વિજયભાઈના પિતા શાંતિલાલ રણછોડભાઇ રાઠવા નસવાડી પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરિયાદ આપી હતી. હવે નસવાડી પોલીસે આગળની તપાસ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, ત્યારે હાલ તો બે બાળકો પરથી પિતાનો સહારો ઉઠી ગયો છે.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.