તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Video Of A Scuffle Between A Builder And A Shopkeeper In Vadodara Who Did Not Buy Goods From A Shop Went Viral, Police Reached And Settled The Case

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખરીદીની બબાલ:વડોદરામાં દુકાનમાંથી સામાન કઢાવીને ખરીદી ન કરતાં બિલ્ડર અને દુકાનદાર વચ્ચે ચકમકનો વીડિયો વાઇરલ, પોલીસે પહોંચીને મામલો થાળે પાડ્યો

વડોદરા22 દિવસ પહેલા
મંગળવારે રાત્રે દુકાનમાં ખરીદી બાબતે બિલ્ડર અને દુકાનદાર વચ્ચે ચકમક ઝરી હતી
  • પોલીસ સાથે અસભ્ય વર્તન કરવા છતાં કારેલીબાગ પોલીસે કોઈ કાર્યવાહી ન કરી
  • બિલ્ડર અવારનવાર દુકાનમાં સામાન કઢાવીને ખરીદી કરતો નહોતોઃ પીઆઇ

વડોદરા શહેરના સંગમ ચાર રસ્તા પાસે મંગળવારે રાત્રે દુકાનમાં ખરીદી બાબતે બિલ્ડર અને દુકાનદાર વચ્ચે ચકમક ઝરી હતી. આ બનાવની જાણ થતાં સ્થળ પર પહોંચેલી પોલીસ સાથે પણ બિલ્ડરે અસભ્ય વર્તન કર્યું હોવા છતાં પોલીસ દ્વારા મામલો રફેદફે કરી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવે સંગમ ચાર રસ્તા વિસ્તારમાં ભારે ચકચાર જગાવી મૂકી હતી. બિલ્ડર, દુકાનદાર અને પોલીસ વચ્ચે થયેલી બબાલનો વીડિયો વાઈરલ થયો છે.

દુકાનદાર અને બિલ્ડર વચ્ચે ઝઘડો થતાં પોલીસને જાણ કરાઈ
વડોદરાના સંગમ ચાર રસ્તા પાસે લાલબહાદુર શોપિંગ સેન્ટરમાં સાંજે વૈભવી કાર લઈને બિલ્ડર ગિફ્ટની દુકાનમાં ખરીદી કરવા માટે આવ્યો હતો. ગિફ્ટની ખરીદી બાદ બિલનાં નાણાં ચૂકવવા બાબતે બિલ્ડર અને દુકાનદાર વચ્ચે ઝઘડો થયો હતો. આ મામલો ઉગ્ર બનતાં દુકાનદારે પોલીસ કંટ્રોલમાં ફરિયાદ કરતાં કારેલીબાગ પોલીસના જવાનો સ્થળ પર દોડી ગયા હતા, જ્યાં બિલ્ડરે પોલીસ સાથે પણ અસભ્ય વર્તન કર્યું હોવાનું જાણવા મળ્યું હતું.

મામલો ઉગ્ર બનતાં દુકાનદારે પોલીસ કંટ્રોલમાં ફરિયાદ કરતાં કારેલીબાગ પોલીસના જવાનો સ્થળ પર દોડી ગયા હતા.
મામલો ઉગ્ર બનતાં દુકાનદારે પોલીસ કંટ્રોલમાં ફરિયાદ કરતાં કારેલીબાગ પોલીસના જવાનો સ્થળ પર દોડી ગયા હતા.

વગદાર વ્યક્તિના દબાણથી મામલો રફેદફે કરી દેવાયો
ઉલ્લેખનીય છે કે બિલ્ડરે પોલીસ સાથે અસભ્ય વર્તન કરવા છતાં તેણે એક વગદાર વ્યક્તિના દબાણથી મામલો રફેદફે કરી દીધો હતો અને આ બાબતે પોલીસ ચોપડે કોઈ નોંધ કરી ન હોવાનું જાણવા મળ્યું છે.

સંગમ ચાર રસ્તા પાસે લાલબહાદુર શોપિંગ સેન્ટર.
સંગમ ચાર રસ્તા પાસે લાલબહાદુર શોપિંગ સેન્ટર.

પોલીસ સાથે અસભ્ય વર્તન કરવા છતાં પોલીસની શંકાસ્પદ ભૂમિકા ચર્ચાનો વિષય બન્યો
વૈભવી કારમાં ખરીદી કરવા આવેલા બિલ્ડર અને દુકાનદાર વચ્ચેની માથાકૂટમાં પોલીસ સાથે અસભ્ય વર્તન કરવા છતાં પોલીસની શંકાસ્પદ ભૂમિકા ચર્ચાનો વિષય બની છે અને પોલીસે સ્થળ પર જ નિકાલ કરી મામલો રફેદફે કર્યો હોવાની ચર્ચા સ્થાનિક વેપારીઓમાં ચર્ચાનો વિષય બન્યો છે. સામાન્ય બાબતોમાં રૂઆબ છાંટીને લોકઅપના સળિયા દેખાડતી પોલીસ સામે આ મામલે અનેક સવાલો ઊભા થયા છે.

બિલ્ડર દુકાનમાં સામાન કઢાવીને ખરીદી કરતો ન હોવાથી બબાલ થઈ હતી.
બિલ્ડર દુકાનમાં સામાન કઢાવીને ખરીદી કરતો ન હોવાથી બબાલ થઈ હતી.

બિલ્ડર દુકાનમાં સામાન કઢાવીને ખરીદી કરતો નહોતો
જોકે આ બનાવ અંગે કારેલીબાગ પોલીસ મથકના પી.આઇ. આર.એ. જાડેજાએ જણાવ્યું હતું કે બિલ્ડર અવારનવાર ગિફ્ટની દુકાનમાં જતો હતો અને માલ કઢાવી ખરીદતો ન હતો. સોમવારે બિલ્ડર પુનઃ દુકાનમાં ગયો હતો અને માલ સામાન કઢાવ્યો હતો. બાદમાં માલસામાન ન ખરીદતાં દુકાનદાર અને બિલ્ડર વચ્ચે ઝઘડો થયો હતો. આ બનાવની જાણ થતાં પોલીસ બંનેને પોલીસ મથકે લઈ આવી હતી, જ્યાં બંનેએ સમાધાન કરી લીધું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો