તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આ તસવીરો વિચલિત કરી શકે:વડોદરાની સયાજી હોસ્પિટલ બહાર કૂતરૂ માનવ અંગ ખાતુ હોવાનો વીડિયો વાયરલ, RMOએ કહ્યુ, તપાસ ચાલુ છે

વડોદરા3 મહિનો પહેલા
હોસ્પિટલના તંત્રને તપાસના આદેશ અપાયા
  • સયાજી હોસ્પિટલના RMO ડો. આર.બી. શાહે કહ્યું કે, વાયરલ થયેલા વીડિયોની તપાસ ચાલુ છે.
  • હોસ્પિટલમાંથી નીકળતા બાયોમેડિકલ વેસ્ટને PM રૂમ પાસે બેગમાં ભરીને મુકવામાં આવે છે.

મધ્ય ગુજરાતની સૌથી મોટી ગણાતી વડોદરાની સયાજી હોસ્પિટલની ગંભીર બેદરકારીનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં હોસ્પિટલના પોસ્ટમોર્ટ્મ રૂમની સામે રસ્તા પર એક કૂતરુ માનવ અંગ ખાતુ જોવા મળે છે. હોસ્પિટલની આવી ગંભીર બેદરકારી બદલ જવાબદાર લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. સમગ્ર ઘટનાને નજરે જોનાર લોકોમાં હોસ્પિટલના તંત્ર સામે રોષની લાગણી પ્રવર્તી રહી છે.

હોસ્પિટલના સુપ્રિડેન્ડેન્ટ અને RMO શું કહે છે?
આ અંગે સયાજી હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. રંજન ઐયરે જણાવ્યું હતું કે, રસ્તા પર કૂતરૂ માંસ ખાઈ રહ્યું હોવાનો વીડિયો વાયરલ થયો છે. પરંતુ આ માનવ અંગ નથી. આમ છતાં, આ અંગે હોસ્પિટલના RMOને તપાસ કરવાનો આદેશ કર્યો છે. સયાજી હોસ્પિટલના RMO ડો. આર.બી. શાહે જણાવ્યું હતું કે કુતરૂ માસ ખાઇ રહ્યું હોવાનો વાયરલ થયેલા વીડિયો અંગેની હાલ તપાસ ચાલી રહી છે.

હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી
હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી

બાયોમેડિકલ વેસ્ટને PM રૂમની બાજુમાં બેગમાં ભરીને મુકાય છે
હોસ્પિટલમાંથી દરરોજ મોટી માત્રામાં બાયોમેડિકલ વેસ્ટ નીકળે છે. જેને પોસ્ટમોર્ટમ રૂમ પાસે બેગોમાં ભરીને મુકવામાં આવે છે. તેનો નિયત પદ્ધતિ પ્રમાણે નિકાલ કરવામાં આવે છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં માનવના પગના પંજા જેવા દેખાતા અંગને હોસ્પિટલમાંથી તાણીને કૂતરૂ બહાર લાવી રહ્યું છે. સયાજી હોસ્પિટલના પીએમ રૂમની સામે રસ્તા પર તેને બચકા ભરીને ખાઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...