ક્રાઇમ:વિક્કી કહારની ધરપકડ થતાં નાના ભાઇનો હંગામો

વડોદરા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાસદના પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ હતો
  • ખોટી રીતે હેરાન કરો છો તેવું કહેનાર ભાઈ પણ ઝબ્બે

વાઘોડિયા રોડ પર રહેતા પ્રોહિબિશનના આરોપીની અટકાયત કરીને તેને પોલીસ સ્ટેશન લાવ્યા બાદ આરોપીના નાના ભાઈએ મારા ભાઈને ખોટી રીતે હેરાન કરો છો તેવા આક્ષેપ સાથે પોલીસ સ્ટેશન માથે લેતા પાણીગેટ પોલીસે આરોપીના નાના ભાઈની પણ ધરપકડ કરી હતી.

પાણીગેટ પોલીસના જણાવ્યા અનુસાર, વાસદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના આરોપી વિકાસ ઉર્ફે વિક્કી મંગળભાઈ કહાર (રહે-વ્રજરજ સોસાયટી,વાઘોડિયા રોડ) પોતાના ઘરે હોવાની બાતમી મળતા પાણીગેટ અને વાસદ પોલીસ સ્ટેશનની ટીમ આરોપીને તેના ઘરેથી અટક કરીને પોલીસ સ્ટેશન લઈ આવી હતી.

આ ઘટનાની જાણ આરોપી વિકાસના નાનાભાઈ સુજલ મંગલભાઈ કહારને થતા તે મંગળવારના રોજ સાંજે પોણા છ વાગે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં આવીને તેના ભાઈને ખોટી રીતે હેરાન કરવામાં આવતો હોવાના આક્ષેપ કરીને પોલીસ સ્ટેશન માથે લીધું હતું. જેથી પાણીગેટ પોલીસે સુજલ કહાર વિરૂધ્ધ પોલીસની કામગીરીમાં દખલ કરવા વિરૂધ્ધ ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરી હતી. બનાવના સંબંધમાં પોલીસે ગહન તપાસ હાથ ધરી છે. હંગામો કરવા પાછળ આરોપીનો શું આશય હતો? તે દિશામાં પણ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...