તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:પાણીની લાઇન તોડનાર VGLના કોન્ટ્રાક્ટરને 2 લાખનો દંડ ફટકાર્યો

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માણેજામાં હજારો લિટર પાણી વેડફાયું હતું
  • પાણી બગાડના 1 લાખ અને મરામતના 1 લાખ વસૂલવા નોટિસ

શહેરના દક્ષિણ વિસ્તારના સીમાડે આવેલા માણેજામાં પાણીની લાઈન તોડી નાખવા બદલ વડોદરા ગેસ લી. ના કોન્ટ્રાક્ટરને બે લાખ રૂપિયાનો દંડ કરવા માટે પાલિકાના પાણી પુરવઠા વિભાગે વડોદરા ગેસ લિમિટેડ ના મેનેજર અને નોટિસ આપી છે. શહેરના દક્ષિણ વિસ્તારમાં આવેલા જાંબુવા જકાતનાકાથી માણેજા ક્રોસિંગ તરફ જતા રસ્તા પર એક કંપનીના ગેટ સામે પુષ્કળ પાણી લીકેજ થયું હોવાની ફરિયાદ પાલિકાને મળી હતી .આ મામલે સ્થાનિક કોર્પોરેટરે પણ પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને જાણ કરી હતી.

જાંબુવા ટાંકીથી માણેજા ગામ ને પાણી પહોંચાડતી મુખ્ય 600 મીમી ડાયા ની ડિલિવરી લાઇન પસાર થતી હોય છે અને તેની બાજુમાંથી 150 મી.મી ડાયાની ગેસ લાઇન પણ નાખવામાં આવી રહી છે. માણેજા અને જાંબુ આ વિસ્તારને પીવાનું પાણી પૂરું પાડતી પાણીની મુખ્ય લાઇનમાં ભંગાણ થતાં લગભગ ૧૫થી ૨૦ હજાર લિટર પાણીનો વેડફાટ થયો હતો અને પાણી પુરવઠા વિભાગની તપાસમાં વડોદરા ગેસના કોન્ટ્રાક્ટર એજન્સી તરફથી આ ભંગાર થયું હોવાનો ભાંડો ફૂટયો હતો.

જેથી પાલિકાના પાણી-પુરવઠાના કાર્યપાલક ઇજનેર તરફ પછી વડોદરા ગેસના મેનેજરને સંબોધન કરતી નોટિસ ઇશ્યુ કરવામાં આવી છે જેમાં આ લીકેજ કરવા બદલ તેની મરામત ના એક લાખ રૂપિયા, પાણી બગાડ પેટે એક લાખ રૂપિયા સહિત કુલ બે લાખ રૂપિયા કોન્ટ્રાક્ટર પાસેથી વસૂલ કરી જાણ કરવા માટે તાકીદ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, શહેરના વિવિધ વિસ્તારોમાં કોન્ટ્રક્ટરો દ્વારા આડેધડ કામગીરી દ્વારા માતબર રકમનું નૂકશાન પહોંચાડવામાં આવતું હોય છે ત્યારે નૂકશાની રકમ બાબતે નોટીસ અપાતા આ બાબત ભારે ચર્ચાનો વિષય બની છે.

અન્ય સમાચારો પણ છે...