તાંદલજાની રૂા.73 કરોડની 45,227 ચો.મી સરકારી જમીનને પચાવી પાડનાર ભૂમાફિયાને અંતિમ જવાબ આપવા કલેક્ટર દ્વારા નોટીસ પાઠવવામાં આવી છે. જ્યારે કલેક્ટર આ સમગ્ર કેસમાં 6 માર્ચે સુનાવણી હાથ ધરીને ફેંસલો આપી દેશે. તાંદલજામાં સિટી સર્વે નંબર 223, 225, 226 અને 239થી ઈન્કવાયરી ઓફિસરના 1981ના ઠરાવથી ખેતી પ્રોપર્ટી કાર્ડ હોવા છતાં માલિકી ફેરફાર નોંધ દાખલ થઇ હતી. બિન ખેતીના 1997ના હુકમના આધારે ચંદુભાઈ માળીના નામે દાખલ કરી દેવાઇ હતી. કલેકટર કચેરીમાં આવા હુકમ થયા ના હોવાનું ધ્યાને આવતાં કાર્યવાહી થશે.
ચાણસદની જમીન પર લેન્ડ ગ્રેબિંગ હેઠળ કાર્યવાહી કરવા નિર્ણય લેશે
ચાણસદની 377-અ વાળી સરકારી જમીન પરના કબજા અંગે TDOના રિપોર્ટ બાદ DDO દ્વારા કલેક્ટરને લખાયેલા પત્રમાં ચાણસદની 377અ અને 377ક જમીન શ્રીસરકાર છે. જે જમીન પર ગેરકાયદે દબાણો હોવાથી દબાણો કરનાર સામે પોલીસ ફરિયાદ કરવાની મંજુરી પણ અપાઇ હોવાનું જણાવાયું હતું. જે અંગે કલેક્ટર કમિટી લેન્ડ ગ્રેબીંગ હેઠળ કાર્યવાહી કરશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.